તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેલ્પ:સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી સિને વર્કર્સ અને જર્નલિસ્ટ્સની મદદ માટે આગળ આવ્યા, ફ્રીમાં કોરોના વેક્સિન અપાવશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું, આજે આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ. વેક્સિન લઈશું, માસ્ક પહેરીશું અને સુરક્ષિત રહીશું. - Divya Bhaskar
વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું, આજે આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ. વેક્સિન લઈશું, માસ્ક પહેરીશું અને સુરક્ષિત રહીશું.
  • ગયા વર્ષે ચિરંજીવીએ રિલીફ ફંડમાં 1 કરોડ રૂપિયા દાન કર્યા હતા
  • ફ્રી વેક્સિન ડ્રાઈવ આજથી શરુ થઇ ગઈ છે

સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીએ હૈદરાબાદના સિને વર્કર્સ અને જર્નલિસ્ટ્સ માટે ફ્રીમાં કોરોના વેક્સિન આપવાની જાહેરાત કરી છે. આ વાતની જાણકારી તેમણે પોતે સોશિયલ મીડિયા પર આપી છે. વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું, આજે આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ. વેક્સિન લઈશું, માસ્ક પહેરીશું અને સુરક્ષિત રહીશું.

ચિરંજીવી ફ્રી વેક્સિન અપાવવાનું આ કામ એપોલો 24/7ની મદદથી પોતાના નેતૃત્વની કોરોના ક્રાઈસિસ ચેરિટી (CCC) એસોસિએશન હેઠળ કરી રહ્યા છે. વીડિયોમાં ચિરંજીવીએ સિને વર્કર્સ અને પત્રકારોને વિનંતી કરી છે કે, તેઓ ફ્રી વેક્સિન લેવા એસોસિએશનમાં પોતાનું નામ નોંધાવી લે. ગયા વર્ષે ઘણા તેલુગુ સેલેબ્સ પણ આ ચેરિટી એસોસિએશનમાં રૂપિયા દાન કરવા માટે આગળ આવ્યા હતા. આ એસોસિએશન ચિરંજીવી દ્વારા તેલુગુ ઇન્ડસ્ટ્રીના ડેલી વેજ વર્કર્સની મદદ માટે શરુ કરવામાં આવ્યું હતું.

ફ્રી વેક્સિન ડ્રાઈવ આજથી શરુ
વીડિયોમાં ચિરંજીવીએ કહ્યું, 22 એપ્રિલથી ફ્રી વેક્સિન ડ્રાઈવ શરુ થશે. હું 45 વર્ષથી વધારે ઉંમરના સિને વર્કર્સ અને પ્રત્રકારોને વિનંતી કરું છું કે, તેઓ આગળ આવે અને વેક્સિન લે. જો તમારા લાઈફ પાર્ટનર પણ આ ઉંમરના લિસ્ટમાં આવે છે તો તેમને પણ વેક્સિન અપાવવા સાથે લઈને આવો. આ વેક્સિન ડ્રાઈવ એક મહિના સુધી ચાલશે.

ગયા વર્ષે ચિરંજીવીએ રિલીફ ફંડમાં 1 કરોડ રૂપિયા દાન કર્યા હતા
ગયા વર્ષે વરુણ તેજ, રવિ તેજા, વિશ્વ સેન, સાઈ ધર્મ તેજ અને શરવાનંદ જેવા ઘણા તેલુગુ એક્ટર્સે કોરોના પીડિત લોકોની મદદ માટે કોરોના ક્રાઈસિસ ચેરિટીમાં ફંડ ડોનેટ કર્યું હતું. ચિરંજીવીએ પણ ડેલી વેજ વર્કર્સની મદદ કરી હતી. વરુણ અને રવિએ 20 લાખ રૂપિયા ડોનેટ કર્યા હતા. ચિરંજીવીએ રિલીફ ફંડમાં 1 કરોડ રૂપિયા દાન કર્યા હતા.

લોકડાઉનને લીધે રોજ મહેનતાણું મેળવતા વર્કર્સના જીવન પર ઘણી અસર પડી હતી
ચિરંજીવીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું, કોરોનાવાઈરસ સામે લડવા માટે લોકડાઉન જરૂરી છે. પરંતુ તેનાથી ઘણા વર્કર્સના જીવન પર અસર પડી છે. તેમની સ્થિતિ જોઈને મેં વર્કર્સ માટે રિલીફ ફંડમાં 1 કરોડ રૂપિયા દાન કર્યા છે. તે સમયે ચિરંજીવીના ચાહકોએ તેમના ઘણા વખાણ કર્યા હતા, આ વર્ષે પણ તેઓ મદદ માટે આગળ આવ્યા છે.

ચિરંજીવી તમિળ, તેલુગુ અને કન્નડ સિવાય હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે
ચિરંજીવી તમિળ, તેલુગુ અને કન્નડ સિવાય હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે

ઓસ્કર સેરેમનીમાં ચિરંજીવીને આમંત્રણ મળ્યું હતું
ચિરંજીવીનું સાચું નામ કોનીડેલા શિવશંકર વારા પ્રસાદ છે. તે પહેલા એવા સાઉથ ઇન્ડિયન સ્ટાર છે, જેને 1987માં ઓસ્કર સેરેમનીમાં આમંત્રણ મળ્યું હતું. ચિરંજીવી એકમાત્ર સ્ટાર છે જેમણે સિંગલ, ડબલ અને ટ્રિપલ રોલમાં સો દિવસ સુધી સતત ચાલનારી ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો છે. તે પહેલા એવા ઇન્ડિયન ફિલ્મ સ્ટાર છે, જેમણે પોતાની વેબસાઈટ શરૂ કરી છે. ચિરંજીવીએ 20 એવી ટાઇટલ રોલવાળી હિટ ફિલ્મો આપી છે જેણે સો દિવસ સુધી બોક્સઓફિસ પર બિઝનેસ કર્યો હોય.

આ ફિલ્મોથી પોપ્યુલર થયા
'ન્યાયમ કાવલી' (1981), 'સ્વયં કૃષિ' (1987), 'ગેંગ લીડર' (1991) અને 'ઇન્દ્રા' (2000) જેવી સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કર્યું છે. બોલિવૂડની વાત કરીએ તો 'પ્રતિબંધ' (1990) અને 'આજ કા ગુંડારાજ' (1996) ફેમસ છે. ચિરંજીવી 10 વખત ફિલ્મફેર (સાઉથ) અવોર્ડ જીત્યા છે. આ સિવાય ભારત સરકારે તેમને દેશનું ત્રીજું સૌથી મોટું સન્માન પદ્મભૂષણ પણ આપ્યું છે.