બોલિવૂડના મેગા સુપરસ્ટાર શાહરુખખાન આજકાલ તેની આગામી ફિલ્મ 'પઠાન'ને લઈને સતત ચર્ચામાં છે. આ વચ્ચે શાહરુખ ક્રિકેટના મેદાન પર પોતાનો ચાર્મ ફેલાવવા માટે ઈન્ટરનેશનલ લીગ T20 (ILT20)ના ઉદ્ઘાટન સમારોહમાં દુબઈ પહોંચ્યો હતો. જેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.
આ દરમિયાન શાહરૂખની સાથે 'પઠાન' ફિલ્મના ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદ, તેની પત્ની મમતા આનંદ અને કિંગ ખાનની મેનેજર પૂજા દદલાની પણ હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં શાહરૂખ મમતા આનંદની મદદ કરતો જોવા મળે છે. આ વીડિયોમાં શાહરૂખ 'પઠાન'ના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની પત્ની મમતા આનંદને કારમાંથી નીચે ઉતરતાની સાથે જ તેની હેન્ડબેગ સંભાળવામાં મદદ કરતો જોવા મળે છે. જેને જોયા બાદ ફેન્સ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, 'જેન્ટલમેન' જ્યારે બીજાએ તેને અસલી કિંગ ખાન કહ્યો હતો.
શાહરૂખ ILT 20માં ઝળક્યો
ILT20 ટૂર્નામેન્ટના ઉદઘાટન સમારોહમાં શાહરૂખ ખાનની હાજરીએ ચાર ચાંદ લગાવ્યા છે. દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં કિંગ ખાને પોતાની આગવી અંદાજમાં લોકોના દિલ જીતી લીધા હતા. આ પ્રસંગની શાહરૂખ ખાનની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યા છે. આટલું જ નહીં આ T20 ટૂર્નામેન્ટમાં શાહરૂખ ખાનની ક્રિકેટ ટીમ અબુ ધાબી નાઈટ રાઈડર્સ પણ હાજર છે.
લોકો આતુરતાપૂર્વક 'પઠાન'ની રાહ જોઈ રહ્યા છે હાલમાં જ 10 જાન્યુઆરીએ 'પઠાન' ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને જોયા બાદ ફેન્સ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ વિલનની ભૂમિકામાં જોવા મળશે, અને શાહરૂખ પઠાનની ભૂમિકામાં છે, જ્યારે દીપિકા પાદુકોણ પણ આ મિશનનો એક ભાગ છે. પઠાન ફિલ્મ 25 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.