ટ્રિબ્યુટ:શેહબાઝે હાથ પર તેની બહેન શેહનાઝનું નામ અને સિદ્ધાર્થના ફેસનું ટેટૂ કરાવ્યું, પોસ્ટ શૅર કરી કહ્યું, ‘તું હંમેશાં યાદોમાં જીવતો રહીશ’

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શેહનાઝ ગિલના પિતા સંતોખ સિંહે પણ હાથ પર બે હાથ જોડેલો ફોટો અને સાથે દીકરીના નામનું ટેટૂ કરાવ્યું છે.
  • બિગ બોસ હાઉસમાં શેહબાઝની સિદ્ધાર્થ સાથે મિત્રતા થઈ હતી

‘બિગ બોસ વિનર 13’ સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ અટેકથી મૃત્યુ થતા તેણે 2 સપ્ટેમ્બરે દુનિયાને અલવિદા કહ્યું. એક્ટરની અણધારી વિદાયથી હજુ પણ તેના ફ્રેન્ડ્સ-ફેમિલી અને ચાહકો આઘાતમાં છે. સિદ્ધાર્થના મૃત્યુ પછી તેની ગર્લફ્રેન્ડ શેહનાઝ ગિલ સૂનમૂન થઇ ગઈ છે. શેહનાઝના ભાઈએ સિદ્ધાર્થને સ્પેશિયલ ટ્રિબ્યુટ આપવા માટે પોતાના હાથ પર એક્ટરના ફેસનું ટેટૂ કરાવ્યું.

સોશિયલ મીડિયા પર ટેટૂનો ફોટો પોસ્ટ કર્યો
શેહનાઝના ભાઈ શેહબાઝ બદેશાએ સોશિયલ મીડિયા પર ટેટૂનો ફોટો શેર કરીને લખ્યું કે, તું હંમેશાં મારામાં અને મારી મારી યાદોમાં જીવતો રહીશ. સિદ્ધાર્થ પ્રત્યેનો પ્રેમ જોઈને ઘણા યુઝર્સના આંખોમાં આંસુ આવી ગયા હતા. સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કારમાં ભાંગી પડેલી શેહનાઝને તેના ભાઈએ સાચવી હતી.

શેહનાઝ ગિલના ભાઈનું ટેટૂ
શેહનાઝ ગિલના ભાઈનું ટેટૂ

શેહબાઝે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટના ડીપી પર સિદ્ધાર્થ શુક્લાનો ફોટો રાખ્યો છે
શેહબાઝ બદેશાએ સિદ્ધાર્થનો એક ફોટો શેર કરતા લખ્યું, મારા શેર. 'તું હંમેશાં અમારી સાથે છે અને હંમેશાં રહીશ. હું તારા જેવો બનવાનો પ્રયાસ કરીશ અને હવે આ મારું એક સપનું છે. આ સપનું જલ્દી સાકાર થશે. હું RIP નહીં કહું, કેમ કે તું હંમેશાં મારી સાથે છે. લવ યુ.' શેહબાઝની આ પોસ્ટ સિવાય સ્ટોરી પર સિદ્ધાર્થનો ફોટો શેર કરતા લખ્યું, 'શેર એક છે અને એક જ રહેશે.' તે સિવાય શેહબાઝે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટના ડીપી પર સિદ્ધાર્થ શુક્લાનો ફોટો રાખ્યો છે.

શેહનાઝ ગિલના પિતાનું ટેટૂ
શેહનાઝ ગિલના પિતાનું ટેટૂ

શેહનાઝ ગિલના પિતા સંતોખ સિંહે પણ તેમના હાથ પર બે હાથ જોડેલો ફોટો અને સાથે દીકરીના નામનું ટેટૂ કરાવ્યું છે. પિતા સંતોખ સિંહ સુખ સાથે મીડિયાએ વાત કરી હતી. મીડિયા અહેવાલો પ્રમાણે અભિનેત્રીના પિતાનું કહેવું છે કે, ‘મારી દીકરીએ મને કહ્યું હતું કે, પપ્પા તેણે (સિદ્ધાર્થ શુક્લા) મારા ખોળામાં અંતિમ શ્વાસ લીધા હતા. હવે હું કેવી રીતે જીવીશ? મારા ખોળામાં તે દુનિયા છોડીને જતો રહ્યો.’

શેહનાઝ ગિલ ભાઈ સાથે
શેહનાઝ ગિલ ભાઈ સાથે

બિગ બોસમાં શેહબાઝની સિદ્ધાર્થ સાથે મિત્રતા થઈ હતી
સિદ્ધાર્થ શુક્લા અને શેહનાઝ ગિલ બિગ બોસ 13માં જોવા મળ્યા હતા. શોમાં ફેમિલી વીક દરમિયાન શેહબાઝ બદેશા બિગ બોસના ઘરે આવ્યો હતો અને ત્યારે તેની મિત્રતા સિદ્ધાર્થ સાથે થઈ હતી. શો બાદ જ શહબાઝ અને સિદ્ધાર્થનું સારું બોન્ડિંગ થઈ ગયું હતું. તેમજ શોમાં સિદ્ધાર્થ અને શેહનાઝની જોડીને ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો અને તેને ‘સિડનાઝ’ કહીને બોલવતા હતા. શો બાદ સિદ્ધાર્થ અને શેહનાઝ બંને હંમેશાં એક સાથે જોવા મળતા હતા. બિગ બોસ બાદ બંનેએ ઘણા પ્રોજેક્ટ્સમાં પણ સાથે કામ કર્યું હતું.

માત્ર 2 વર્ષ સંબંધો ટક્યા
​​​​​​​
ઉલ્લેખનીય છે કે 29 સપ્ટેમ્બર, 2019ના રોજ સિદ્ધાર્થ તથા શેહનાઝ ગિલે 'બિગ બોસ 13'માં એન્ટ્રી લીધી હતી. ઘરમાં બંનેની કેમિસ્ટ્રી ચાહકોને ઘણી જ પસંદ આવી હતી. 2 સપ્ટેમ્બર, 2021ના રોજ સિદ્ધાર્થનું 40 વર્ષની ઉંમરે આકસ્મિક અવસાન થયું હતું. આમ, શેહનાઝ તથા સિદ્ધાર્થ સપ્ટેમ્બર મહિનામાં મળ્યા અને આ જ મહિનામાં અલગ થઈ ગયા હતા. નોંધનીય છે કે શો પૂરો થયા બાદ પણ શેહનાઝ તથા સિદ્ધાર્થ અનેક જગ્યાએ સાથે જોવા મળતા હતા, જોકે બંનેમાંથી કોઈએ પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નહોતો.