તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુડ ન્યૂઝ:સાયરા બાનો ICUમાંથી બહાર, ડૉક્ટરે સ્પષ્ટતા કરતા કહ્યું- તેઓ ડિપ્રેશનમાં નથી અને તેમની તબિયત પહેલા કરતા સારી છે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડૉક્ટર નીતિન ગોખલેએ કહ્યું કે, ‘સાયરાજી ડિપ્રેશનથી પીડિત નથી અને તેમણે એન્જીયોગ્રાફી કરાવવાની ના નથી પાડી.’

સાયરા બાનોની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર કરી રહેલા ડૉક્ટર નિતીન ગોખલેએ એક ઈન્ટરવ્યુમાં વાતચીત દરમિયાન તેમના વર્તમાન સ્વાસ્થ્યની સ્થિતિ વિશે જણાવ્યું અને કહ્યું કે તેઓ હવે સ્વસ્થ છે. હકીકતમાં ઈન્ટરનેટ પર કેટકાલ રિપોર્ટ્સ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સાયરા બાનો હિન્દુજાના ડૉક્ટર્સને પોતાની એન્જીયોગ્રાફી ન કરવા દીધી (કારણ કે તેમનું વેન્ટ્રિક્યુલર ફેલ થઈ ગયું છે) અને તેઓ ડિપ્રેશનનો સામનો કરી રહ્યા છે.

હવે ખાનગી સમાચારના અહેવાલ મુજબ આ સમાચાર ખોટા છે. સાયરાની સારવાર કરી રહેલા ડૉક્ટર નીતિન ગોખલેએ કહ્યું કે, ‘સાયરાજી ડિપ્રેશનથી પીડિત નથી અને તેમણે એન્જીયોગ્રાફી કરાવવાની ના નથી પાડી.’

સાયરા બાનોએ એન્જીયોગ્રાફી કરવાની ના નથી પાડી
હવે ખાનગી સમાચારના અહેવાલ મુજબ આ સમાચાર ખોટા છે. સાયરાની સારવાર કરી રહેલા ડૉક્ટર નીતિન ગોખલેએ કહ્યું કે, ‘સાયરાજી ડિપ્રેશનથી પીડિત નથી અને તેમણે એન્જીયોગ્રાફી કરાવવાની ના નથી પાડી.’ ડૉ. ગોખલે આગળ જણાવે છે કે, તેમની એન્જીયોગ્રાફી થોડા દિવસો પછી કરવામાં આવશે કારણ કે પહેલા અમારે તેમનું ડાયાબિટીસ કંટ્રોલ કરવું પડશે. તેથી તેમના ના કહેવાનો કોઈ પ્રશ્ન નથી.

ICUમાંથી સાયરા બાનો બહાર
ડૉ. ગોખલેએ ખુલાસો કર્યો કે સાયરા બાનો હવે ICUની બહાર છે. આ વિશે ડૉ. જણાવે છે કે, તેઓ એક રૂમમાં છે. તેઓ પહેલા કરતા સ્વસ્થ છે.

સાયરા અને દિલીપની જોડી
સાયરા બાનોએ 1961ની ફિલ્મ 'જંગલી'માં શમ્મી કપૂરની સાથે પોતાના કરિયરની શરૂઆત કરી અને 'બ્લફ માસ્ટર', 'ઝુક ગયા આસમાન',' આઈ મિલન કી બેલા', 'પ્યાર મોહબ્બત','વિક્ટોરિયા નંબર 203', 'આદમ ઔર ઈંસાન', જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. સાયરા-દિલીપની જોડીએ 'સગીના' અને 'ગોપી' સહિત ઘણી ફિલ્મોમાં એક સાથે કામ કર્યું અને 1966માં બંનેએ લગ્ન કર્યા હતા. દિલીપ કુમારનું લાંબી બીમારી બાદ 7 જુલાઈના રોજ 98 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું.