બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર અને સાઉથ સિનેમાના ધમાકેદાર એક્ટર વિજય સેતુપતિની વેબસિરીઝ 'ફર્ઝી'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેના ડાયલોગ્સની પણ ચર્ચા શરૂ થઈ રહી છે. 'ફર્ઝીનું ટ્રેલર એક્શન દૃશ્યોથી ભરપૂર છે. બીજી તરફ, આ સિરીઝની બીજી ખાસ વાત એ છે કે પહેલીવાર શાહિદ કપૂર અને વિજય સેતુપતિ એકસાથે જોવા મળી રહ્યાં છે અને ડિજિટલ ડેબ્યુ કરી રહ્યા છે.
10 ફેબ્રુઆરીએ રિલીઝ થશે 'ફર્ઝી'
પ્રાઈમ વીડિયોએ 'ફર્ઝી'નું ટ્રેલર લોન્ચ કર્યું છે. સુપરસ્ટાર શાહિદ કપૂર અને 'મક્કલ સેલવાન' વિજય સેતુપતિ આ ક્રાઈમ ડ્રામા દ્વારા ડિજિટલ ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. શાહિદ અને વિજયની સાથે, કેકે મેનન, રાશિ ખન્ના, ભુવન અરોરા, ઝાકિર હુસૈન, ચિત્તરંજન ગિરી, જસવંત સિંહ દલાલ, અમોલ પાલેકર, કુબ્બ્રા સૈત અને રેજિના કસાન્ડ્રા પણ આ સિરીઝમાં જોવા મળશે.D2R ફિલ્મ્સ દ્વારા નિર્મિત અને રાજ અને ડીકે દ્વારા નિર્દેશિત, ફરઝી 10 ફેબ્રુઆરીએ એમેઝોન પ્રાઇમ વિડિયો પર પ્રીમિયર થશે. રાજ અને ડીકેની સાથે ફર્ઝીને સીતા આર મેનન અને સુમન કુમારે લખી છે.
આ પહેલાં આ ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં શાહિદ લાંબા વાળમાં જોવા મળે છે, જે હંમેશાં તેને ખૂબ જ સૂટ કરે છે. શાહિદ આ સિરીઝને લઈને ઘણા સમયથી ચર્ચામાં હતો. હવે આખરે તેણે આ ફિલ્મનું ટ્રેલર શેર કરીને ફેન્સને ખૂબ ખુશ કરી દીધા છે.
શાહિદ કપૂર અને વિજય સેતુપતિના ફેન્સ ઘણા ખુશ
શાહિદ કપૂર અને વિજય સેતુપતિના ફેન્સ ઘણા ખુશ છે. બંને પોતપોતાના રોલમાં ખૂબ જ જોરદાર એક્ટિંગ કરતા જોવા મળે છે. આ શોમાં શાહિદ કપૂર એક ઠગની ભૂમિકામાં છે.જ્યારે વિજય સેતુપતિ અધિકારીની ભૂમિકામાં છે. પ્રોમોમાં ઘણા સારા ડાયલોગ્સ પણ છે જે ફેન્સને પસંદ આવી રહ્યા છે. ઘણા લોકોએ તેના પર મીમ્સ બનાવવાનું પણ શરૂ કરી દીધું છે. એક ફેન્સે લખ્યું હતું કે, 'શાહિદ કપૂર અને વિજય સેતુપતિ બંને ફાયર છે. 'એકે લખ્યું છે, ટોલિવૂડ અને બોલિવૂડનું બેસ્ટ કોમ્બિનેશન.'
શાહિદ કપૂર વર્કફ્રન્ટ
વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહિદ કપૂર છેલ્લે ફિલ્મ 'જર્સી'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. હવે શાહિદ કપૂર 'બ્લડી ડેડી'માં જોવા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.