તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Russia Announces Lead Role And Director For 'The Challenge', Which Will Be Shot In Space For The First Time In History, Shooting Will Begin In October

ફર્સ્ટ ટાઈમ ઈન હિસ્ટ્રી:ઈતિહાસમાં પ્રથમ વખત સ્પેસમાં શૂટ થનારી 'The Challenge' ફિલ્મ માટે રશિયાએ લીડ રોલ અને ડિરેક્ટરના નામ જાહેર કર્યા, ઓક્ટોબરથી ફિલ્મના શૂટિંગનું શ્રીગણેશ થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ફિલ્મમાં 35 વર્ષીય યુલિયા પ્રેસિલ્ડ એક્ટ્રેસના રોલમાં જોવા મળશે તો 37 વર્ષીય કિલ્મ શિપેન્કો તેને ડાયરેક્ટ કરશે
  • બંને સેલેબ્સને પૃથ્વીથી 408 કિલોમીટર દૂર ISS (ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન) પર મોકલવામાં આવશે
  • 1 જૂનથી તેમને ટ્રેનિંગ આપવામાં આવશે

રશિયાની ફિલ્મ ઈન્ડસ્ટ્રી પ્રો થઈને હવે સાચુકલા સ્પેસમાં મૂવી બનાવવા જઈ રહી છે. ઈતિહાસમાં પ્રથમ વખત સ્પેસમાં બનવા જઈ રહેલી મૂવીના એક્ટર અને ડિરેક્ટરના નામ જાહેર થયા છે. સ્પેસમાં બનનારી આ ફિલ્મમાં 35 વર્ષીય યુલિયા પ્રેસિલ્ડ લીડ રોલમાં જોવા મળશે. તો 37 વર્ષીય કિલ્મ શિપેન્કો તેને ડિરેક્ટ કરશે. આ બંને સેલેબ્સ રશિયામાં ફેમસ છે. તેમને પૃથ્વીથી 408 કિલોમીટર દૂર ISS (ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન) પર મોકલવામાં આવશે. તેમની પસંદગી કાયદેસરની રિક્રુટમેન્ટ ડ્રાઈવનાં માધ્યમથી થઈ છે. રશિયાની સ્પેસ એજન્સી રોસકોસ્મોસે સ્પેસમાં શૂટિંગ થનારી ફિલ્મ માટે નવેમ્બરમાં ઓપન કોમ્પિટિશનની જાહેરાત કરી હતી.

અંતરિક્ષમાં બનનારી ફિલ્મનો ક્રૂ 5 ઓક્ટોબર, 2021થી તેમનાં શ્રીગણેશ કરશે. આ સમય ગાળામાં ક્રૂ ટોમ ક્રુસ અને ડૉન્ગ લિમેન ડિરેક્ટરને પણ મળશે. ટોમ અને ડૉન્ગ પણ ઓક્ટોબર મહિનામાં મૂવીના શૂટિંગ માટે ISS પર જવાના છે.

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફિલ્મનું શૂટિંગ થશે
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફિલ્મનું શૂટિંગ થશે

મેમ્બર્સને ટફ ટ્રેનિંગ અપાશે
યુલિયા અને કિલ્મને સ્પેસમાં જવા માટે પહેલાં ટ્રેનિંગ આપવામાં આવશે. તેમના સેન્ટ્રિફ્યુજ ટેસ્ટ કરવામાં આવશે અને ઝીરો ગ્રેવિટીની ટ્રેનિંગ અપાશે. આ ટફ ટ્રેનિંગ 1 જૂનથી શરૂ થશે. આ ફિલ્મને રશિયાની સ્પેસ એનજન્સીના ડિરેક્ટર જનરલ દેમિત્રી રોગોઝિન કો પ્રોડ્યુસ કરશે.

યુલિયા પ્રેસિલ્ડ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે
યુલિયા પ્રેસિલ્ડ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે

યુલિયા રશિયન ટીવી સિરીઝમાં ઘણી પોપ્યુલર છે. તેણે અઢળક દેશભક્તિની ફિલ્મ કરી છે. તો ડિરેક્ટર શિપેન્કો સ્પેસ ઓરિઅન્ટેડ ફિલ્મ્સ બનાવવા માટે ફેમસ છે. તેણે તાજેતરમાં જ 'Salyut 7' નામની મૂવી ડિરેક્ટ કરી છે.

કિલ્મ શિપેન્કો સ્પેસમાં શૂટ થનારી ફિલ્મને ડિરેક્ટ કરશે
કિલ્મ શિપેન્કો સ્પેસમાં શૂટ થનારી ફિલ્મને ડિરેક્ટ કરશે

સ્પેસ એજન્સી આ પ્રકારના સ્ટાર્સની શોધમાં હતી
રશિયાની સ્પેસ એજન્સીએ નવેમ્બર 2020માં જણાવ્યું હતું કે તે રિયલ સુપરહીરોની શોધમાં છે જે રિયલ સ્ટાર્સ પાસે જઈ શકે. આ ફિલ્મ માટે એજન્સીને એવી હિરોઈનની શોધ હતી જેની ઉંમર 25થી 40 વર્ષની હોય, જે રશિયાની નાગરિક હોય. તેનું વજન 50થી 70 કિલોગ્રામની વચ્ચે હોય. તે સાડા 3 મિનિટ કે તેથી ઓછા સમયમાં 1 કિલોમીટર દોડી શકતી હોય. 20 મિનિટમાં ફ્રી સ્ટાઈલમાં 800 મીટર સ્વીમ કરી શકતી હોય સાથે જ જે 3 મીટર સ્પ્રિંગબોર્ડ પરથી ઈમ્પ્રેસિવ ટેક્નિકથી ડાઈવ કરી શકતી હોય.

The Challenge
પ્રથમ વખત સ્પેસમાં શૂટ થનારી મૂવીનું નામ Vyzov (The Challenge) છે. આ ફિલ્મમાં એક સર્જનની સ્ટોરી છે જે બીમાર અંતરિક્ષ યાત્રીને ઓપરેટ કરે છે. જેને કારણે તેને પૃથ્વી પર પાછા જઈ સારવાર કરાવવાથી બચાવી શકાય છે.