• Gujarati News
  • Entertainment
  • Ramesh Babu, Elder Brother Of Southern Superstar Mahesh Babu, Dies After A Long Battle With Liver Disease

નિધન:સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુના મોટા ભાઈ રમેશ બાબુનું અવસાન, લાંબા સમયથી લીવરની બીમારીથી પીડાતા હતા

4 મહિનો પહેલા
  • એક્ટર-પ્રોડ્યુસર રમેશ બાબુનું શનિવારે (8 જાન્યુઆરી)એ મોડી રાત્રે નિધન થઈ ગયું

સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુના મોટા ભાઈ અને એક્ટર-પ્રોડ્યુસર રમેશ બાબુનું શનિવારે (8 જાન્યુઆરી)એ મોડી રાત્રે નિધન થઈ ગયું છે. તેઓ 56 વર્ષના હતા અને લાંબા સમયથી લીવરની બીમારીથી પીડાતા હતા. રમેશના નિધનના સમચાર એવા સમયે આવ્યા જ્યારે મહેશ બાબુ કોરોના પોઝિટિવ છે અને આઈસોલેશનમાં છે. રમેશ બાબુના નિધનના સમચાર સામે આવ્યા પછી તેમના ફેન્સ અને સાઉથ ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેમને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે.

ફિલ્મમેકર બીએ રાજુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને રમેશ બાબુના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને ઘટ્ટામનેની પરિવારની તરફથી લખ્યું છે, ઘણા દુઃખની સાથે એ કહેવું પડે છે કે અમારા રમેશ બાબુ ગુરુનું નિધન થઈ ગયું છે. તેઓ હંમેશાં અમારા હૃદયમાં જીવતા રહેશે. અમે અમારા બધા શુભેચ્છકોને વિનંતી કરીએ છીએ કે કોરોના ગાઈડલાઈનનું પાલન કરો અને સ્મશાને ભેગા થવાનું ટાળવું-ઘટ્ટામનેની પરિવાર.

3 દિવસ પહેલા મહેશ બાબુ કોવિડ પોઝિટિવ થયા
મહેશ બાબુ 3 દિવસ પહેલા 6 જાન્યુઆરીએ કોરોના પોઝિટિવ થયા હતો. આ વાતની જાણકારી મહેશે જાતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી હતી. જેમાં તેને લખ્યું હતું, તમામ જરૂરી સાવધાની રાખી હોવા છતાં મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મને હળવા લક્ષણો છે. મેં મારી જાતને હોમ ક્વોરન્ટાઈન કરી દીધી છે અને તમામ મેડિકલ ગાઈડલાઈનનું પાલન કરી રહ્યો છું.

અન્ય સમાચારો પણ છે...