• Gujarati News
  • Entertainment
  • Scattered Hair, Prone To Sweating; Standing In One Place For 3 And A Half Hours, Not Even Talking To Anyone

કોર્ટમાં સુનાવણી દરમિયાન આર્યનની હાલત:વિખરાયેલા વાળ, પરસેવાથી રેબઝેબ; સવા 3 કલાક સુધી એક જ જગ્યાએ ઊભો રહ્યો, કોઈની સાથે વાત પણ ન કરી

મુંબઈ11 દિવસ પહેલાલેખક: વિનોદ યાદવ
  • કૉપી લિંક
આર્યનની આ તસવીર કોર્ટના ચુકાદા બાદની છે. NCB ઓફિસ જતા સમયે આર્યન પરેશાન જોવા મળ્યો - Divya Bhaskar
આર્યનની આ તસવીર કોર્ટના ચુકાદા બાદની છે. NCB ઓફિસ જતા સમયે આર્યન પરેશાન જોવા મળ્યો

ક્રુઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં મુંબઈના કિલા કોર્ટમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન સહિત તમામ 8 આરોપીઓને 14 દિવસના જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. NCBએ સુનાવણી દરમિયાન તમામ આરોપીઓની 11 ઓક્ટોબર સુધી કસ્ટડી માગી હતી, પરંતુ કોર્ટે કસ્ટડી આપવાનો ઈનકાર કરી દીધો. હવે આર્યનની જામીન અરજી પર શુક્રવારે સવારે 11 વાગ્યે સુનાવણી થશે.

ગુરૂવારે સુનાવણી લગભગ 4 કલાક ચાલી. આ દરમિયાન આર્યન પરસેવાથી રેબઝેબ લગભગ સવા ત્રણ કલાક સુધી એક જ જગ્યાએ ઊભો રહ્યો. આ દરમિયાન તેના ચહેરા પર ઘણી જ ઉદાસિનતા જોવા મળતી હતી. આજનો દિવસ આર્યન માટે ઘણો જ મહત્વપૂર્ણ હતો, તેથી આ કેસની સુનાવણી દરમિયાન સેંકડોની સંખ્યામાં જૂનિયર અને સીનિયર વકીલ કોર્ટ નંબર 8માં હાજર રહ્યાં હતા. ભીડ એટલી હતી કે ત્યાં ઊભા રહેવાનું પણ મુશ્કેલ હતું.

પેન્ડામિક એક્ટ લાગુ હોવા છતાં કોર્ટમાં હાજર લોકોએ એકબીજાની સાથે અડી અડીને ઊભેલા જોવા મળ્યા. જો કે મોટાભાગના લોકોના મોઢા પર માસ્ક હતા, પરંતુ લગભગ 4 કલાક સુધી ચાલેલી આ સુનાવણીમાં કોર્ટ ખચાખચ ભરેલી રહી.

આર્યનની આ તસવીર તેને NCB ઓફિસથી કોર્ટરૂમ લઈ જતા સમયની છે. જેમાં આર્યને બ્લેક રંગની સ્વેટશર્ટ અને સફેદ રંગની ટોપી પહેરી હતી.
આર્યનની આ તસવીર તેને NCB ઓફિસથી કોર્ટરૂમ લઈ જતા સમયની છે. જેમાં આર્યને બ્લેક રંગની સ્વેટશર્ટ અને સફેદ રંગની ટોપી પહેરી હતી.

સુનાવણી પહેલાં આર્યને પોતાના વકીલ સાથે વાત કરી
બપોરે લગભગ 2.55 વાગ્યે આર્યન અન્ય આરોપીઓની સાથે કોર્ટ પરિસરમાં પહોંચ્યો અને 3.15ની આસપાસ NCBએ તેને એડિશન મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આર એમ નિરલેકરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. હાજર કરતા પહેલાં આર્યન લગભગ 45 મિનિટ સુધી એક ચેમ્બરમાં પણ રહ્યો. કોર્ટની સુનાવણી જેવી જ શરૂ થઈ આર્યનના વકીલ સતીશ માનશિંદેએ કોર્ટમાં પોતાના ક્લાયન્ટ સાથે વાત કરવાનો સમય માગ્યો. જેના પર મેજિસ્ટ્રેટે તેમને 2 મિનિટનો સમય આપ્યો. જે બાદ માનશિંદે આર્યનની સાથે કોર્ટની બહાર પહોંચ્યા અને બે મિનિટ સુધી આર્યનની સાથે વાત કરતા રહ્યાં.

ગરમી એટલી હતી કે આર્યનને પોતાની ટોપી ઉતારવી પડી
માનશિંદે પરત ફર્યા બાદ કોર્ટની સુનાવણી શરૂ થઈ અને આર્યન ખાન કોર્ટમાં હાજર અન્ય આરોપીઓની સાથે ઊભો રહી ગયો. આર્યને કાળા રંગનું સ્વેટશર્ટ અને સફેદ ટોપી પહેરી હતી. તેના ચહેરા પર કાળા રંગનું માસ્ક હતું. કોર્ટમાં ભીડ એટલી હતી કે જેનાથી કોર્ટમાં લાગેલા ત્રણ પંખા પણ ત્યાં ઉપસ્થિત લોકોને ગરમીમાંથી રાહત આપતા ન હતા. લગભગ એક કલાકની સુનાવણી પછી આર્યન પણ પરસેવાથી રેબઝેબ થઈ ગયો અને તેને પોતાની ટોપી કાઢવી પડી.

સુનાવણી દરમિયાન મોટી સંખ્યામાં લોકો કોર્ટની બહારે પણ જોવા મળ્યા
સુનાવણી દરમિયાન મોટી સંખ્યામાં લોકો કોર્ટની બહારે પણ જોવા મળ્યા

સવા 3 કલાક ઊભો રહ્યો આર્યન, પરસેવાથી રેબઝેબ હતો
ગરમીમાંથી રાહત મળે તે માટે તે વારંવાર ટોપીથી પોતાના ચહેરા પર હવા ફેંકી રહ્યો હતો. થોડી વાર પછી પરસેવાથી તરબતર થયા બાદ પોતાના હાથથી ચહેરો લુછતા નજરે પડ્યો. કોર્ટની આ સુનાવણી લગભગ 4 કલાક એટલે કે સાંજે 7 વાગ્યા સુધી ચાલી. સુનાવણી દરમિયાન આર્યન એક જ જગ્યાએ ઊભો રહ્યો. તેના ચહેરા પર થકાવટ અને ઉદાસિનતા સ્પષ્ટ જોવા મળતી હતી. સુનાવણી જેમ જેમ આગળ વધી રહી હતી આર્યન પરેશન થઈને ક્યારેક જજ સામે તો ક્યારેક પોતાના વકીલ અને તેમનાથી થોડે દૂર ઊભેલી શાહરુખની મેનેજરને જોતો હતો. આ ચાર કલાક દરમિયાન આર્યને કોઈની સાથે વાત ન કરી અને માત્ર આમતેમ જોતો હતો.

તમામ આરોપીઓની લગભગ આવી જ હાલત હતી
આર્યન જેવી જ સ્થિતિ લગભગ અન્ય 7 આરોપીઓની હતી. કોર્ટમાં હાજર મોડલ મુનમુન ધમેચાએ જેવો જ પોતાના વકીલ અલી કાશિફ ખાન દેશમુખની સાથે પોતાના ભાઈને જોયો તે બેચેન બની ગઈ. તેને પોતાના ભાઈની સામે જોયું અને તેના ભાઈએ હાથનો ઈશારો કરતા કહ્યું કે બધું જ ઠીક થઈ જશે. જે બાદ મુનમુન થોડી શાંત થઈ અને તે પણ આર્યન સહિત અન્ય આરોપીઓની સાથે ઊભી રહી ગઈ. કોર્ટની સુનાવણી દરમિયાન લગભગ તમામ આરોપી શાંત અને ગરમીથી પરેશાન જોવા મળ્યા. જો કે કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય આપ્યા બાદ તમામ ચહેરા પર તણાવ ઓછો થતો નજરે પડ્યો. કોર્ટના ચુકાદા બાદ કેટલાંક આરોપી અંદરોદર વાત કરતા પણ જોવા મળ્યા.

અન્ય સમાચારો પણ છે...