• Gujarati News
  • Entertainment
  • Salman Khan's Hand Gets Bloody In 'Tiger 3' Shooting, Photo Of Injured Brother In Action Avatar Goes Viral

વાઈરલ:સલમાન ખાનનો હાથ 'ટાઈગર 3'ના શૂટિંગમાં લોહિયાળ બન્યો, એક્શન અવતારમાં ઘાયલ થયેલા ભાઈજાનનો ફોટો વાઈરલ થયો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોહીથી તરબતર ભાઈજાનના હાથની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ
  • ​​​​​​કેટરિના અને સલમાનની ફિલ્મ ટાઈગર 3નું શૂટિંગ દિલ્હીમાં થઈ રહ્યું છે

બોલિવુડ એક્ટર સલમાન ખાન અને કેટરિના કૈફ તેમની અપકમિંગ ફિલ્મ 'ટાઈગર-3' ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં કરી રહ્યા છે. આ ફિલ્મના સેટ પર સલમાન અને કેટરિનાના કેટલાક ફોટોઝ વાઈરલ થયા છે. ફોટોઝમાં ભાઈજાન ઘાયલ નજરે ચડી રહ્યો છે. લોહીથી તરબતર ભાઈજાનના હાથની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

ફિલ્મના સેટ પરથી ફોટો વાઈરલ થયો
​​​​​​​સલમાન અને કેટરિના વિદેશમાં શૂટિંગ કર્યા બાદ હવે ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં કરી રહ્યા છે. વાઈરલ થયેલા ફોટોઝમાં બંનેનો એક્શન અવતાર જોવા મળે છે. ફોટોઝમાં જોઈ શકાય છે કે સલમાન ખાનના હાથમાંથી લોહી વહી રહ્યું છે. ફોટોમાં કેટરિનાએ કોમ્બેટ વેસ્ટ અને જીન્સ પહેરેલું છે જ્યારે સલમાને ટ્રાઉઝર પહેર્યું છે.

સલમાન અને કેટની જોડીને જોવા માટે ફેન્સ ઘણા એક્સાઈટેડ છે. ફોટોઝ જોઈને ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે કે કેટરિના અને સલમાનની અન્ય ટાઈગર સિરીઝની જેમ આ ફિલ્મમાં પણ બંનેના હટ કે સ્ટન્ટ્સ જોવા મળશે.

સલમાન-કેટરિનાના અપકમિંગ પ્રોજેક્ટ્સ
'ટાઈગર-3'માં સલમાન-કેટ સિવાય ઈમરાન હાશમી પણ લીડ રોલમાં જોવા મળશે. આ મૂવીમાં ઈમરાન નેગેટિવ રોલમાં જોવા મળશે. ફિલ્મમાં સલમાન અને ઈમરાન પ્રથમ વખત સ્ક્રીન સ્પેસ શેર કરતા જોવા મળશે. ટાઈગર 3 સિવાય સલમાન, જેક્લીન ફર્નાન્ડિઝ સાથે 'કિક-2' અને પૂજા હેગડે સાથે 'કભી ઈદ કભી દિવાલી'માં પણ જોવા મળશે. કેટરિનાની અપકમિંગ ફિલ્મ 'ફોન ભૂત' અને 'મેરી ક્રિસમસ' રિલીઝ થશે.

અન્ય સમાચારો પણ છે...