તુનિષાએ 24 ડિસેમ્બરના રોજ આત્મહત્યા કરી હતી, આ બાદ એંક ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. દરરોજ શિજાન અલગ- અલગ વાતો કહી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિજાને કોર્ટમાં પોતાના બચાવમાં કહ્યું છે કે જો તે મુસ્લિમ ન હોત તો કદાચ તે બચી ગયો હોત. તો બીજી તરફ શિજાને દાવો કર્યો છે કે, તેની ધરપકડ એટલા માટે કરવામાં આવી છે કારણ કે તે મુસ્લિમ ધર્મમાંથી આવે છે.
તો બીજી તરફ શિજાને જણાવ્યું હતું કે, તેને અને તેની બહેનને ઉર્દુ આવડતું નથી તો તુનિષાને ઉર્દૂ બોલતા કેવી રીતે શીખવી શકે. શિજાનના વકીલે કીધી છે કે, તુનિષા સાથેના બ્રેકઅપ બાદ પણ બંને વચ્ચેના સંબંધો સામાન્ય હતા, તેથી તુનિષાની આત્મહત્યા સાથે શિજાનને કોઈ લેવાદેવા નથી.
મુસ્લિમ હોવાને કારણે ધરપકડ કરવામાં આવી
જામીન અરજીની સુનાવણી દરમિયાન શિજાન તરફથી હાજર રહેલા શિજાનના વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, 'શિજાન અને તેની બહેન પોતે ઉર્દૂ નથી જાણતા, તેઓ તુનિષાને ઉર્દૂ કેવી રીતે શીખવી શકે. શિજાન પોતે દિગ્દર્શકોની કેટલીક પંક્તિઓ વાંચે છે.
તો બીજી તરફ હિજાબની વાત છે તો બંનેએ તેને એક સીન શૂટ દરમિયાન પહેર્યો હતો. આ કેસમાં લવ જેહાદનો એંગલ આપવામાં આવ્યો છે અને શિજાન મુસ્લિમ હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે.
21 થી 23 ડિસેમ્બર વચ્ચે તુનીષા અલીના સંપર્કમાં હતી
તો વધુમાં શિજાનના વકીલે કહ્યું હતું કે, તુનિષા આત્મહત્યા પહેલાં અલી નામના વ્યક્તિના સંપર્કમાં હતી.વકીલે કહ્યું હતું કે, 'તુનિષા અલીને ડેટિંગ એપ દ્વારા મળી હતી .તે 21 થી 23 ડિસેમ્બરની વચ્ચે અલીના સંપર્કમાં હતી.'તો જે દિવસે તુનિષા આત્મહત્યા કરી તે પહેલાં અલી સાથે લગભગ 15 મિનિટ સુધી વીડિયો પર વાત કરતી હતી. તેથી, તે શિજાન નહીં પરંતુ અલી હતો જે તુનિષાના સંપર્કમાં હતો.
જો જામીન મળશે તો શિજાન પુરાવા નષ્ટ કરશે
બીજી તરફ એક્ટ્રેસ પ્રત્યુષા બેનર્જી અને મોનિકા જાધવ કેસનો સંદર્ભ આપતા તુનિષાના વકીલે કહ્યું છે કે જ્યાં સુધી તપાસ અધિકારી ઇચ્છે ત્યાં સુધી આરોપીને જામીન આપી શકાય નહીં. તુનિષાના વકીલે જજની સામે કહ્યું છે કે જો શિજાનને જામીન મળે છે તો તે પુરાવા સાથે ચેડા કરી શકે છે. તો વધુમાં તુનિષાના વકીલે કહ્યું હતું કે, તેમની પાસે 21 એવા પુરાવા છે જે પરથી ખબર પડે છે કે, શિજાને તુનિષાનો ઉપયોગ કરીને આપઘાત માટે મજબુર કરી છે.
અલી અને તુનિષા ફક્ત મિત્રો જ હતો- તુનિષાની માતા
તુનિષાની માતા વનિતાએ બોમ્બે ટાઈમ્સ સાથે વાત કરતાં કહ્યું હતું કે, 'તુનિષાએ મને ફોન કર્યો અને કહ્યું કે તે જિમ ટ્રેનર અલીને મળી રહી છે. તે ત્રણ મહિના પહેલા તેનો જિમ ટ્રેનર હતો.મૃત્યુના ત્રણ દિવસ પહેલા તુનિષા અને અલી સાથે જમવા માટે બહાર ગયા હતા અને ચેટ પર પણ વાત કરતી હતી. તેઓ માત્ર મિત્રો હતા અને ડિસેમ્બરમાં ત્રણ વખત મળ્યા હતા. શું હવે અલીનો જ દોષ છે?'
તુનિષા બ્રેકઅપને કારણે માનસિક રીતે પડી ભાંગી હતી
વનીતાએ વધુમાં જણાવ્યું હતું કે, જો તે અલીને મળી હોય તો તેમાં મોટી વાત શું છે? તુનિષા તેના જૂના કો-એક્ટરને પણ મળી હતી અને અન્ય અભિનેતા દ્વારા ફેંકવામાં આવેલી પાર્ટીમાં હાજરી આપી હતી.
મને લાગે છે કે શિજાનના પરિવાર અને વકીલ પાસે વાસ્તવિક મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે આવા વાહિયાત આક્ષેપો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. બ્રેકઅપના કારણે જ તે પરેશાન હતી.
24 ડિસેમ્બરે આત્મહત્યા કરી હતી
20 વર્ષની તુનિષાએ 24 ડિસેમ્બરના રોજ સિરિયલ 'દાસ્તાને કાબુલ'ના સેટ પર આત્મહત્યા પોતાના કરિયરની શરૂઆત ટીવી શો ભારતના 'વીર પુત્ર-મહારાણા પ્રતાપ'થી કરી હતી. તે 'ચક્રવર્તી અશોક સમ્રાટ', 'ગબ્બર પુંછવાલા', 'શેર-એ-પંજાબ: મહારાણા રણજિત સિંહ', 'ઈન્ટરનેટ વાલા લવ' અને 'ઈશ્ક શુભાન અલ્લાહ' જેવી સિરિયલમાં પણ જોવા મળી હતી. તુનિષાએ કેટરીના કૈફની ફિલ્મ 'ફિતૂર'માં બાળપણની ભૂમિકા ભજવી છે. આ સિવાય તે 'અલીબાબા દાસ્તાને કાબુલ'માં રાજકુમારી મરિયમનો રોલ કરી રહી હતી. આ સિવાય તુનિષાએ બાળકલાકાર તરીકે 'બાર બાર દેખો', 'કહાની-2', 'દબંગ-3' જેવી ફિલ્મમાં પણ કામ કર્યું હતું.
તુનિષાએ નાની ઉંમરમાં ફિલ્મ તથા ટીવીમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. તુનિષાની નેટવર્થની વાત કરીએ તો તેની પાસે 15 કરોડની સંપત્તિ છે, જેમાં મુંબઈના ભાયંદરમાં પોતાનો ફ્લેટ પણ સામેલ છે. હવે આ ફ્લેટ તુનિષાની માતા વનીતાને મળશે. તુનિષા પાસે લક્ઝુરિયસ કાર પણ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.