તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Siddharth Shukla Had Offers Of Many Big Budget Films And Series, And There Was Talk Of Hosting A Reality Show.

સિદ્ધાર્થના અધૂરા પ્રોજેક્ટ:સિદ્ધાર્થ શુક્લાની પાસે ઘણા મોટા બજેટની ફિલ્મો અને સિરીઝની ઓફર હતી, રિયાલિટી શો હોસ્ટ કરવાની પણ ચર્ચા ચાલુ હતી

23 દિવસ પહેલા
  • MTVનો રિયાલિટી શો એસ ઓફ સ્પેસની ત્રીજી સિઝન હોસ્ટ કરવાનો હતો

બિગ બોસ 13 રિયાલિટી શોના વિજેતા બન્યા બાદ જ સિદ્ધાર્થ શુક્લાને ઘણા મોટા પ્રોજેક્ટ મળ્યા હતા. ભૂલા દૂંગા, શોના-શોના અને દિલ કો કરાર આયા ગીત બાદ સિદ્ધાર્થ લોકપ્રિય થઈ ગયો હતો ત્યારબાદ તેની ઘણી મોટી અપકમિંગ ફિલ્મો, સિરીઝ અને શોને લઈને ચર્ચા ચાલુ હતી, જો કે એક્ટરના નિધન બાદ હવે તેના ઘણા પ્રોજેક્ટ અધૂરા રહી ગયા છે. જાણો એક્ટરના અપકમિંગ પ્રોજેક્ટ ક્યા હતા-

MTVનો શો હોસ્ટ કરવાનો હતો સિદ્ધાર્થ
સિદ્ધાર્થ શુક્લા ટૂંક સમયમાં MTVનો રિયાલિટી શો એસ ઓફ સ્પેસની ત્રીજી સિઝન હોસ્ટ કરવાનો હતો. આ શોની છેલ્લી બે સિઝન વિકાસ ગુપ્તાએ હોસ્ટ કરી હતી. અગાઉ સિદ્ધાર્થ, સલમાન ખાનની ગેરહાજરીમાં બિગ બોસ 14નો એક વીકેન્ડ વોર એપિસોડ પણ હોસ્ટ કરી ચૂક્યો છે. આવી સ્થિતિમાં એક્ટરને ફરીથી હોસ્ટ કરવા માટે ફેન્સ ઘણા એક્સાઈટેડ હતા.

સિદ્ધાર્થની પાસે OTTની ઘણી ઓફર
સિદ્ધાર્થ શુક્લાએ તાજેતરમાં ડિઝ્ની+હોટસ્ટારની સિરીઝ સાઈન કરી હતી, જેમાં તેની સાથે મોનિકા ડોગરા અને પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના હતા. આ એક સ્પાઈ થ્રિલર સિરીઝ બનવા જઈ રહી હતી.

તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે સિદ્ધાર્થ શુક્લાએ ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ જેનિફર વિંગેટની સાથે સિરીઝ સાઈન કરી છે. આ પ્રોજેક્ટનું ઓફિશિયલ અનાઉસમેન્ટ હજુ સુધી કરવામાં આવ્યું નથી.

એવા પણ સમાચાર હતા કે સિડનાઝની જોડી ટૂંક સમયમાં રોમાન્ટિક ડ્રામા વેબ સિરીઝમાં સાથે જોવા મળવાની હતી. પ્રોડ્યુસર સૌરભ તિવારીના પ્રોડક્શન હાઉસ પરિન મલ્ટીમીડિયા આ સિરીઝની તૈયારી કરી રહ્યું હતું, જેમાં કુલ 10 એપિસોડ થવાના હતા.

સિદ્ધાર્થની સિરીઝ બ્રોકન બટ બ્યુટીફૂલ 3 આ વર્ષે રિલીઝ થઈ છે, જેમાં એક્ટરે અગસ્ત્ય રાવની ભૂમિકા ભજવી હતી. સમાચાર અનુસાર, ત્રીજી સિઝનની સફળતા બાદ મેકર્સ સિદ્ધાર્થ શુક્લાની સાથે ચોથી સિઝનની તૈયારી કરી રહ્યા હતા.

આદિપુરુષ ફિલ્મમાં જોવા મળવાનો હતો
છેલ્લા ઘણા મહિનાથી એવા સમચારા છે કે સિદ્ધાર્થ, ઓમ રાઉતની પેન ઈન્ડિયા ફિલ્મ આદિપુરુષમાં પણ જોવા મળશે, જેમાં પ્રભાસ, ક્રિતી સેનન અને સેફ અલી ખાન લીડ રોલમાં છે. શરૂઆતમાં સિદ્ધાર્થે આ સમાચારને અફવા હોવાનું જણાવ્યું હતું, જો કે સતત એવા સમાચાર મળી રહ્યા હતા કે તે આ ફિલ્મનો હિસ્સો છે.