• Gujarati News
  • Entertainment
  • Ranveer Singh Will Be Seen In A Double Role, While Deepika Will Give A Surprise To The Fans, The Film Will Release On December 23.

'સર્કસ' ટ્રેલર આઉટ:રણવીર સિંહ ડબલ રોલમાં જોવા મળશે તો દીપિકા ફેન્સને સરપ્રાઇઝ આપશે, 23 ડિસેમ્બરે ફિલ્મ રિલીઝ થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ક્રિસમસ પર રોહિત શેટ્ટીની ‘સર્કસ’ ફિલ્મ આવી રહી છે. રણવીર સિંહની આગામી ફિલ્મ 'સર્કસ'નું ટ્રેલર રિલીઝ થયું છે. કહેવામાં આવે છે કે આ ફિલ્મ આ વર્ષની મોસ્ટ એન્ટરટેઇનિંગ ફિલ્મ છે. આ ફિલ્મ 23 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવાની છે, એટલે કે રોહિત શેટ્ટી આ ક્રિસમસમાં તેના ફેન્સને એક ખાસ ભેટ આપવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ જોવા મળશે.

જોકે ટ્રેલર જોયા પછી ફેન્સ આતુરતાથી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં રણવીર ઉપરાંત જેક્લિન ફર્નાન્ડિઝ, પૂજા હેગડે, અશ્વિની કલસેકર, મુકેશ તિવારી, જોની લિવર, વરુણ શર્મા, વિજય પાટકર, સિદ્ધાર્થ જાધવ, સુલભા આર્ય પણ જોવા મળશે. રોહિત શેટ્ટી તથા રણવીર સિંહ 'સિમ્બા' બાદ સતત ત્રીજીવાર કામ કરી રહ્યા છે. 'સૂર્યવંશી'માં પણ રણવીર સિંહ તથા રોહિત શેટ્ટી હતા.

ફિલ્મ 'ધ કોમેડી ઓફ એરર્સ' પર આધારિત
'સર્કસ' ફિલ્મ વિલિયમ શેક્સપિયરના ક્લાસિક નાટક 'ધ કોમેડી ઓફ એરર્સ' પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે આ જ નાટક પરથી 1982માં ફિલ્મ 'અંગૂર' બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં સંજીવ કુમારે ડબલ રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં દેવેન વર્મા, મૌસમી ચેટર્જી, દીપ્તિ નવલ, અરુણા ઈરાની જેવાં કલાકારો હતાં. આ ફિલ્મને ગુલઝારે ડિરેક્ટ કરી હતી

આ ફિલ્મનું મ્યુઝિક દેવી શ્રીપ્રસાદ (DSP)એ આપ્યું છે
આ ફિલ્મનું મ્યુઝિક શ્રી દેવી પ્રસાદ, એટલે કે DSPએ આપ્યું છે. તેમણે હાલમાં જ દૃશ્યમ-2ને મ્યુઝિક આપ્યું હતું. આ ઉપરાંત રણવીર સિંહના પાત્રને કેન્દ્રમાં રાખીને તેનાં બંને પાત્રો સાથે બનતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને મજેદાર કોમેડી બનાવવામાં આવી છે.

સંજય મિશ્રા પણ તમને ભરપૂર હસાવશે
આ ફિલ્મમાં હિરોઈનના પિતાનું પાત્ર ભજવતા સંજય મિશ્રા પણ પોતાના વન લાઇનરથી લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડશે. અન્ય કલાકારોમાં અશ્વિની કાલસેકર, મુકેશ તિવારી, ટીકુ તલસાણિયા, વૃજેશ હિરજી, જોની લિવર, વરુણ શર્મા, વિજય પાટકર, સિદ્ધાર્થ જાદવ, સુલભા આર્યા અને બાકીના કલાકાર અલગ-અલગ મોડ પર નજર આવશે.