રણવીર સિંહ અને આલિયા ભટ્ટની આગામી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' છે. ગુરુવારે, ફિલ્મના નિર્માતાઓએ ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કર્યું છે. કરન જોહર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 28 જુલાઈએ રિલીઝ થવાની છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, કરન જોહરના બર્થડેના દિવસે આ પોસ્ટર રિલીઝ કરવા પાછળનું કારણ કરન 7 વર્ષ બાદ ડાયરેક્શન ફિલ્ડમાં કમબેક કરી રહ્યો છે. આ ફિલ્મમાં રણવીર અને આલિયા ઉપરાંત ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી જેવા દિગ્ગજ કલાકારો પણ જોવા મળશે.
પોસ્ટર રિલીઝ થતાંની સાથે જ વાઇરલ થઈ ગયું
ગુરુવારે, નિર્માતાઓ અને ફિલ્મની ટીમે સોશિયલ મીડિયા પર તેનું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કર્યું હતું. આ પોસ્ટર્સ રિલીઝ થતાંની સાથે જ વાઈરલ થઈ ગયું હતું. ફિલ્મમાંનો પોતાનો લુક શેર કરતા રણવીર સિંહે લખ્યું, 'યારોં કા યાર ઔર દિલોં કા દિલદાર, રોકી...'. આલિયાનું ફર્સ્ટ લૂક પોસ્ટર શેર કરતી વખતે, રણવીરે લખ્યું, 'રોકી કે દિલ કી રાની..' આ પોસ્ટર્સમાં, રણવીર ખુલ્લા શર્ટમાં તેના એબ્સ ફ્લોન્ટ કરતો જોવા મળે છે. જ્યારે આલિયા દેશી લુકમાં જોવા મળી રહી છે.
ફેન્સે આલિયાની સરખામણી માધુરી સાથે કરી
ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. રણવીર અને આલિયાના ફેન્સ કોમેન્ટ સેક્શનમાં તેમના લુકના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'ક્વીન અને કિંગ ધમાકેદાર પાછા આવ્યા છે.' જ્યારે અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે, 'આલિયા પરથી મારી નજર નથી હટાવી શકતી. ટીઝરની રાહ જોઈ રહ્યા છીએ. તે જ સમયે, ચાહકોએ આલિયાના લુકની તુલના અભિનેત્રી માધુરી દીક્ષિત અને રાની મુખર્જી સાથે કરી હતી.
કરન 7 વર્ષ પછી ડાયરેક્શનમાં કમબેક કરી રહ્યો છે
1998માં 'કુછ કુછ હોતા હૈ' સાથે દિગ્દર્શક તરીકેની શરૂઆત કરનાર કરણ જોહરે દિગ્દર્શક તરીકે ઉદ્યોગમાં 25 વર્ષ પૂર્ણ કર્યા છે. હવે કરણ 7 વર્ષ પછી 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' સાથે પૂર્ણ-લેન્થ ફીચર ફિલ્મનું નિર્દેશન કરી રહ્યો છે. દિગ્દર્શક તરીકે તેમની છેલ્લી ફિચર ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ' હતી. જો કે, આ પછી તેણે 'ઘોસ્ટ સ્ટોરીઝ' અને 'લસ્ટ સ્ટોરીઝ' જેવી એન્થોલોજી ફિલ્મોના એક-એક સેગમેન્ટનું નિર્દેશન પણ કર્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.