કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ પહેલાં બંનેના લગ્નની અનેકવાર તારીખો અને વેન્યુ વિશે ચર્ચા કરવામાં આવી છે. થોડા દિવસ પહેલાં સમાચાર મળી રહ્યા હતા કે, કિઆરા-સિદ્ધાર્થ રાજસ્થાનમાં લગ્ન કરશે અને બંનેના લગ્નની તારીખ પણ ફિક્સ કરી દેવામાં આવી હતી. પરંતુ આ વચ્ચે સિદ્ધાર્થનું રિએક્શન હાલ તો ચર્ચાનો વિષય બન્યું છે.
લગ્નની ચર્ચા વચ્ચે સિદ્ધાર્થે આપ્યું રિએક્શન
લગ્ન વિશે સિદ્ધાર્થ મલ્હોત્રાએ એક ઈન્ટરવ્યુમાં વાત કરી હતી. સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, મને લગ્નમાં કોઈએ આમંત્રણ આપ્યું નથી. જનતાએ પણ આમંત્રણ નથી આપ્યું. મેં બધી તારીખો અને અન્ય વિગતો વાંચી છે. હું આ તારીખે ચેક કરીશ કે હું લગ્ન કરું છું કે નહીં?' સિદ્ધાર્થે વધુમાં જણાવ્યું હતું કે, લોકો તેના અંગત જીવન વિશે અટકળો કરવાનું બંધ કરે અને તેની ફિલ્મો પર ધ્યાન આપે તો તેને તે ગમશે.
કિઆરા અડવાણી હાલમાં જ એક જાહેરાતમાં જોવા મળી હતી . જેમાં કિઆરા બ્રાઈડલ આઉટફિટમાં હોય ફેન્સને આ લૂક ખૂબ જ પસંદ આવ્યો હતો. જાહેરાત જોઈને ઘણા યુઝર્સે અનુમાન લગાવ્યું હતું કે, એક્ટ્રેસ પોતે પણ લગ્નની તૈયારી કરી રહી છે. જાહેરાતમાં કિઆરા અડવાણી એક નવી દુલ્હન તરીકે જોવા મળી રહી છે, જે નવા ઘરમાં જઈને પોતાની જૂની યાદો તાજી કરી રહી છે.
સિદ્ધાર્થ-કિઆરાનું વર્કફ્રન્ટ
સિદ્ધાર્થ તથા કિઆરાએ 'શેરશાહ'માં સાથે કામ કર્યું હતું અને અહીંથી બંને વચ્ચેના પ્રેમની શરૂઆત થઈ હતી. પરંતુ બંનેએ ક્યારે પણ તેના સંબંધોને ઓફિશીયલ કર્યા નથી. બંને લંચ ડેટ કે ડિનર ડેટ પર સ્પોટ થતા રહે છે.
થોડા સમય પહેલાં જ બ્રેકઅપની વાતો થઈ હતી
થોડા સમય પહેલાં બંને વચ્ચે બ્રેકઅપ થયું હોવાની વાતો ચર્ચાતી હતી. એક્ટ્રેસે સિદ્ધાર્થને 'ભુલભુલૈયા 2'ના પ્રીમિયર માટે ઇન્વાઇટ કર્યો હતો. સિદ્ધાર્થ જૂની વાતો ભૂલીને પ્રીમિયરમાં આવ્યો હતો અને બંને વચ્ચે સમાધાન થયું હતું. ત્યાર બાદથી સિદ્ધાર્થ તથા કિઆરા સાથે જોવા મળે છે.
કોણ છે સિદ્ધાર્થ મલ્હોત્રા?
સિદ્ધાર્થ મલ્હોત્રા દિલ્હીમાં પંજાબી હિંદુ પરિવારમાં જન્મ્યો છે. સિદ્ધાર્થના પિતા સુનીલ મર્ચન્ટ નેવીમાં ફોર્મર કેપ્ટન હતા અને માતા રિમ્મા હોમમેકર છે. સિદ્ધાર્થનો ભાઈ હર્ષદ મલ્હોત્રા બેંકર છે. 18 વર્ષની ઉંમરથી સિદ્ધાર્થે મોડલિંગની શરૂઆત કરી હતી. ચાર વર્ષ બાદ તેને મોડલિંગથી સંતોષ ના થતાં તેણે એ છોડી દીધું હતું. ત્યારબાદ 2009માં ટીવી સિરિયલ 'ધરતી કા વીર યૌદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ'માં જયચંદનો રોલ પ્લે કર્યો હતો. ત્યાર બાદ તેણે અનુભવ સિંહાની એક ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું, પરંતુ આ ફિલ્મ અભરાઈ પર ચઢાવી દેવામાં આવી હતી. 2010માં તેણે 'માય નેમ ઇઝ ખાન'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મ કરન જોહરે ડિરેક્ટ કરી હતી. 2012માં સિદ્ધાર્થે કરન જોહરના બેનર ધર્મા પ્રોડક્શનની ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર'થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન હતાં. સિદ્ધાર્થના સંબંધો આલિયા સાથે થોડો સમય રહ્યા હતા, પરંતુ પછી બંને અલગ થઈ ગયાં હતાં.
કોણ છે કિઆરા અડવાણી?
કિઆરા અડવાણીનું સાચું નામ આલિયા અડવાણી છે. તેના પિતા જગદીપ અડવાણી સિંધી છે અને બિઝનેસમેન છે. તેની માતા જીનીવીવ જાફરી છે. જીનીવીવ મુસ્લિમ માતા તથા ક્રિશ્ચિયન પિતાનું સંતાન છે. જીનીવીવ તથા સ્વ. અશોક કુમાર તથા સ્વ. સઈદ જાફરી સંબંધીઓ થતાં હતાં. કિઆરાએ 2014માં પહેલી ફિલ્મ 'ફુગલી' રિલીઝ થાય એ પહેલાં પોતાનું નામ બદલ્યું હતું. ફિલ્મ 'અંજાના અંજાની' (2010)માં પ્રિયંકા ચોપરાના પાત્રનું નામ કિઆરા હતું. સલમાન ખાને કિઆરાને નામ બદલવાની સલાહ આપી હતી, કારણ કે બોલિવૂડમાં આલિયા ભટ્ટ એક જાણીતી એક્ટ્રેસ હતી. સલમાનની સલાહ માનીને નામ ચેન્જ કર્યું હતું. કિઆરા તથા મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી એક જ સ્કૂલમાં સાથે ભણતાં હતાં અને બંને વચ્ચે ગાઢ મિત્રતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.