કાસ્ટિંગ કૉલ:કંગના રનૌત સ્ટારર 'ધ ઈન્કારનેશન સીતા'માં લંકેશનો રોલ પ્લે કરશે રણવીર સિંહ, મેકર્સ સાથે ચર્ચા ચાલુ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લંકેશનો રોલ કરવા માટે રણવીર સિંહને ફિલ્મ મેકરે મે મહિનામાં ઓફર આપી હતી
  • હાલ રણવીર રોલ કરવા માટે ફિલ્મના ફાઈન નરેશનની રાહ જોઈ રહ્યો છે

બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતે અલૌકિક દેસાઈની બિગ બજેટ માઈથોલિજીકલ ડ્રામા ફિલ્મ 'ધ ઈન્કારનેશન સીતા' સાઈન કરી છે. આ બિગ બજેટ ફિલ્મમાં કંગના રનૌત માતા સીતાનો રોલ કરશે તેવી એક્ટ્રેસે જાતે જ પુષ્ટિ કરી છે. હવે સમાચારો વહેતા થયા છે કે પદ્માવત ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજીનો નેગેટિવ રોલ કરી અઢળક પ્રશંસા હાંસલ કરનાર રણવીર સિંહ આ ફિલ્મમાં લંકેશનો નેગેટિવ રોલ કરી શકે છે.

ફિલ્મફેરના રિપોર્ટ પ્રમાણે, 'ધ ઈન્કારનેશન સીતા'ના મેકર્સે રણવીર સિંહને ફિલ્મમાં લંકેશ રાવણનો રોલ કરવા માટે અપ્રોચ કર્યો છે. મે મહિનામાં તેને આ ઓફર અપાઈ હતી. ત્યારથી અત્યાર સુધી આ અંગે ચર્ચા ચાલુ છે. હાલ રણવીર ફિલ્મના ફાઈનલ નરેશનની રાહ જોઈ રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે, રણવીર લંકેશનો રોલ નિભાવવા માટે ઘણો ઉત્સુક છે.

કેટલાક રિપોર્ટ પ્રમાણે, સીતા ફિલ્મ બાહુબલી લેવલની બિગ બજેટ ફિલ્મ હશે. કંગના પહેલાં કરીના કપૂર ખાનને આ રોલ આપવાનો હતો જોકે વધુ ફીની માગને કારણે તેને રિપ્લેસ કરી દેવામાં આવી. આ માઈથોલોજીકલ ફિલ્મના ડાયલોગ અને લિરિક્સ મનોજ મુંતશિરે તૈયાર કર્યા છે. તેને સલોની શર્મા અને અંશિતા દેસાઈ પ્રોડ્યુસ કરી રહ્યા છે.

માઈથોલોજીકલ 'રામાયણ' ફિલ્મ પણ બોલિવુડમાં ચર્ચાનો વિષય બની છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને પ્રભાસ લીડ લોડમાં દેખાશે. આ ફિલ્મમાં આખી રામાયણની કથા હશે જ્યારે 'ધ ઈન્કારનેશન સીતા'માં માતા સીતાની કથા હશે.

આ ફિલ્મમાં પણ રણવીર દેખાશે

સીતા સિવાય રણવીર સિંહ પાસે ઘણી દિગ્ગજ ફિલ્મની ઓફર છે. રણવીરે તાજેતરમાં જ કરણ જોહરે ડાયરેક્ટ કરેલી 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની' સાઈન કરી છે. આ ફિલ્મમાં રણવીર સાથે ગલી બોયની કો સ્ટાર આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. રણવીર સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'બૈજુ બાવરા'માં પણ જોવા મળશે. '83' ફિલ્મ પણ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં જોવા મળશે. કોરોનાને કારણે 1 વર્ષથી તેનું રિલીઝ પાછું ઠેલાઈ રહ્યું છે.