સિદ્ધાર્થનો અધૂરો પ્રેમ:સિદ્ધાર્શ શુક્લા- શેહનાઝ ગિલ આ વર્ષે જ લગ્ન કરવાનાં હતાંઃ શેહનાઝની ખાસ ફ્રેન્ડ જસલીન મથારૂનો રહસ્યસ્ફોટ

મુંબઈ2 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • ફેન્સને અપીલ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર ખોટી અટકળો અને અફવાઓ ન ફેલાવે
  • જસલીને એવું પણ સાંભળ્યું હતું કે, સિદ્ધાર્થ જે ગાડીથી આવ્યો હતો તેની પાછળનો કાચ તૂટી ગયો હતો

લોકો શેહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાની ઓનસ્ક્રીન જોડીને તો પસંદ કરતા જ હતા પરંતુ શેહનાઝ વાસ્તવિક જીવનમાં પણ સિદ્ધાર્થને પ્રેમ કરતી હતી. શેહનાઝ તો તેની સાથે લગ્ન કરવાનું વિચારી રહી હતી. બિગ બોસ 13ના વિનરના નિધન બાદ શેહનાઝની ખાસ મિત્ર જસલીન મથારૂએ આ વાતની પુષ્ટિ કરી છે.

જસલીન મથારૂએ દૈનિક ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, હું હંમેશા શેહનાઝને કહેતી કે લગ્ન કરી લો, પરફેક્ટ જોડી છે. લેટ ન કરો કેમ કે શેહનાઝની તરફથી પ્રેમ દેખાતો હતો. જો કે આ વાત પર શેહનાઝ હસતી હતી, પરંતુ ક્યારેય ખુલીને કશું કહ્યું નથી.

જસલીન આગળ જણાવે છે કે, શેહનાઝના ઘરમાં પણ બંનેના સંબંધોને લઈને વાંધો નહોતો. શેહનાઝની ફેમિલી સિદ્ધાર્થને પસંદ કરતી હતી. બંનેએ સત્તાવાર રીતે તેમના પ્રેમ અને લગ્નને લઈને જાહેરાત નથી કરી. તેનું કારણ એ છે કે બધાને તેમની વચ્ચેનો પ્રેમ દેખાતો હતો. તે બંને આ જ વર્ષે લગ્ન કરવા માગતા હતા, તે સ્પષ્ટ નહોતું. શેહનાઝ ચોક્કસપણે ઘણું કામ કરવા માગતી હતી, પરંતુ ક્યારે એ તો સિદ્ધાર્થના મનમાં હતું. શેહનાઝ તેની સાથે કોઈપણ પરિસ્થિતિમાં લગ્ન કરવા માગતી હતી, એટલો તો મને વિશ્વાસ છે. શેહનાઝને ક્યારેય પસંદ નહોતું કે તેના સિવાય કોઈ બીજું સિદ્ધાર્થની સાથે વાત કરે.

જસલીને જણાવ્યું કે, બંનેના ફેન્સ ઈચ્છતા હતા કે તેઓ લગ્નનાં બંધનમાં બંધાઈ જાય, જો કે જરૂરી નથી કે દરેક સંબંધને વ્યક્ત કરીને જ સમજી શકાય. ઘણા સંબંધો એવા હોય છે, જેમાં પ્રેમ અને ઈજ્જત એક બીજાના દિલમાં હોય છે. તેમની વચ્ચે પ્રેમ તો હતો તે બધાને ખબર હતી. જો કે તેમનું પ્લાનિંગ શું હતું, તે અમને ખબર નથી. કદાચ અચાનક તે કોઈ દિવસ બધાને સરપ્રાઈઝ આપવા માગતા હતા. હા તેઓ સાથે જ હતા.