અનિલ કપૂરની દીકરીની ચોખવટ:રિયા કપૂરે કહ્યું, ‘હું કરવા ચોથમાં માનતી નથી, આથી તેની એડવર્ટાઈઝ માટે મને કે મારા પતિને અપ્રોચ ના કરો’

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘણી કંપનીઓ કરવા ચોથ સેલિબ્રેશન માટે રિયા અને તેના પતિ કરણ બુલાનીને અપ્રોચ કરી રહી હતી

અનિલ કપૂરની બીજી દીકરી અને ફિલ્મ મેકર, સ્ટાઈલિસ્ટ રિયા કપૂરે કરવા ચોથ પહેલાં એક અપીલ કરી છે. ઘણી કંપનીઓ કરવા ચોથ સેલિબ્રેશન માટે રિયા અને તેના પતિ કરણ બુલાનીને અપ્રોચ કરી રહી હતી. આથી રિયાએ એક ચોખવટ કરી. રિયાએ સોશિયલ મીડિયા પર એક લાંબી નોટ શૅર કરીને કહ્યું, હું અને મારો પતિ કરવા ચોથમાં માનતા નથી.

એન્ડોર્સમેન્ટ માટે ના પાડી
પોસ્ટમાં રિયાએ લખ્યું, નમસ્તે. રવિવાર મુબારક. કરવા ચોથની ગિફ્ટ કે કોલેબરેશન માટે પ્લીઝ મારો કોન્ટેક્ટ ના કરો. આ તહેવારમાં હું કે કરણ વિશ્વાસ કરતા નથી. જે લોકો આ તહેવારનું સેલિબ્રેશનનું કરે છે તેમના માટે અમને સન્માન છે. પણ આ મારા માટે નથી. આથી મને જેના પર વિશ્વાસ નથી તે કરીશ નહીં.

રિયાએ કહ્યું, કરવા ચોથમાં ના માનવાને લીધે ઘણા લોકો મને મૂર્ખ કહે છે. મારા માટે પોતાનું ધ્યાન રાખવું અને એકબીજાનું ધ્યાન રાખવું તે મહત્ત્વનું છે. ઘણા અજાણ્યા લોકો મને શિખામણ આપી રહ્યા છે કે, આ મારા માટે પ્રથમ કરવા ચોથ છે અને મારે વ્રત કરવું જોઈએ. પણ હું નહીં કરું, આભાર.

રિયા અને કરણે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં લગ્ન કર્યા હતા. આની પહેલાં બંને એકબીજાને 12 વર્ષથી ડેટ કરી રહ્યા હતા. તેમના લગ્ન પિતા અનિલ કપૂરના ઘરે થયા. મેરેજમાં માત્ર નજીકના સંબંધીઓ અને મિત્રો જ સામેલ થયા હતા.

કરણ બુલાનીની વાત કરીએ તો તે એક ફિલ્મ નિર્માતા છે, જેણે લગભગ 500 જાહેરાતો બનાવી છે. તે ઉપરાંત તેણે ‘આયશા’ અને ‘વેકઅપ સિડ’જેવી ફિલ્મમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે. તેણે અનિલ કપૂરની સાથે સિલેક્શન ડેમાં કામ કર્યું છે અને શોર્ટ ફિલ્મો પણ બનાવી છે. તે ઉપરાંત કરણે ઘણી ફિલ્મો અને શોમાં ડિરેક્શન, પ્રોડક્શન અને ડબિંગનું કામ પણ કર્યું છે.