કપિલ શર્મા કોલ્ડડ્રિંક કંપનીમાં કામ કરતા:સંઘર્ષના દિવસો યાદ કરીને કહ્યું કે, હું મારા રોલને ખૂબ જ નજીકથી જીવી ચૂક્યો છું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોમેડિયન કપિલ શર્મા આજકાલ તેની આગામી ફિલ્મ 'જ્વિગાટો'ને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. ગત બુધવારે આ ફિલ્મનું ટિઝર પણ લોન્ચ થયું હતું. આ વચ્ચે પ્રેસ કોન્ફરન્સ કરીને કપિલે ફિલ્મ અને પોતાના રોલ સાથે જોડાયેલી અમુક વાતો શેર કરી હતી. કપિલે આ દરમિયાન પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરીને કહ્યું હતું કે તે એક કોલ્ડડ્રિંક કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતો હતો. વધુમાં કપિલે જણાવ્યું હતું કે, આ ફિલ્મ કર્યા બાદ જ તેને ડિલિવરી બોયને જે મુશ્કેલી પડે છે તેનો અહેસાસ થયો હતો.

કપિલે કોલ્ડડ્રિંક કંપનીમાં હેલ્પર તરીકે કામ કર્યું છે
કપિલે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, અમે તે દિવસોમાં ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં હતા, જ્યારે મેં નંદિતાજીને કહ્યું કે મેં કોકા કોલામાં હેલ્પર તરીકે કેવી રીતે કામ કર્યું હતું. મારી સાથે એક સેલ્સમેન હતો જેને બજારમાં કોલ્ડડ્રિંક પહોંચાડવા માટે ટ્રક ચલાવવી પડી હતી.

કપિલ શર્માની જૂની તસવીર
કપિલ શર્માની જૂની તસવીર

આ માટે એક મદદગારની જરૂર હતી. તે સમયે કોકની માગ વધી રહી હતી. આજની સરખામણીએ પહેલાં આટલી બધી તકલીફો ન હતી, પરંતુ આ કામ કરવા માટે અમારે ઘણી મહેનત કરવી પડતી હતી.

ફિલ્મ દરમિયાન મને ડિલિવરી બોયને પડતી મુશ્કેલીનો અનુભવ થયો હતો: કપિલ
કપિલે વધુમાં જણાવ્યું હતું કે, 'જ્યારે નંદિતાએ મને ફિલ્મ 'જ્વિગાટો' માટે કોન્ટેક્ટ કર્યો તે સમયે મને ફૂડ ડિલિવરી રાઇડરના જીવનમાં પડતી મુશ્કેલીનો અનુભવ થયો હતો. ફિલ્મ દરમિયાન નંદિતા મેમનું સંશોધન જોઈને મને અનુભવ થયો કે, ફૂડ ડિલિવરી એજન્ટનું જીવન કેટલું સંઘર્ષમય હોય છે. પ્રતિ ડિલિવરીના હિસાબે પૈસા કમાવવા પડે છે.'

ટ્રેલર લોન્ચિંગ દરમિયાન
ટ્રેલર લોન્ચિંગ દરમિયાન

કપિલે બચાવી હતી ડિલિવરી બોયની નોકરી
એક ઘટના શેર કરતા કપિલે જણાવ્યું હતું કે, જી અને મારી પત્નીએ એક વાર કેકનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે ડિલિવરી બોય કેક લઈને ઘરે પહોંચ્યો ત્યારે તે સંપૂર્ણપણે ખરાબ થઇ ગઈ હતી. કેકની હાલત જોઈને ડિલિવરી બોયએ ગિન્નીને કહ્યું કે કેક બગડી ગઈ છે, તમે નવી ઓર્ડર કરી લો.

કપિલ શર્મા અને તેની પત્ની ગિન્ની
કપિલ શર્મા અને તેની પત્ની ગિન્ની

મેં કેક રાખીને બોસના ઠપકાથી બચાવ્યો હતો : કપિલ
કપિલે વધુમાં કહ્યું હતું કે, 'મને આ વાતની જાણ થતાં જ મેં તે જ કેક રાખી હતી. તે સમયે મેં કેકની ડિઝાઇન કે સ્થિતિ વિશે વિચાર્યું ન હતું. એ વખતે મેં બસ ડિલિવરી બોયની નોકરીનો વિચાર કર્યો હતો. મેં કેક રાખીને તેને બોસ દ્વારા ઠપકો આપતા બચાવ્યો હતો. કદાચ જો કપિલે તે ડિલિવરી બોય વિશે ફરિયાદ કરી હોત તો તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોત.

કપિલની ફિલ્મ 17 માર્ચે રિલીઝ થશે
કપિલની ફિલ્મ 17 માર્ચે રિલીઝ થશે

શૂટિંગના દિવસોમાં મને ખૂબ જ મજા આવી હતી : કપિલ
કપિલે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે અમે અલગ-અલગ રિયલ લોકેશન પર જઈને ફિલ્મ બનાવી રહ્યા હતા, ત્યારે કેટલીક એવી વાતો હતી જે મને જૂના દિવસોની યાદ અપાવી હતી, જ્યારે હું આ પ્રકારનું જીવન જીવતો ન હતો. નાની-નાની વસ્તુઓ જેવી કે, તમારા ઘર અને પડોશીઓમાંથી આવતી ખોરાકની સુગંધ. તે દિવસોમાં હું બાઇક પર શહેરમાં ફરતો હતો, જેનો મને ઘણો આનંદ આવતો હતો. હું ખરેખર આ બધી વસ્તુઓને ખૂબ જ યાદ કરું છું.