તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસવીરોમાં એક્ટરનું જીવન:સિદ્ધાર્થ શુક્લાનું મમ્મી સાથે હતું ખાસ બોન્ડિંગ, બાળપણથી લઈ અત્યાર સુધીની ખાસ ક્ષણો

મુંબઈ15 દિવસ પહેલા
  • લોકો સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ શુક્લાની તુલના સુશાંત સિંહ રાજપૂત સાથે કરી રહ્યા છે
  • સિદ્ધાર્થના નિધનથી તેની માતાને મોટો ઝટકો લાગ્યો છે
  • સિદ્ધાર્થ શુક્લા પોતાની માતાનો એકનો અક દીકરો હતો

સિદ્ધાર્થ શુક્લા હવે માત્ર તસવીરોમાં જ હસતો જોવા મળશે. હાર્ટ અટેકના કારણે સિદ્ધાર્થનું નિધન થયું. પરંતુ પોતાની 40 વર્ષની ઉંમરમાં સિદ્ધાર્થે ન માત્ર ફિટ બોડી બનાવી હતી પરંતુ નામ અને લોકપ્રિયતા પણ મેળવી હતી. તેને ટેલિવિઝનનો શાહરૂખ ખાન કહેવામાં આવતો હતો. પરંતુ શું તમે જાણો છો કે તેને મોડલિંગમાં લાવનાર કોણ હતું, તેની માતા રિટા શુક્લા હતી. સિદ્ધાર્થના નિધનથી તેની માતાને મોટો ઝટકો લાગ્યો છે.

સિદ્ધાર્થના આકસ્મિક નિધનથી ફેન્સની સાથે તેના નજીકના અને પરિવારના લોકો પણ સ્તબ્ધ છે. સિદ્ધાર્થ ફેમિલી પર્સન હતો. તે પોતાની માતા અને બહેનોથી ઘણો નજીક હતો. સિદ્ધાર્થ શુક્લા પોતાની માતાનો એકનો અક દીકરો હતો. સિદ્ધાર્થ પોતાની માતાને જ હીરો માનતો હતો.

સિદ્ધાર્થનો જન્મ 12 ડિસેમ્બર 1980ના રોજ મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં કામ કરતા સિવિલ એન્જિનિયર અશોક શુક્લા અને રિટા શુક્લાના ઘરે થયો હતો. તેને બે મોટી બહેનો છે.

બાળપણથી સ્ટાઈલિશ હોવાને કારણે પાડોશી પણ સિદ્ધાર્થ વિશે વાતો કરતા હતા. એક દિવસ તેની માતાએ અખબારમાં મોડલિંગ કોમ્પિટિશન વિશે એડ જોઈ. તેમને સિદ્ધાર્થને તેમાં ભાગ લેવા માટે કહ્યું. સિદ્ધાર્થ આ સાંભળીને નર્વસ થઈ ગયો કેમ કે બધા ટીનેજરની જેમ તે માત્ર સ્કૂલમાં અથવા ઘરે કેવી રીતે સ્ટાઈલમાં રહેવું તેના વિશે જાણતો હતો. તેથી તેને લોકોની સાથે મોડલિંગ કરવાનું મુશ્કેલ લાગ્યું. તે પોર્ટફોલિયો વગર આ કોન્ટેસ્ટમાં ગયો અને તેનું ત્યાં સિલેક્શન થઈ ગયું.

સિદ્ધાર્થ શુક્લાના પિતાનું બાળપણમાં અવસાન થયું હતું, તેથી તે પોતાની માતાની વધુ નજીક હતો. તેને મુંબઈની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને રચના સાંસદ સ્કૂલ ઓફ ઈન્ટિરિયર ડિઝાઈનમાંથી ઈન્ટિરિયર ડિઝાઈનિંગમાં ગ્રેજ્યુએશન કર્યું હતું.

લોકો સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ શુક્લાની તુલના સુશાંત સિંહ રાજપૂત સાથે કરી રહ્યા છે. બંને બોલિવૂડના ઉભરતા સ્ટાર્સ માનવામાં આવતા હતા. બંને આઉટસાઈડર હતા, બંનેએ ટીવીથી કરિયર શરૂ કરી હતી. બંનેનું મૃત્યુ પણ શોકિંગ છે.

મોનાલિસા અને સિદ્ધાર્થ શુક્લા એક ડાન્સ વીડિયોમાં જોવા મળ્યા હતા. તેનું શૂટિંગ 2012 માં થયું હતું. સિદ્ધાર્થે રેશમ કા રૂમાલ સોન્ગમાં રાજસ્થાની ધોતી અને જેકેટ પહેર્યું હતું. સિદ્ધાર્થ અને મોનાલિસાએ 2 મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું હતું.

acknowledge.com રિપોર્ટના અનુસાર, સિદ્ધાર્થ શુક્લાની લગભગ 8.80 કરોડ રૂપિયા સંપત્તિ છે. તે દર મહિને 10 લાખ રૂપિયા કરતા વધારે કમાતો હતો. તેની પાસે હાર્લે ડેવિડસન બાઈક અને BMW X5 કાર હતી. બિગ બોસના ઘરે રહેવા માટે પ્રત્યેક એપિસોડ 9 લાખ રૂપિયા મળ્યા હતા.

સિદ્ધાર્થ બાળપણથી જ સ્ટાઈલિશ દેખાતો હતો પરંતુ તેને મોડલિંગ અથવા એક્ટિગમાં રસ નહોતો. સિદ્ધાર્થને હંમેશાં લાગતું હતું કે તે કોઈ નોકરી કરશે અથવા બિઝનેસ કરશે અને તેથી તેને હંમેશાં પોતાના અભ્યાસ પર ધ્યાન આપ્યું.

અન્ય સમાચારો પણ છે...