બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવે પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર એક હ્રદયસ્પર્શી વિડિયો ક્લીપ શેર કરી છે. આ વીડિયો ક્લિપ તેમની આવનાર નવી ફિલ્મની છે કે, જે વર્ષ 2020માં દેશવ્યાપી લોકડાઉન દરમિયાન ગરીબોએ જે સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો તે દર્શાવે છે. ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું ટીઝર શેર કરતા, મુખ્ય અભિનેતા રાજકુમાર રાવે જણાવ્યું હતું કે, ‘એક કટોકટી કે, જેણે દેશ અને તેના લોકોની અંદર સરહદો ઉભી કરી હતી.’
‘હમારે સાથ અન્યાય હુઆ હે, રાસ્તા ભી હમ હી નિકાલેંગે’
આ ટીઝરમાં પરપ્રાંતિય કામદારોએ કેવી રીતે બસોમાં અને પગપાળા મુસાફરી કરીને તેમના ગામો સુધી પહોંચવા માટે મુસાફરી કરી હતી તેની ઝલક સાથે શરૂ થાય છે કારણ કે, સરકારે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાદ્યું હતું, જેણે તમામ ચાલુ બિન-આવશ્યક પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ વિરામ મૂક્યો હતો, ગરીબોની આજીવિકા છીનવી લીધી હતી. આ ક્લિપનાં બેકગ્રાઉન્ડમાં રાજકુમારનો અવાજ સંભળાય છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘હમ શહેર ગયે થે ક્યોકી યહા પે કોઈ ઈન્તેઝામ નહી થા, શહેર સે વાપિસ આયે ક્યોકી વહા પે કોઈ ઈન્તેઝામ નહી થા, ગરીબ આદમી કે લિયે કોઈ ઈન્તેઝામ નહી હુઆ. હમારે સાથ અન્યાય હુઆ હે, રાસ્તા ભી હમ હી નિકાલેંગે.’
તે પછી કૃતિકા કામરા ગ્રાઉન્ડ ઝીરો પર પત્રકાર તરીકે, આશુતોષ રાણા જીપમાં સવાર પોલીસ અધિકારી તરીકે, રાજકુમાર રાવ યુનિફોર્મમાં પોલીસ તરીકે અને બાઇક ચલાવતા હોય છે, જેમાં દિયા મિર્ઝાની વધુ ઝલક બ્રેકડાઉનના આરે, એક ચિંતિત ભૂમિ પેડનેકર મેડિકલ પ્રોફેશનલ તરીકે અને પંકજ કપૂરની ઝલક જોવા મળે છે. આ ટીઝરનાં અંતમાં રાજકુમારનો પગપાળા કોઈ પીછો કરતો હોય છે.
બ્લેક એન્ડ વ્હાઇટમાં ફિલ્મનું ડિરેક્શન કર્યું
ડિરેક્ટર અનુભવ સિન્હાએ ફિલ્મ ‘ભીડ’નું બ્લેક એન્ડ વ્હાઇટમાં ડિરેક્શન કર્યું છે કારણ કે, તેઓ દેશમાં રોગચાળાની આગેવાની હેઠળના લોકડાઉન અને 1947ના ભાગલા વચ્ચે સમાનતા દોરવા માંગતા હતા. અનુભવ સિંહાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આ વાર્તા એવા લોકોની છે કે, જેમના જીવન એક પળમાં બદલાઈ ગયા હતા અને જ્યારે દેશની અંદર સરહદો દોરવામાં આવી હતી. આ સમયે તેમના જીવનનાં રંગો જ ખોવાઈ ગયા હતા.’
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.