જાણીતા સિંગર જુબિનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગુરુવારે સીડી પરથી ગબડી પડતાં તેની કોણી તૂટી ગઈ છે, તો પાંસળીઓમાં ઇજા થઈ છે. આ સિવાય માથાના ભાગે ગંભીર ઇજા થઈ છે. સિંગરને મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. ઈજા એટલી વધારે છે કે ડોકટરો તેમના જમણા હાથનું ઓપરેશન કરવાનું પણ કહ્યું છે. વધુમાં, ડોક્ટરોએ તેમને જમણા હાથનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.
આ સમાચાર સાંભળતાં જ જુબિન નૌટિયાલના ફેન્સ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. સિંગર તેમના અવાજ અને ગીતોને કારણે ફેન્સમાં ખૂબ જ લોકપ્રિય છે. સિંગર સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે.
જુબિન નૌટિયાલનું નવું ગીત 'તું સામને આયે...' હાલમાં રિલીઝ થયું છે. આ ગીત જુબિને યોહાની સાથે ગાયું છે. ગુરુવારે, નૌટિયલ અને યોહાની એકસાથે ગીતના લોન્ચિંગ સમયે જોવા મળ્યા હતા. આ બાદ આ ઘટના ઘટી હતી.
ટોપ ગીતોમાં સામેલ છે જુબિનનાં ગીતો
સિંગર જુબિન નૌટિયાલે ઘણી મહેનતથી ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનું એક સ્થાન પ્રાપ્ત કર્યું છે. થોડા દિવસ પહેલાં માનિકે ગીત ગાનારી યોહાની સાથે 'તું સામને આયે' અને ગોંવિદા નામ મેરા ફિલ્મનું 'શરાબી; ગીત થોડા દિવસ પહેલાં રિલીઝ થયું હતું.
જુબિને ઘણાં હિટ ગીતો આપ્યા છે. 'રાતા લંબિયા,' 'લૂંટ ગયે,' 'હમનવા મેરે' , 'તુઝે કિતને ચાહને લગે હમ,' 'તુમ હી આના', 'બેવફા તેરા માસૂમ ચેહરા' જેવી ઇન્ટરનેશનલ હિટ ગીતોથી લોકોનાં દિલમાં અલગ જ જગ્યા બનાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.