‘હવે હું એકલો નથી’:સોશિયલ મીડિયા પર સિડ-કિઆરાએ શેર કરી હલ્દી ફોટોઝ, સિદ્ધાર્થ પાસે સોલો ફોટો માગતા આપ્યો રમૂજી જવાબ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

7 ફેબ્રુઆરીનાં રોજ જેસલમેરમાં સાદગીપૂર્વક લગ્ન કરનાર નવપરણિત દંપતી કિઆરા અડવાણી અને સિધ્ધાર્થ મલ્હોત્રાએ આખરે તેમનાં હલ્દી સમારોહનાં ફોટોઝ શેર કર્યા છે અને ચાહકોને હોળીની શુભેચ્છાઓ આપી છે. આ દંપતી ધીમે-ધીમે તેમનાં જુદા-જુદા સમારોહનાં ફોટોઝ એક પછી એક શેર કરી રહ્યા છે. હલ્દીનાં ફોટોઝ જોઈને એવુ લાગે છે કે, આ દંપતી રંગબેરંગી ફોટોઝ શેર કરવા માટે હોળીની રાહ જોઈ રહ્યું હતું.

સોશિયલ મીડિયા પર શેર કર્યા ફોટોઝ
આ ફોટોઝને ખૂબ જ સુંદર કેપ્શન આપવામાં આવ્યું હતું. તેમાં લખ્યુ હતું કે, ‘મારી અને મારા પ્રેમ તરફથી તમને અને તમારા તમારા પ્રેમને હોળીની શુભકામનાઓ.’ આ ફોટોઝમાં કિઆરા અને સિદ્ધાર્થ ઓરેન્જ આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. કિઆરાએ નારંગી રંગનો કુર્તો પહેર્યો છે, જેમાં ડોકનાં ભાગ પર ગોલ્ડન એમ્બ્રોઇડરી છે, આ સિવાય ફ્લોરલ જ્વેલરી પણ પહેરી છે. સિદ્ધાર્થે બ્રાઇટ પિંક નેકલાઇન સાથે યલો-ઓરેન્જ કુર્તો પહેર્યો છે. પીળા ફૂલોથી ઘેરાયેલા લાલ સોફા પર બેસીને બંને એકબીજાને પ્રેમથી જોઈ રહ્યા છે. એક ફોટોમાં સિદ્ધાર્થ પોતાની મહેંદી દેખાડી રહ્યો છે - તેની હથેળી પર કિઆ શબ્દ લખેલો છે.

યૂઝર્સે ભરપૂર વખાણ કર્યા
આ ફોટોઝ જોઈને કપલનાં ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા હતા. અભિનેતા કૃષ્ણા અભિષેકે લખ્યું, ‘બેસ્ટ જોડી, લવ ટુ યુ.’ એક ચાહકે લખ્યું, ‘લગ્નને એક મહિનો થઈ ગયો છે. હેપ્પી 1 મન્થ ક્યુટીઝ, હંમેશા આ રીતે ખુશ રહો.’ એક ચાહકે મજાકમાં કહ્યું, ‘કબીર સિંહ તેના રસ્તામાં, તેણે વીડિયો પણ મૂક્યો છે.’ સિદ્ધાર્થ અને કિયારા શેરશાહના શૂટિંગ દરમિયાન એકબીજાનાં પ્રેમમાં પડ્યાં હતાં. છેવટે, તેઓએ 7 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં તેમના સંબંધો પર મહોર લગાવી દીધી હતી.

સિદ્ધાર્થે રમૂજી જવાબ આપ્યો
તાજેતરમાં જ પપ્સે સિદ્ધાર્થને મુંબઈમાં સ્પોટ કર્યો હતો. જ્યારે ફોટોગ્રાફર્સે તેની સોલો ફોટો માંગી હતી, ત્યારે સિદ્ધાર્થનો રમૂજી જવાબ હતો જે સાબિત કરે છે કે, તે એક ડોટિંગ હબી છે. ‘હવે હું એકલો નથી.’ સિદ્ધાર્થે મજાકમાં કહ્યું. સિદ્ધાર્થનાં આ જવાબથી ફોટોગ્રાફરો પણ હસી પડ્યા.