તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડ્રીમ પ્રોજેક્ટ પૂરો થશે:જે ફિલ્મ 'પાની' સાથે સુશાંતને ખૂબ લાગણી હતી, હવે આવતા વર્ષે તેના પર ફરી કામ શરૂ કરશે શેખર કપૂર

4 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક

શેખર કપૂરે 6 ડિસેમ્બરે તેમનો 75મો જન્મદિવસ લંડનમાં તેમની આગામી ફિલ્મના સેટ પર મનાવ્યો છે. તે ફિલ્મમાં એકેડમી અવોર્ડ વિજેતા એમ્મા થોમ્પસન પણ એક્ટિંગ કરી રહી છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં શેખરે જણાવ્યું કે ઘણા સમયથી 'પાની' મારી અને હું 'પાની'ની રાહ જોઈ રહ્યા છીએ, માર્ચમાં કમબેક બાદ આને બનાવવામાં લાગી જઈશ.

માર્ચમાં શેખર ઇન્ડિયા પરત ફરશે
શેખરે કહ્યું, જન્મદિવસની શુભકામના આપવા માટે આભાર. હું લંડનમાં છું. મારી આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છું. આ યુનિવર્સલ સ્ટુડિયોઝની ફિલ્મ છે. સેટ પર છું. આ વખતનો બર્થડે તો વર્કિંગ છે. સેટ પર જ સેલિબ્રેટ કરી રહ્યો છું. આ પૂરું કરીને ભારત પરત ફરીને 'પાની' પર કામ કરવા લાગીશ. ઘણા સમયથી 'પાની' મારી અને હું 'પાની'ની રાહ જોઈ રહ્યા છીએ. હવે હીરો કોણ હશે, તે નથી વિચાર્યું. લંડનમાં માર્ચના પહેલા અઠવાડિયા સુધી તો છું.

વેબના સેન્સર પર કાર્યવાહી પોલિસી આવ્યા બાદ
શેખરે કહ્યું, રહ્યો સવાલ ડિજિટલ પ્લેટફોર્મને ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ મિનિસ્ટ્રી હેઠળ લાવવાની હજુ વાતો શરૂ થઇ છે. ડિજિટલ પ્લેટફોર્મ્સને કોઈ મંત્રાલય હેઠળ લાવવાના હતા. તેમને ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ મિનિસ્ટ્રી હેઠળ લાવવામાં આવ્યા. વેબ શોઝ વગેરે પણ સેન્સરના નિયમ શું અપ્લાય થશે, તે તો પોલિસી બન્યા બાદ સ્પષ્ટ થઇ શકશે. પોલિસી હજુ બનવાની બાકી છે.

ડિરેક્ટરનું કમબેક:શેખર કપૂર એક્ટર સુશાંત સિંહ રાજપૂતની સાથે 'પાની' ના બનાવી શક્યા, હવે 13 વર્ષ બાદ કમબેક કરશે

સુશાંતની એક્ટિંગ સ્ક્રિપ્ટ કે રિહર્સલ સુધી સીમિત નહોતી
થોડાં સમય પહેલાં શેખર કપૂરે 'પાની' પ્રોજેક્ટ પર વાત કરી હતી. શેખરે ઈન્સ્ટાગ્રામ પર મનોજ વાજપેયી સાથે સુશાંત અંગે વાત કરી હતી. શેખરે કહ્યું હતું કે સુશાંતના જીવનમાં ઘણાં જ અપ્સ એન્ડ ડાઉન્સ રહ્યા હતા. તે ઘણાં જ ઉત્સાહી હતાં કે તે સુશાંત સાથે કામ કરશે. સુશાંતની એક ખાસ વાત તેમણે નોટિસ કરી હતી. તેની એક્ટિંગ સ્ક્રિપ્ટ વાંચવા કે રિહર્સલ કરવા સુધી સીમિત નહોતી. તેની રૂચિ ઘણી દૂર સુધી હતી. તે જ્યારે પણ પ્રોજેક્ટ અંગે પ્રોડક્શન ડિઝાઈનર, DoP કે VFX ટીમને મળતા ત્યારે સુશાંત અચૂકથી હાજર રહેતો હતો.

સુશાંતના મૃત્યુ પર આ હતું શેખરનું રિએક્શન
સુશાંતની આત્મહત્યા પછી શેખરે એક ઈમોશનલ પોસ્ટ લખીને તેમનું દુઃખ જતાવતા કહ્યું હતું કે, હું જાણું છું કે તું ક્યા દુઃખમાંથી પસાર થઇ રહ્યો હતો. મને ખબર છે કે તે લોકોની સ્ટોરી, જેમણે તને એટલો નિરાશ કર્યો કે તું મારા ખભે માથું રાખીને રડતો હતો. કાશ છેલ્લા 6 મહિના દરમ્યાન હું તારી આસપાસ હોત. કાશ, તું મારા સુધી પહોંચી ગયો હોત. તારી સાથે જે થયું, તે તેમના કર્મોનું ફળ છે, તારા નહીં.

આ માટે સુશાંત સાથે 'પાની' ન બની શકી

  1. આદિત્ય ચોપરાની યશરાજ ફિલ્મ્સે સુશાંત સિંહ રાજપૂત સાથે ત્રણ ફિલ્મોનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. આ ફિલ્મો 'બ્યોમકેશ બખ્શી', 'શુદ્ધ દેશી રોમાન્સ' અને શેખર કપૂરની 'પાની' હતી. સાચી મુશ્કેલી શેખર કપૂરની ફિલ્મ પછી શરૂ થઇ.
  2. યશરાજે લેટ એક્ટર સુશાંત સાથે થયેલા જૂના કોન્ટ્રાક્ટની કોપી પોલીસને સોંપી હતી, આ કોપીમાં સુશાંત સાથે યશરાજની ત્રણ ફિલ્મોનો ઉલ્લેખ હતો, જેમાં બે ફિલ્મ બની ગઈ હતી. ત્રીજી ફિલ્મ 'પાની' હતી જે બંધ થઇ ગઈ હતી.
  3. શેખર કપૂર પહેલાં 'પાની'ને હોલિવૂડ માટે બનાવવા ઇચ્છતા હતા, પરંતુ પછી નક્કી થયું કે આને ભારત માટે બનાવવામાં આવે, પણ ફિલ્મનું બજેટ ઘણું વધતું ગયું તો યશરાજે હાથ ખેંચી લીધા. એવું જણાવવામાં આવે છે કે અહિયાંથી જ સુશાંત અને યશરાજ ફિલ્મ્સના સંબંધો વણસી ગયા અને પોલીસ પણ આ એન્ગલથી તપાસ કરી શકે છે.
  4. ઇન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા મુજબ 'પાની' ફિલ્મ માટે સુશાંતે ઘણી ફિલ્મો છોડી હતી, પણ જ્યારે આ ફિલ્મ ન બની તો બીજા બેનરની ફિલ્મો સુશાંતે કરવાની શરૂ કરી. 'પાની' ફિલ્મની સ્ટોરી ખુદ શેખર કપૂરે 15 વર્ષ પહેલાં લખી હતી અને આ 2040ની દુનિયાની છે જે પાણીની તંગી પર આધારિત ફિલ્મ હતી, પણ બની ન શકી. 2013માં આ પ્રોજેક્ટ અટકી ગયો આનાથી સુશાંત ઘણો ડિસ્ટર્બ હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો