રિયાને આવી સુશાંતની યાદ:બર્થ એનિવર્સરી પર શેર કરી તસવીર, તો કિઆરા- બોલી સુશાંતને અનિદ્રાની બીમારી હતી

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે એટલે કે 21 જાન્યુઆરીના દિવસે દિવગંત એકટર સુશાંત સિંહ રાજપૂતનો બર્થ ડે છે. આ ખાસ દિવસે સુશાંતની ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી રિયા ચક્રવર્તીએ સોશિયલ મીડિયામાં સુશાંત સાથે અમુક તસવીર શેર કરી છે.

રિયાએ આ ફોટા સાથે એક કેપ્શન પણ આપ્યું છે. કેપ્શનમાં તેણે ઇનફાઇનાઇટનું ઇમોજી અને તેની સાથે પ્લસ વન લખ્યું છે.

રિયાની આ કેપ્શનનો અર્થ થાય છે કે સુશાંત ભલે આજે આ દુનિયામાં ન હોય, પરંતુ તેનો આત્મા આજે પણ આપણા બધાની વચ્ચે છે.

જોકે સુશાંતના મૃત્યુ પછી સૌથી વધુ મુશ્કેલીનો સામનો રિયા ચક્રવર્તીને કરવો પડ્યો હતો. સુશાંતના પરિવારે રિયા પર સુશાંતને આર્થિક અને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. તો એકટ્રેસ કિઆરા અડવાણીએ એક ચેટ શોમાં કહ્યું હતું કે સુશાંત દિવસમાં ફ્કત બે કલાક જ સૂતો હતો. સુશાંતને અનિદ્રાની બીમારી હતી.

રિયાએ સુશાંત સાથે 2 તસવીર શેર કરી
રિયાએ સુશાંત સાથે બે ફોટા શેર કર્યા છે. પહેલા ફોટોમાં બંને કોફીના મગથી પોતાનો ચહેરો છુપાવતાં જોવા મળે છે, તો બીજી તસવીરમાં બંને ખુશખુશાલ જોવા મળે છે.

સુશાંતને ઊંઘ ન આવવાની સમસ્યા હતી
'એમએસ ધોની' ફિલ્મમાં સુશાંત સાથે જોવા મળેલી કિઆરા અડવાણીએ એક ચેટ શોમાં જણાવ્યું હતું કે સુશાંત આખા દિવસમાં માત્ર બે કલાક જ સૂતો હતો. તેને માત્ર બે કલાકની ઊંઘની જરૂર છે, તે આ કેવી રીતે મેનેજ કરે છે, એ જોઈને મને પણ આશ્ચર્ય થઇ જતું હતું. તો બીજા દિવસે પણ તે સંપૂર્ણ એનર્જી સાથે સેટ પર જોવા મળતો હતો. તે સેટ પર થાકતો પણ નહોતો.

કિઆરાએ વધુમાં જણાવ્યું હતું કે મને પણ લાગતું હતું કે સુશાંતને અનિદ્રાની બીમારી છે. તે મને કહેતો હતો કે માનવ શરીરને દિવસમાં ફ્કત બે કલાકની ઊંઘની જરૂર હોય છે. જ્યારે વ્યક્તિ આઠ કલાકની ઊંઘ લે છે ત્યારે તે વાસ્તવમાં માત્ર બે કલાક જ ઊંઘે છે, બાકીનો સમય તેનું મગજ જ સક્રિય રહે છે.

સુશાંત 14 જૂન, 2020ના રોજ તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળ્યો હતો
સુશાંત સિંહ રાજપૂત 14 જૂન, 2020ના રોજ બાંદ્રામાં તેના ઘરે રહસ્યમય રીતે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રથમ નજરે આ મામલો આત્મહત્યાનો હોવાની માહિતી મળી હતી. બાદમાં મીડિયા અને વિરોધ પક્ષોના દબાણને કારણે કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. સીબીઆઈના છેલ્લા રિપોર્ટમાં મૃત્યુનું સાચું કારણ આત્મહત્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું.

જ્યારે સીબીઆઈ આ ઘટનાની ઊંડાણથી તપાસ કરી રહી હતી ત્યારે એમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યો હતો. આ મામલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ તપાસ હાથ ધરી હતી. તપાસમાં ડ્રગ્સ સિન્ડિકેટની વાત પણ બહાર આવી હતી.

રિયાને જેલમાં જવું પડ્યું
સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ડ્રગ્સના આ કેસમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. રિયા પર ખુદ સુશાંતને ડ્રગ્સ લેવાનો અને ડ્રગ્સ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સિવાય સુશાંતના પરિવારજનોએ રિયા પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે, તે સુશાંતને માનસિક અને આર્થિક રીતે ટોર્ચર કરતી હતી, જેને કારણે રિયાને બે મહિના જેલમાં પણ રહેવું પડ્યું હતું.