• Gujarati News
  • Entertainment
  • Siddharth Shukla Started His Career With Modeling, Made His Bollywood Debut With 'Humpty Sharma's Dulhania'

મોડલિંગથી બોલિવૂડ સુધીની સફર:સિદ્ધાર્થ શુક્લાએ મોડલિંગથી કરિયરની શરૂઆત કરી હતી, 'હમ્પટી શર્માની દુલ્હનિયા'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2004માં ગ્લેડરેગ્સ મેનહટન મેગામોડલ કોન્ટેસ્ટમાં ભાગ લીધો અને તેમાં તે રનર-અપ રહ્યો
  • 'બ્રોકન બટ બ્યુટીફૂલ 3' સિઝનથી પોતાનું ડિજિટલ ડેબ્યુ કર્યું હતું

બિગ બોસ સિઝન-13ના વિનર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ અટેકના કારણે મૃત્યુ થઈ ગયું છે. તેની ઉંમર 40 વર્ષની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બુધવાર રાત્રે તબિયત ખરાબ થવાને કારણે તેને સૂતા પહેલા કેટલીક દવાઓ લીધી હતી. સિદ્ધાર્થે પોતાના કરિયરની શરૂઆત 2005માં મોડલિંગથી કરી હતી.

મુંબઈમાં જન્મેલા સિદ્ધાર્થે ઈન્ટિરિયર ડિઝાઈનનો અભ્યાસ કર્યા બાદ તેને 2004માં ગ્લેડરેગ્સ મેનહટન મેગામોડલ કોન્ટેસ્ટમાં ભાગ લીધો અને તેમાં તે રનર-અપ રહ્યો. ત્યારબાદ તેને મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું આ ગીતને સિંગર 'ઈલા અરુણ'એ ગાયું હતું.

2005માં સિદ્ધાર્થએ તુર્કીમાં વર્લ્ડ બેસ્ટ મોડલ કોન્ટેસ્ટમાં ઈન્ડિયાને રિપ્રેજેન્ટ કર્યું અને જીત્યો. આ કોન્ટેસ્ટમાં તે પહેલા ઈન્ડિયાની સાથે પહેલો એશિયન મોડલ બન્યો જેને આ ખીતાબ જીત્યો હતો. આ જીત બાદ તેને બજાજ એવેન્જર, ICICI અને digjamની જાહેરાત મળી.

સિદ્ધાર્થની ટેલિલિઝનની સફર
સિદ્ધાર્થે 2008માં ટેલિવિઝનમાં સોની ટીવીના 'બાબુલ કા અંગના છૂટે ના' સિરિયલથી પોતાનું ટેલિવિઝનમાં ડેબ્યુ કર્યું, આ સિરિયલમાં તે 'શુભ રાણાવત' ના કેરેક્ટરમાં આસ્થા ચૌધરીની સાથે જોવા મળ્યો હતો.

2009માં સિદ્ધાર્થ સિરિયલ 'જાને પહચાને'માં જોવા મળ્યો. આ જ વર્ષે તે 'આહટ' સિરિયલના અમુક એપિસોડ્સમાં પણ જોવા મળ્યો હતો.

2011માં સિદ્ધાર્થ રાહુલ કશ્યપના રોલમાં 'લવ યૂ જિંદગી' સિરિયલમાં જોવા મળ્યો. આ સિરિયલ બોલિવૂડની 'જબ વી મેટ' ફિલ્મથી ઈન્સ્પાયર્ડ હતી.

2012માં સિદ્ધાર્થ સિરિયલ 'બાલિકા વધૂ'માં કલેક્ટર શિવરાજ શેખરના રોલમાં જોવા મળ્યો. આ સિરિયલથી સિદ્ધાર્થ લોકપ્રિય બની ગયો. 'શિવ'ના કેરેક્ટર માટે તેને 'ઇન્ડિયન ટેલિવિઝન એકેડેમી'નો ગ્રેટ પરફોર્મર ઓફ ધ યરનો અવોર્ડ મળ્યો.

સિદ્ધાર્થની રિયાલિટી શોમાં સફર
2013માં સિદ્ધાર્થે 'ઝલક દિખલા જા'ની છઠ્ઠી સિઝનમાં પાર્ટસિપેન્ટ કર્યું હતું. 2015માં સિદ્ધાર્થે 'ઈન્ડિયા ગોટ ટેલેન્ટ 6'ને ભારતી સિંહની સાથે હોસ્ટ કર્યો.

2016માં 'ફિયર ફેક્ટરઃ ખતરો કે ખિલાડી 7'માં ભાગ લીધો અને વિનર બન્યો.

2019માં ટીવીના સૌથી મોટા રિયાલિટી શો 'બિગ બોસ 13'માં જોવા મળ્યો અને આ શોનો વિનર બન્યો.

મોટા પડદા પર સિદ્ધાર્થ
સિદ્ધાર્થે 2014માં ધર્મા પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ 'હમ્પટી શર્માની દુલ્હનિયા'થી બોલિવૂડમાં પોતાનું ડેબ્યુ કર્યું. 'ફિલ્મફેર'એ એ જ વર્ષે તેને 2014નો 'બેસ્ટ ડેબ્યૂ એક્ટર મેલ'નો અવોર્ડ મળ્યો હતો.

2016માં તેને ફિલ્મ 'બિઝનેસ ઈ ઋતુ બજાર'માં કામ કર્યું તે કઝાકસ્તાની ફિલ્મ હતી.

ડિજિટલ ડેબ્યૂ
2021માં તેને સિરીઝ 'બ્રોકન બટ બ્યુટીફૂલ 3' સિઝનથી પોતાનું ડિજિટલ ડેબ્યુ કર્યું.

અન્ય સમાચારો પણ છે...