તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Samantha Akkineni Shares Family Pic From Rana Daggubati Miheeka Bajaj Roka: ‘Thank You For The Best News Of 2020’

ફેમિલી:સામાન્થા અક્કીનેનીએ રાણા અને મિહિકાની રોકા સેરેમનીનો ફોટો શેર કરી લખ્યું, 2020ના સૌથી બેસ્ટ સમાચાર આપવા બદલ આભાર

4 મહિનો પહેલા

‘બાહુબલી’ ફેમ રાણા દગ્ગુબાતીએ અને ડિઝાઈનર મિહિકા બજાજે તેમના સંબંધોને ઓફિશિયલ કરી દીધા છે. પરિવાર અને મિત્રોની હાજરીમાં હૈદરાબાદમાં રોકા ફંક્શન યોજાયું હતું. સામન્થા અક્કીનેની અને નાગા ચૈતન્ય પણ આ ફંક્શનમાં સામેલ હતા. સામન્થાએ રોકા સેરેમનીનો ફેમિલી ફોટો શેર કરી લખ્યું કે, રાણા અને મિહિકા 2020ના સૌથી સારા સમાચાર આપવા માટે આભાર.

નાગા ચૈતન્યની માતા રાણા દગ્ગુબાતીના ફૈબા છે. રાણાના પિતા અને પ્રોડ્યુસર સુરેશ બાબુએ ફંક્શન વિશે એવું જણાવ્યું હતું કે, અમારી વિધિ મુજબ આ એકદમ સગાઈની સેરેમની ન હતી પણ પ્રી-વેડિંગ સેરેમની હતી.

મિહિકા બજાજ હૈદરાબાદમાં જન્મી છે અને ત્યાં જ મોટી થઇ છે. તે Dew Drop Design Studio ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીની સ્થાપક છે. તેણે લંડનની યુનિવર્સિટીમાંથી ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું ભણ્યું છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો