• Gujarati News
  • Entertainment
  • Sayantani Said That People Were Very Upset After The Death Of The Actress, It Was Thought That The Show Will Go Off Air Now.

તુનિષાના મોત બાદ કો-સ્ટારનું છલકાયું દુઃખ:સાયંતનીએ જણાવ્યું, એક્ટ્રેસના મોત બાદ લોકો બહુ જ અપસેટ થઈ ગયા હતા, લાગતું હતું કે હવે શો ઓફ એર થઈ જશે

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાબે સાયંતની ઘોષે, જમણે તુનિષા. - Divya Bhaskar
ડાબે સાયંતની ઘોષે, જમણે તુનિષા.

સોની સબ ટીવીની સિરિયલ ‘અલીબાબાઃ દાસ્તાન એ કાબુલ’ની લીડ એક્ટ્રેસ તુનિષા શર્માએ 24 ડિસેમ્બરે સેટ પર આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે તુનિષાના કથિત બોયફ્રેન્ડની ધરપકડ કરી છે. તો તુનિષાએ સેટ પર આત્મહત્યા કરતા સેટનો માહોલ ગમગીન થઇ ગયો હતો. આ બાદ શોનાં મેકર્સે થોડા દિવસ માટે સેટનું લોકેશન બદલી દીધું હતું. બાદ ફરીથી જુની જગ્યાએ પૂજા-પાઠ કરીને શૂટિંગ શરૂ કરી દીધું છે.

‘અલીબાબાઃ દાસ્તાન એ કાબુલ' સિરિયલમાં સિમસિમની ભૂમિકા ભજવનાર સાયંતની ઘોષે એક ઇન્ટરવ્યુમાં તુનિષાના મૃત્યુ પછી શું માહોલ હતો તે અંગે જણાવ્યું હતું. સાયંતનીએ જણાવ્યું હતું કે, સેટ પર તુનિષાના મોત બાદ લોકો બહુ જ ડરી ગયા હતા. આ સાથે જ ખુલાસો કર્યો હતો કે, નિર્માતાઓએ ક્રૂના ઇમોશનલ હેલ્થને ધ્યાનમાં રાખીને સમગ્ર ક્રૂ માટે થેરાપી સેશનની પણ ઓફર આપી હતી.

એકટ્રેસે સિદ્ધાર્થ કનમને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તુનિષાના નિધન બાદ પ્રોડ્યુસર ઘણા મુશ્કેલીમાં હતા, અમારા બધાની ઇમોશનલ અને મેન્ટલ હેલ્થ વિશે પણ વિચાર્યું હતું. તેણે વધુમાં જણાવ્યું હતું હતું કે 'સેટ પર જઇને કામ કરવું બિલકુલ સરળ નહોતું. પ્રોડ્યુસરે બધા લોકોને તેમની ઓફિસમાં બોલાવ્યા અને ટીમને પૂછ્યું હતું કે હવે તમને કેવો અનુભવ થઇ રહ્યો છે? આ સાથે જ અમને થેરાપી સેશનની પણ ઓફર કરી હતી. ખાસ કરીને જે સેટ પર બાળકો હતાં તે લોકોને થેરાપી સેશન આપવામાં આવ્યા હતા. શરૂઆતમાં તો સેટ પર બાળકોને પણ બોલાવાયાં નહોતાં, પરંતુ હવે શૂટિંગ ચાલી રહ્યું હોવાથી બાળકોને સેટ પર આવવું પડશે.'

મને લાગ્યું કે હવે શો ઓફ એર થઈ જશે
સાયંતનીએ વધુમાં જણાવ્યું હતું કે સૌથી પહેલા તો મનમાં એક જ વિચાર આવ્યો હતો કે, આ શો ઓફ એર થઈ જશે, પરંતુ આ એક ટીવી શો છે, જેમાં આખી ટીમ સામેલ છે. ઘણા લોકોની આવક અને બીજા શબ્દોમાં કહેવામાં આવે તો સંપૂર્ણ જીવન આ શો સાથે જોડાયેલું છે. આ સ્થિતિમાં આખી ટીમે એક મુશ્કેલ નિર્ણય લીધો હતો અને શોને આગળ વધારવાનું વિચાર્યું હતું.

કંઈક આવી હતી સાયંતનીની હાલત
સાયંતની તુનિષા શર્માની સૌથી ખાસ અને નજીકની મિત્ર પણ હતી. ઇન્ટરવ્યુ દરમિયાન એકટ્રેસે જણાવ્યું હતું કે, તુનિષાના ગયા બાદ સેટ પર પાછા ફરવું મારા માટે બિલકુલ સરળ નહોતું. તો 'આ ઘટના પછી હું સંપૂર્ણ ભાંગી પડી હતી. હું મારી જાતને ઇમોશનલી રીતે સંભાળી શકી નહી. મને લાગતું હતું કે મારા જીવવાનો હવે કોઇ મતલબ નથી. હું 5-6 દિવસ સુધી રડવા માંગતી હતી પરંતુ રડી શકી નહિ. માત્ર માનસિક જ નહીં પરંતુ શારીરિક રીતે પણ હું મારી જાતને શાંત કરી શકતી ન હતી. તો ઘણી રાત સુધી મને ઊંઘ પણ આવી ન હતી.'

તુનિષા લોકપ્રિય એક્ટ્રેસ હતી
20 વર્ષની તુનિષાએ પોતાના કરિયરની શરૂઆત ટીવી શો ભારતના 'વીર પુત્ર-મહારાણા પ્રતાપ'થી કરી હતી. તે 'ચક્રવર્તી અશોક સમ્રાટ', 'ગબ્બર પુંછવાલા', 'શેર-એ-પંજાબ: મહારાણા રણજિત સિંહ', 'ઈન્ટરનેટ વાલા લવ' અને 'ઈશ્ક શુભાન અલ્લાહ' જેવી સિરિયલમાં પણ જોવા મળી હતી. તુનિષાએ કેટરીના કૈફની ફિલ્મ 'ફિતૂર'માં બાળપણની ભૂમિકા ભજવી છે. આ સિવાય તે 'અલીબાબા દાસ્તાને કાબુલ'માં રાજકુમારી મરિયમનો રોલ કરી રહી હતી.

આ સિવાય તુનિષાએ બાળકલાકાર તરીકે 'બાર બાર દેખો', 'કહાની-2', 'દબંગ-3' જેવી ફિલ્મમાં પણ કામ કર્યું હતું. તુનિષાએ નાની ઉંમરમાં ફિલ્મ તથા ટીવીમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. તુનિષાની નેટવર્થની વાત કરીએ તો તેની પાસે 15 કરોડની સંપત્તિ છે, જેમાં મુંબઈના ભાયંદરમાં પોતાનો ફ્લેટ પણ સામેલ છે. હવે આ ફ્લેટ તુનિષાની માતા વનીતાને મળશે. તુનિષા પાસે લક્ઝુરિયસ કાર પણ હતી.