તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Shehnaz Gill's Brother Shahbaz Shared An Emotional Post Remembering Siddharth Shukla And Said I Will Try To Be Like You

યાદોમાં સિદ્ધાર્થ:શેહનાઝ ગિલના ભાઈ શહબાઝે સિદ્ધાર્થ શુક્લાને યાદ કરતા ભાવુક પોસ્ટ શેર કરી, કહ્યું- તારા જેવો બનવાનો પ્રયાસ કરીશ

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શેહનાઝ ગિલના ભાઈ શહબાઝ પણ સોશિયલ મીડિયા પર ઈમોશનલ નોટ શેર કરી
  • લખ્યું- હું RIP નહીં કહું, કેમ કે તું હંમેશાં મારી સાથે છે

એક્ટર અને બિગ બોસ 13ના વિનર સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ નિધન થઈ ગયું. સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર શુક્રવારે (3 સપ્ટેમ્બર)ના રોજ સાંજે મુંબઈના ઓશિવારા સ્મશાન ઘાટ પર કરવામાં આવ્યા. જ્યાં સિદ્ધાર્થની માતા, બહેનો, શેહનાઝ ગિલ, શેહનાઝ ગિલનો ભાઈ શહભાઝ બદેશા અને ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ સહિત ઘણા ફેન્સ પણ સામેલ થયા હતા. તેના નિધનથી તેના ફેન્સને પણ આઘાત લાગ્યો છે. તેના ફેન્સ, ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ, ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ સોશિયલ મીડિયા પર તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. હવે તાજેતરમાં સિદ્ધાર્થના ખાસ મિત્ર શેહનાઝ ગિલના ભાઈ શહબાઝ પણ સોશિયલ મીડિયા પર તેના માટે ખાસ ઈમોશનલ નોટ શેર કરી છે.

શહબાઝ બદેશાએ સિદ્ધાર્થનો એક ફોટો શેર કરતા લખ્યું, મારા શેર. 'તું હંમેશાં અમારી સાથે છે અને હંમેશાં રહીશ. હું તારા જેવો બનવાનો પ્રયાસ કરીશ અને હવે આ મારું એક સપનુ છે. આ સપનુ જલ્દી સાકાર થશે. હું RIP નહીં કહું, કેમ કે તું હંમેશાં મારી સાથે છે. લવ યૂ.' શહબાઝની આ પોસ્ટ સિવાય સ્ટોરી પર સિદ્ધાર્થનો ફોટો શેર કરતા લખ્યું, 'શેર એક છે અને એક જ રહેશે.' તે સિવાય શહબાઝે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટના ડીપી પર સિદ્ધાર્થ શુક્લાનો ફોટો રાખ્યો છે.

બિગ બોસમાં શહબાઝની સિદ્ધાર્થી સાથે મિત્રતા થઈ હતી
સિદ્ધાર્થ શુક્લા અને શેહનાઝ ગિલ બિગ બોસ 13માં જોવા મળ્યા હતા. શોમાં ફેમિલી વીક દરમિયાન શહબાઝ બદેશા બિગ બોસના ઘરે આવ્યો હતો અને ત્યારે તેની મિત્રતા સિદ્ધાર્થની સાથે થઈ હતી. શો બાદ જ શહબાઝ અને સિદ્ધાર્થનું સારું બોન્ડિંગ થઈ ગયું હતું. તેમજ શોમાં સિદ્ધાર્થ અને શેહનાઝની જોડીને ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો અને તેને સિડનાઝ કહીને બોલવતા હતા. શો બાદ સિદ્ધાર્થ અને શેહનાઝ બંને હંમેશાં એક સાથે જોવા મળતા હતા. બિગ બોસ બાદ બંનેએ ઘણા પ્રોજેક્ટ્સમાં પણ સાથે કામ કર્યું હતું.