તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Sharad Kelkar Found It Difficult To Flirt With Manoj Bajpayee's On screen Wife, Actor Received Death Threats

'ધ ફેમિલી મેન':શરદ કેલકરને મનોજ બાજપેયીની ઓન સ્ક્રીન પત્ની સાથે ફ્લર્ટ કરવાનું ભારે પડ્યું, એક્ટરને જીવથી મારી નાખવાની ધમકી મળી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેબ સિરીઝમાં બોલિવૂડ એક્ટર શરદ કેલકરે અરવિંદ નામની ભૂમિકા નિભાવી હતી

'ધ ફેમિલી મેન' એમેઝોન પ્રાઈમ વીડિયોની હિટ વેબ સિરીઝમાંથી એક છે. આ સિરીઝમાં બોલિવૂડ એક્ટર શરદ કેલકરે અરવિંદ નામની ભૂમિકા નિભાવી હતી. સિરીઝમાં અરવિંદને સૂચિનો મિત્ર બતાવવામાં આવ્યો છે જે મનોજ બાજપેયી (ફેમિલી મેન)ની પત્ની છે. મેકર્સે થોડો સંકેત પણ આપ્યો છે કે અરવિંદ સુચિની સાથે રિલેશનશિપમાં છે.

શરદ કેલકરને ધમકીઓ મળી રહી છે
તાજેતરમાં સ્પોટબોયની સાથે વાતચીત દરમિયાન શરદ કેલકરે જણાવ્યું કે, ધ ફેમિલી મેનમાં તેની ભૂમિકાના કારણે તેણે જીવથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. એક્ટરે જણાવ્યું કે, મને આ પ્રકારના મેસેજ દરરોજ આવે છે. જેમ કે- શ્રીકાંત અને સુચિની વચ્ચે ન આવીશ. જાનથી મારી નાખીશું તને. મને આવી અનેક ધમકીઓ આપવામાં આવી રહી છે. તેથી હવે મને તેની આદત પડી ગઈ છે.

વેબ સિરીઝમાં કોણ કોણ છે
શરદે જણાવ્યું કે, ફેન્સના મનમાં આ શોને લઈને ઘણા પ્રકારની થિયરી છે. ધ ફેમિલી મેનની પહેલી સિઝન સુપરહિટ રહી હતી ત્યારબાદ મેકર્સ બીજી સિઝન લાવ્યા. સિરીઝમાં મનોજ બાજપેયી, સમન્તા અકિનાની, પ્રિયામણી, દર્શન કુમાર, આસિફ બસરા અને ગુલ પનાગ જેવા ઘણા કલાકારોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

અન્ય સમાચારો પણ છે...