તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શેફાલી શાહે મોં પર પોલિથિન બેગ વીંટીને સમજાવ્યું કે કોરોના વાઈરસ કેવી રીતે હુમલો કરે છે, બાદમાં કહ્યું- ડૂ નોટ ટ્રાય ધીસ એવર

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો ઉપરાંત દરેક કલાકાર પોતાની રીતે લોકોને કોરોના વાઈરસ પ્રત્યે જાગૃતિ ફેલાવી રહ્યા છે. દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત બાદ અભિનેત્રી શેફાલી શાહે  એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેને ચહેરો પોલિથિનથી ઢંકાયેલ છે અને તે લોકોને કોરોના વાઈરસના પ્રકોપ વિષે જણાવી રહી છે.

શેફાલી વીડિયોમાં કહી રહી છે કે, આ બરાબર એવું છે જેવું ક્વોરેન્ટાઇન ટાઇમમાં આપણે અનુભવીએ છીએ. હું સંમત છું, પરંતુ  કોરોના જ્યારે આપણા પર હુમલો કરે છે ત્યારે આપણા ફેફસાં પણ આવું જ મહેસૂસ કરે છે. તેથી આપણી પાસે કોઈ ઓપ્શન નથી, એટલા માટે તેની સાથે રહેવાનું શીખો. ઘરે જ રહો, અને  તમારા માટે, તમારા પરિવાર અને મિત્રોની સલામતી માટે આ બધું કરો.કારણ કે જો કોઈ પણ વ્યક્તિ બહાર જાય છે અને તેને લાવે છે, તો તે જંગલની આગની જેમ ફેલાશે, જે ફેલાયું છે. જો આ ચેતવણી પૂરતી નથી, તો પછી તમે કેવી રીતે સમજી શકશો તે હું જાણતી નથી. 

કેપ્શનમાં લખ્યું- આવું ક્યારેય ન કરો : શેફાલી શાહે પોતાના વીડિયોના કેપ્શનમાં મેસેજ લખ્યો છે કે- સાવધાનીનો સંદેશ, તેને ક્યારે પણ ટ્રાય ન કરો. નોંધપાત્ર વાત એ છે કે, 25 માર્ચ બપોર સુધી રાજ્ય સરકારની તરફથી જારી આંકડાના અનુસાર, સંક્રમિત લોકોની સંખ્યા બુધવારે 598 થઈ ગઈ છે, અત્યાર સુધી 11 લોકોના મોત નીપજ્યાં છે. જો કે, કેન્દ્ર સરકારે અત્યાર સુધી દેશમાં 562 પોઝિટિવ અને 512 એક્ટિવ કેસ હોવાની જાણકારી આપી છે. આજે સંક્રમણના 62 કેસ વધી ગયા છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો