તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Salman Khan And Disha Patani Starrer Radhe: Your Most Wanted Bhai Priced At Rs. 249 Pay Per View On ZEEPlex

રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ:સલમાનની ‘રાધે’ ઓનલાઈન કે ટીવી પર જોવા માટે 249 રૂપિયા ખર્ચવા પડશે, ઈદ પર થિયેટર્સમાં રિલીઝ થશે

5 મહિનો પહેલા
ફિલ્મનાં ડિરેક્ટર પ્રભુદેવા છે
  • ઝીપ્લેક્સના OTT પ્લેટફોર્મ ઝી5 અને ઝી સ્ટુડિયો પર યુઝર્સ ફિલ્મ ‘પે-પર-વ્યૂ’ સર્વિસ દ્વારા જોઈ શકશે
  • ફિલ્મ માટે ઝી પ્લેક્સ પર ટૂંક સમયમાં બુકિંગ શરુ કરવામાં આવશે

સલમાન ખાન અને દિશા પટની સ્ટારર ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ મલ્ટી-ફોર્મેટ રિલીઝ માટે એકદમ તૈયાર છે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મ 13 મેના રોજ ઈદના અવસરે થિયેટર્સ અને ઝીપ્લેક્સના દરેક પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ઝીપ્લેક્સના OTT પ્લેટફોર્મ ઝી5 અને ઝી સ્ટુડિયો પર યુઝર્સ રાધે ફિલ્મ પે-પર-વ્યૂ સર્વિસ દ્વારા જોઈ શકશે.

આનો અર્થ એ છે કે, યુઝર્સને OTT પ્લેટફોર્મ પર રાધે જોવા માટે રૂપિયા ચૂકવવા પડશે. પે-પર-વ્યૂ સર્વિસમાં મૂવી જોવા કંપનીએ 249 રૂપિયા નક્કી કરી છે. યુઝર્સ આટલા રૂપિયા ચૂકવી સરળતાથી ફિલ્મની મજા લઇ શકે છે. ફિલ્મ 40થી વધારે દેશના થિયેટર્સમાં પણ રિલીઝ થશે.

લીડિંગ DTH ઓપરેટર્સ પર પણ ફિલ્મ જોઈ શકાય છે
ફિલ્મ પે-પર-વ્યૂ સર્વિસ હેઠળ દરેક લીડિંગ DTH ઓપરેટર્સ પર જોઈ શકાય છે. તેમાં ડિશ ટીવી, D2H, ટાટા સ્કાય અને એરટેલ ડિજિટલ ટીવી જેવા ઓપરેટર્સ સામલે છે. આ દરેક ચેનલ પર યુઝર્સ પૈસા ખર્ચીને રાધે જોઈ શકે છે. ફિલ્મ માટે ઝીપ્લેક્સ પર ટૂંક સમયમાં બુકિંગ શરુ કરવામાં આવશે. તેના હેઠળ યુઝર્સ ઘરે બેસીને જ સરળતાથી ફેમિલી સાથે ફિલ્મ જોઈ શકશે.

સોમવારે સલમાન ખાન અને દિશા પટની સ્ટારર ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’નું ફર્સ્ટ સોંગ ‘સીટી માર’ રિલીઝ થઇ ગયું હતું. મોસ્ટ અવેઈટેડ ફિલ્મના મેકર્સે અને સલમાન ખાને તેના ચાહકો માટે સોશિયલ મડિયા પર સોંગ શેર કર્યું હતું. આ ફિલ્મમાં સલમાન અને દિશાની કેમેસ્ટ્રી અને ક્રેઝી મૂવ્ઝ જોવાલાયક છે.

અલ્લુ અર્જુનના ‘ડીજે’ના ઓરિજીનલ સોંગની હિન્દી રીમેક સીટી માર
‘સીટી માર’ સોંગ દેવી શ્રી પ્રસાદે કમ્પોઝ કર્યું છે, જ્યારે શબ્બીર અહમદ તેના લિરિસિસ્ટ છે. આ સોંગ ફેન્સને ઘણું ગમી રહ્યું છે. રિલીઝ થતાની સાથે જ યુટ્યુબ પર લાખો વ્યૂઝ મળી ગયા છે. આ સોંગ અલ્લુ અર્જુન અને પૂજા હેગડેની તેલુગુ ફિલ્મ ડીજેનું ઓરિજીનલ સોંગ સીટી મારની હિન્દી રીમેક છે. સોશિયલ મીડિયા યુઝર્સે ઓરિજીનલ અને રીમેક એમ બંને સોંગની સરખામણી કરી હતી.

ટ્રેલર આવી ગયું છે
સલમાન ખાન સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’નું ટ્રેલર ગુરુવારે રિલીઝ થઇ ગયું હતું . એક્શનની ભરપૂર આ ફિલ્મ દ્વારા સલમાન ખાન એક્ટર તરીકે આશરે દોઢ વર્ષ પછી પડદા પર કમબેક કરી રહ્યો છે. છેલ્લે, તે દબંગ 3માં દેખાયો હતો.

ફિલ્મ 40 ઓવરસીઝ દેશમાં થિયેટર્સમાં પણ રિલીઝ કરવામાં આવશે
ઓવરસીઝ દેશોમાં મિડલ ઇસ્ટ, નોર્થ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, સિંગાપોર, યુરોપ ટેરેટરી સામેલ છે. ઇંગ્લેન્ડમાં ગયા વર્ષથી લઈને આ વર્ષે લોકડાઉન પછીની આ પ્રથમ ફિલ્મ થિયેટર્સમાં દેખાશે.

ફિલ્મની કાસ્ટ
સલમાન ખાનની સાથે દિશા પટની લીડ રોલમાં છે. ફિલ્મમાં જેકી શ્રોફ, ઝરીના વહાબ અને રણદીપ હુડ્ડા પણ લીડ રોલમાં દેખાશે. ‘રાધે’ સલમાન ખાન, સોહેલ ખાન અને અતુલ અગ્નિહોત્રીના બેનર સલમાન ખાન ફિલ્મ્સ, સોહેલ ખાન પ્રોડક્શન્સ અને રીલ લાઈફ પ્રોડક્શન હેઠળ કો-પ્રોડ્યુસ કરી છે.

અન્ય સમાચારો પણ છે...