ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોરોના:સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન કોરોના પોઝિટિવ, હોમ ક્વોરન્ટીન એક્ટરે ચાહકોને કહ્યું-તક મળે તો વેક્સિન અવશ્ય લઈ લેજો

7 મહિનો પહેલા
  • અલ્લુ અર્જુન પહેલાં રામચરણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
  • એક્ટરે તેના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કહ્યું

દેશમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સ પણ સતત વાઈરસની ઝપેટમાં આવી રહ્યા છે. હાલમાં જ સાઉથ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાતની જાણકારી તેણે સોશિયલ મીડિયા પર આપી છે. કોવિડ પોઝિટિવ આવ્યા પછી અલ્લુ પોતાને ઘરે હોમ ક્વોરન્ટીન કર્યો છે. સાથે જ તેના સપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા વિંનતી કરી છે.

‘દરેક પ્રોટોકોલનું પાલન કરી રહ્યો છું’
અલ્લુ અર્જુને પોસ્ટમાં લખ્યું, હેલ્લો એવરીવન. મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મેં ઘરે જ પોતાને ક્વોરન્ટીન કર્યો છે અને દરેક પ્રોટોકોલ ફોલો કરી રહ્યો છું. છેલ્લા થોડા દિવસ પહેલાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ ટેસ્ટ કરાવી લેજો. ઘરે જ રહો અને સુરક્ષિત રહો. તક મળે તો વેક્સિન ચોક્કસ લઇ લેજો. હું મારા ચાહકોને કહું છું, મારી ચિંતા ના કરો, કારણકે હું ઠીક છું.

એક્ટરની પોસ્ટ
એક્ટરની પોસ્ટ

રામચરણ પણ આઈસોલેટ
ટોલિવૂડ સ્ટાર રામચરણે પોતાને આઈસોલેટ કર્યા હતા. થોડા દિવસ પહેલાં ચિરંજીવીની ફિલ્મ ‘આચાર્ય’નું શૂટિંગ કરી રહ્યા હતા. હૈદરાબાદમાં ચાલી રહેલા શૂટિંગ દરમિયાન રામચરણની વેનિટી વૅનના ડ્રાઈવરનું કોરોનાને લીધે અવસાન થયું. એ પછી રામચરણે આ નિર્ણય લીધો હતો. તેને પોતાની ટીમ મેમ્બર્સ સાથે ઘણો લગાવ હતો. સાઉથ ઇન્ડસ્ટ્રીના સ્ટાર પવન કલ્યાણ પણ કોરોના સંક્રમિત છે અને તે ફાર્મ હાઉસ પર પોતાની સારવાર કરાવી રહ્યા છે.

સેલેબ્સ કોરોનાની ઝપેટમાં
પૂજા હેગડે, અર્જુન રામપાલ અને નીલ નીતિન મુકેશ પહેલાં સોનુ સૂદ, મનીષ મલ્હોત્રા, સુમિત વ્યાસ અને પવન કલ્યાણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાની બીજી લહેરમાં અક્ષય કુમાર, ગોવિંદા, વિકી કૌશલ, આમિર ખાન, કેટરીના કૈફ, ભૂમિ પેડનેકર, કાર્તિક આર્યન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, પરેશ રાવલ, સતીશ કૌશિક, આશુતોષ રાણા સહિત અન્ય ઘણા સેલેબ્સ સંક્રમિત થઇ ચૂક્યા છે. ઘણા કોરોનાને હરાવીને રિકવર પણ થઇ ગયા છે.