• Gujarati News
  • Entertainment
  • Sometimes An Ex girlfriend Accused Him Of Assault, Sometimes He Had To Pay A Fine For Driving Under The Influence Of Alcohol.

હંમેશાં વિવાદોમાં રહ્યો સિદ્ધાર્થ:ક્યારેક એક્સ ગર્લફ્રેન્ડે મારપીટનો આરોપ લગાવ્યો હતો તો, ક્યારેક દારૂ પીને ડ્રાઇવિંગ કરવા બદલ દંડ ભરવો પડ્યો હતો

2 મહિનો પહેલા
  • સિદ્ધાર્થના નિધનથી તેના ગુસ્સાના કારણે થયેલી કન્ટ્રોવર્સીની યાદો ફરીથી તાજી થઈ
  • એક્સ ગર્લફેન્ડ રહી ચૂકેલી શિલ્પા શિંદેએ પણ રિલેશનશિપ દરમિયાન મારપીટનો આરોપ લગાવ્યો હતો

સિદ્ધાર્થ શુક્લા નથી રહ્યો. બિગ બોસનો વિજેતા, સારો એક્ટર અને શહેનાઝની સાથે સંબંધોની સાથે હંમેશાં વિવાદોના કારણે ચર્ચામાં રહેતો. સિદ્ધાર્થ હંમેશાં કોઈના કોઈ વિવાદના કારણે ફસાઈ જતો. આજે સિદ્ધાર્થના નિધનથી તેના ગુસ્સાના કારણે થયેલી કન્ટ્રોવર્સીની યાદો ફરીથી તાજી થઈ ગઈ છે.

  • બિગ બોસના ઘરમાં સિદ્ધાર્થે માહિરા શર્માને ટાસ્ક દરમિયાન ઈજા પહોંચાડી હતી. જેના કારણે મેકર્સે સિદ્ધાર્થને ઘરની બહાર કાઢી મૂક્યો હતો. જો કે અગ્રેશન છતાં પણ શુક્લાએ દર્શકોનું દિલ જીતી લીધું હતું.
  • સાંભળવામાં આવ્યું હતું કે, ‘દિલ સે દિલ તક’ના સમયે સિદ્ધાર્થ ઘણા નખરા કરતો હતો અને તેના કો-સ્ટાર્સની સાથે હંમેશાં ઝઘડો કરતો હતો.
  • રશ્મિ અને સિદ્ધાર્થ કલર્સ ચેનલનો શો ‘દિલ સે દિલ તક’માં કામ કરી ચૂક્યા છે. આ સિરિયલના સેટ પર બંનેની વચ્ચે ઘણો ઝઘડો થયો હતો. ઘણા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે તે બંને એક બીજાને ડેટ પણ કરી ચૂક્યા છે.
  • ‘દિલ સે દિલ તક’ શોમાં જ સિદ્ધાર્થના કો-સ્ટાર કુણાલ વર્માએ પણ તેના પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. હકીકતમાં આ સિરિયલના સેટ પર કુણાલ અને સિદ્ધાર્થની વચ્ચે ઝઘડો થયો હતો અને સિદ્ધાર્થે તેના પર પાણી ફેંક્યું હતું.
  • ‘બાલિકા વધૂ’ની કો-સ્ટાર તોરલ રાસપુત્રાની સાથે પણ સિદ્ધાર્થના સારા સંબંધો નહોતા. હનીમૂન સિક્વન્સના શૂટિંગ દરમિયાન બંનેની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ બંનેની વચ્ચે ક્યારેય પણ વાત નથી થઈ.
  • વર્ષ 2014માં નવા વર્ષની પાર્ટીમાંથી પરત ફરતી વખતે સિદ્ધાર્થ પર ડ્રંક એન્ડ ડ્રાઈવનો કેસ લગાવવામાં આવ્યો હતો, તેના માટે તેને 2000 રૂપિયાનો દંડ પણ આપવો પડ્યો હતો.
  • હંમેશાં પોતાના અફેરને લઈને ચર્ચમાં રહેતો હતો. જ્યારે સિદ્ધાર્થ બિગ બોસમાં ગયો હતો ત્યારે તેનું નામ તનિષા મુખર્જી, રશ્મી દેસાઈ, આકાંક્ષા પૂરી, શેફાલી ઝરીવાલા અને સ્મિતા બંસલની સાથે જોડાયું હતું.
  • બાલિકા વધૂમાં કામ કરી ચૂકેલી શીતલ ખંડાલે તેના પર ગંભીર આરોપ લગાવ્યો હતો. શીતલના અનુસાર, સિદ્ધાર્થ તેના પર ડબલ મીનિંગ અને વલ્ગર મઝાક કરી હતી. તેની ફરિયાદ શીતલે શોના ક્રિએટિવ પ્રોડ્યુસરને કરી હતી ત્યારબાદ સિદ્ધાર્થે બીજા દિવસે સેટ પર બબાલ કરી હતી.
  • સિદ્ધાર્થ સ્પીડથી ગાડી ચલાવવા માટે પણ બદનામ થયો હતો અને 2018માં રશ ડ્રાઈવિંગના કેસમાં અરેસ્ટ પણ થયો હતો. 22 જુલાઈ 2018ના રોજ સિદ્ધાર્થે ઘણી સ્પીડમાં પોતાની કાર ડ્રાઈવ કરી હતી.
  • બાદમાં સિદ્ધાર્થે પોતાનો કાબૂ ગુમાવ્યો હતો અને તેની કાર ત્રણ કાર સાથે ટકરાઈ હતી. પોલીસે સિદ્ધાર્થ પર કલમ 279, 367 અને 427ના અંતર્ગત કેસ દાખલ કર્યો હતો. 5000 રૂપિયાનો દંડ ભર્યા બાદ તેને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યો હતો.
  • તેના પર એક્સ ગર્લફેન્ડ રહી ચૂકેલી શિલ્પા શિંદેએ પણ રિલેશનશિપ દરમિયાન મારપીટનો આરોપ લગાવ્યો હતો.

સિદ્ધાર્થનું કરિયર
સિદ્ધાર્થ શુક્લાએ વર્ષ 2008માં ટીવી શો ‘બાબુલ કા આંગના છૂટે ના’થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેને પોતાની ઓળખથી ‘અજનબી,’ ‘CID,’ ‘બાલિકા વધૂ’ અને ‘લવ યુ જિંદગી’ જેવા ઘણા શો અને ઘણા રિયાલિટી શોમાં કામ કર્યું હતું. તે 'ખતરો કે ખિલાડી 7'મી સિઝન અને બિગ બોસની 13મી સિઝનનો વિનર રહી ચૂક્યો છે.