'નાટૂ નાટૂ' સોંગને ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ:'બેસ્ટ ઓરિજિનલ સોંગ'ની ટ્રોફી લેતા સમયે કમ્પોઝર એમ એમ કીરવાની ભાવુક થયા, વિનિંગ સ્પીચ વાઇરલ

એક મહિનો પહેલા

એસએસ રાજામૌલીની ફિલ્મ RRRની સફળતાના મુગટમાં વધુ એક સિદ્ધિનું પિચ્છ ઉમેરાયું છે. RRRના ગીત નાટૂ-નાટૂને ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સમાં શ્રેષ્ઠ ઓરિજિનલ સોન્ગનો ખિતાબ મળ્યો છે. RRR ઓસ્કાર માટે નોમિનેટ થઈ ચૂકી છે. RRR ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સમાં શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ શ્રેણીમાં પણ નામાંકિત છે. અમેરિકાના બેવર્લી હિલ્સ ખાતે આયોજિત અવૉર્ડ સમારોહમાં RRR કલાકારો જુનિયર એનટીઆર અને રામચરણ સાથે ડિરેક્ટર રાજામૌલી પણ હાજર રહ્યા હતા. 'ગોલ્ડન ગ્લોબ' અવૉર્ડ્સમાં 'નાટૂ નાટૂ' (નાચો નાચો..) સોંગ માટે બેસ્ટ ઓરિજિનલ સોંગનો અવૉર્ડ કમ્પોઝર એમ એમ કીરવાનીને મળ્યો હતો. તેમના માટે આ ગર્વની ક્ષણ હતી. અવૉર્ડ મળવાની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી. તેમની આંખમાંથી ખુશીના આંસુ છલકી પડ્યા હતા.

વિનિંગ સ્પીચ વાઇરલ
અવૉર્ડ લેતા સમયે તેમણે કહ્યું હતું, 'આ પ્રેસ્ટીજિયસ અવૉર્ડ માટે HFPAનો ઘણો જ આભાર. આ ક્ષણે હું ઘણો જ ખુશ છું. આ અવૉર્ડ હું મારી પત્ની સાથે શૅર કરવા ઘણો જ ઉત્સુક છું. તે અહીંયા સામે જ બેઠી છે. વર્ષોથી એમ કહેવાની પ્રથા છે કે અવૉર્ડ જીત્યા બાદ ક્રેડિટ બીજાને આપવામાં આવે છે, પરંતુ હું વિચારતો હતો કે જ્યારે મને અવૉર્ડ મળશે ત્યારે હું આ શબ્દો કહીશ નહીં, પરંતુ માફ કરજો હું પણ તે જ પરંપરાનું પુનરાવર્તન કરવા જઈ રહ્યો છું. આ અવૉર્ડની ક્રૅડિટ સૌ પહેલાં મારા ભાઈ અને ફિલ્મના ડિરેક્ટર એસ એસ રાજમૌલિને તથા તેમના વિઝનને આપું છું. મારા કામ પર સતત વિશ્વાસ કરવા બદલ હું તેમનો આભાર માનું છું. આ ઉપરાંત આ ગીત સાથે જોડાયેલા તમામ લોકોનો આભારી છું.

આ કેટેગરીમાં 'નાટૂ નાટૂ' સોંગની સાથે ટેલર સ્વિફ્ટનું સોંગ 'કેરોલીના', ટોરોસ પીનોચીઓનું 'સીઆઓ પાપા', ફિલ્મ 'ટોપ ગનઃ મેવરિક'નું ગીત 'હોલ્ડ માય હેન્ડ' લેડી ગાગાનું 'બ્લડપોપ' તથા બેન્જામિન રાઇસનું ગીત 'લિફ્ટ મી અપ' નોમિનેટ હતા. આ તમામને પછાડીને 'નાટૂ નાટૂ..' સોંગ વિનર બન્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'આ એક ઐતિહાસિક ક્ષણ છે. ફિલ્મના કમ્પોઝર એમ એમ કીરવાની, એસ એસ રાજમૌલિ તથા RRRની પૂરી ટીમને શુભેચ્છા. ભારત માટે આ ઘણા જ ગર્વની વાત છે.'

1200 કરોડની કમાણી કરી હતી
સાઉથ સિનેમાની ફિલ્મ RRRએ 'ગોલ્ડન ગ્લોબ 2023' ઈતિહાસ રચ્યો છે. ફિલ્મને તેલુગુ ગીત 'નાટૂ-નાટૂ' માટે શ્રેષ્ઠ ગીતનો અવૉર્ડ મળ્યો છે. ફિલ્મ 'RRR' ગયા વર્ષે માર્ચમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને એણે બોક્સ ઓફિસ પર 1200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

સાઉથ સિનેમાની ફિલ્મ RRRએ 'ગોલ્ડન ગ્લોબ 2023' ઈતિહાસ રચ્યો છે. ફિલ્મને તેલુગુ ગીત 'નાતુ નાતુ' માટે શ્રેષ્ઠ ગીતનો અવૉર્ડ મળ્યો છે. ફિલ્મ 'RRR' ગયા વર્ષે માર્ચમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તેણે વૈશ્વિક બોક્સ ઓફિસ પર 1200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. વિશ્વનો સૌથી લોકપ્રિય અવૉર્ડ શો 'ગોલ્ડન ગ્લોબ 2023' શરૂ થઈ ગયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણી ફિલ્મો સ્પર્ધામાં છે. ભારતમાંથી દક્ષિણ સિનેમાની બ્લોકબસ્ટર ફિલ્મ RRR પણ 'ગોલ્ડન ગ્લોબ 2023' માટે નોમિનેશનમાં છે. આવી સ્થિતિમાં ફિલ્મની આખી ટીમ અવૉર્ડ સમારોહમાં પહોંચી ગઈ છે. બધા ભારતીય પોશાકમાં 'ગોલ્ડન ગ્લોબ 2023'માં પહોંચ્યા છે, પરંતુ જેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે RRR ડાયરેક્ટર એસએસ રાજામૌલી અને...

તેમનાં પત્ની રમા રાજામૌલી સાથે અવૉર્ડ સમારોહમાં પહોંચ્યા હતા. આ દરમિયાન રમા ભારતીય સાડીમાં જોવા મળી હતી. જ્યારે ડિરેક્ટર બ્લેક કુર્તામાં આવ્યા છે.

અવૉર્ડ સમારોહમાં અમેરિકા પહોંચ્યા ડાયરેક્ટર રાજામૌલી.
અવૉર્ડ સમારોહમાં અમેરિકા પહોંચ્યા ડાયરેક્ટર રાજામૌલી.
ફિલ્મના સંગીતકાર એમ.એમ.કિરાવાની અવૉર્ડ સાથે.
ફિલ્મના સંગીતકાર એમ.એમ.કિરાવાની અવૉર્ડ સાથે.

બે દાયકા પછી નોમિનેટ થઈ ફિલ્મ
'ગોલ્ડન ગ્લોબ 2023' અવૉર્ડમાં ફિલ્મ 'RRR'ને બે કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે, એક 'બેસ્ટ ફિલ્મ - નોન-અંગ્રેજી' અને બીજી 'બેસ્ટ ઓરિજિનલ સોંગ મોશન પિક્ચર' માટે. ખાસ વાત એ છે કે ફિલ્મ 'RRR' બે દાયકાથી વધુ સમયની પહેલી ભારતીય ફિલ્મ છે, જેને આ અવૉર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે. અગાઉ 'ફોરેન લેંગ્વેજ' કેટેગરીમાં 'સલામ બોમ્બે!' (1988) અને 'મોન્સૂન વેડિંગ' (2001). આ બંને ફિલ્મો મીરા નાયર દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. આ બંને ફિલ્મો 'RRR'થી સાવ અલગ છે.

રાજામૌલી દ્વારા નિર્દેશિત 'RRR' રાષ્ટ્રવાદ અને ભાઈચારો પર આધારિત છે. આમાં પ્રખ્યાત અભિનેતા રામચરણ અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં આ બે વાસ્તવિક જીવનના ભારતીય ક્રાંતિકારીઓ અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમે ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ આઝાદી પૂર્વેની કાલ્પનિક વાર્તા પર આધારિત છે. 'બેસ્ટ ફિલ્મ નોન-અંગ્રેજી' કેટેગરીમાં, 'RRR' કોરિયન રોમેન્ટિક ફિલ્મ 'ડિસિઝન ટુ લીવ', જર્મન એન્ટી વોર ફિલ્મ 'ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ', આર્જેન્ટીનિયન ફિલ્મ 'આર્જેન્ટીના 1985' અને ફ્રેન્ચ-ડચ સામે છે. ફિલ્મ 'ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ'. 'ક્લોઝ'થી બનેલી છે.

અન્ય સમાચારો પણ છે...