તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાસ વાતચીત:રાજકુમાર રાવ અને વરૂણ શર્માએ 'રૂહી' માટે મુરાદાબાદી બોલી શીખવા માટે 3 મહિના પ્રેક્ટિસ કરી, હોમટાઉન જઈને શેરીના યુવકો સાથે સમય પસાર કર્યો

7 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
ફિલ્મ 'રૂહી'માં મુરાદાબાદી એક્સેંટ માટે રાજકુમાર રાવ અને વરૂણ શર્માએ 3 મહિના પ્રેક્ટિસ કરી

હિન્દી ફિલ્મોની વાર્તાઓ હવે નાનાં શહેરોમાંથી આવી રહી છે. આવી સ્થિતિમાં હીરો-હિરોઈન હવે ફિલ્મોમાં હરિયાણવી, બુંદેલખંડી જેવી સ્થાનિક બોલી બોલતા જોવા મળે છે. 11 માર્ચે રિલીઝ થઈ રહેલી જાન્હવી કપૂર સ્ટારર ફિલ્મ 'રૂહી'માં પણ મુરાદાબાદ અને આસપાસની સ્થાનિક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના માટે વરૂણ શર્મા અને રાજકુમાર રાવે ત્રણ મહિના સુધી પ્રેક્ટિસ કરી. તેણે મુરાદાબાદી બોલી શીખવા માટે હોમટાઉન જઈને ગલી-મહોલ્લાના યુવકોની સાથે સમય પણ પસાર કર્યો હતો.

રાજકુમાર અને જાહન્વી તોતડાઈને બોલતાં શીખ્યાં
દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં વરૂણ શર્માએ કહ્યું, ફિલ્મ સાથે જોડાયેલા ગૌતમનું ઘર મારા ઘરની પાસે હતું. આવી સ્થિતિમાં અમે એક બીજાના ઘરે 2થી 3 મહિના સુધી આવતા જતા રહ્યા. મુરાદાબાદની આસપાસની બોલી અમે શીખ્યાં. રાજકુમાર રાવ તો આખી ફિલ્મમાં તોતડાઈને ડાયલોગ્સ બોલે છે. જાહન્વી કપૂરનું કેરેક્ટર પણ ડરવાળી સ્થિતિમાં તોતડું બોલવા લાગે છે. એટલું જ નહીં અમે અમારા હોમટાઉન પણ ગયા. ત્યાં ગલી મહોલ્લાના યુવકોની સાથે ઘણો સમય પસાર કર્યો હતો.

વરૂણ શર્માએ કહ્યું, ફિલ્મ 'રૂહી'ના શૂટ દરમિયાન પણ ઘણા રોમાંચક પ્રસંગો બન્યા હતા. રુડકીમાં શૂટનો પહેલો દિવસ હતો. અમે ત્રણેય કલાકાર પોતપોતાની ભૂમિકાને લઈને થોડા નર્વસ પણ હતા. તેમજ ત્યાં શૂટિંગ થતું જોઈને પાંચ હજાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં અમે ડરી ગયા હતા. બાદમાં ભીડે અમારો ઉત્સાહ વધાર્યો, ત્યારે અમારા ત્રણમાં આત્મવિશ્વાસ આવ્યો. ફરીથી સિંગલ ટેકમાં દૃશ્યોનું ફિલ્માંકન થવા લાગ્યું.

જાહન્વીએ ડબલ રોલને સેમ શિડ્યુઅલમાં જ પ્લે કર્યો
વરૂણે ફિલ્મ માટે જાહન્વીની મહેનતની પ્રશંસા કરતા કહ્યું કે, તેના ખભા પર બે ભૂમિકા ભજવવાનો ભાર હતો, બંને એક બીજાથી અલગ હતી. તેણે રૂહી અને અફઝા બંનેનો રોલ અલગ અલગ નહીં પરંતુ એક જ શિડ્યુઅલમાં પ્લે કર્યો. એક એક્ટર માટે આ પડકારજનક કામ હોય છે. તે એટલા માટે કેમ કે એક કલાક પહેલાં તમે રૂહી પ્લે કરી રહ્યા હતા અને બીજી જ ક્ષણે અફઝા. બંને પાત્રોને સ્ક્રીનમાં એક જ સમયે આવવા-જવાનું ઘણું મુશ્કેલ કામ હોય છે.

બંને રોલને એક સાથે પ્લે કરવાની મજબૂરી હતી
વરુણે કહ્યું, બંને રોલને એક જ સમયે પ્લે કરવાની પણ મજબૂરી હતી. તે એટલા માટે કેમ કે જે લોકેશન હતું, ત્યાં રૂહી અને અફઝા બંનેના જ દૃશ્યો હતા. એક સમયમાં જાહન્વીને નોર્મલ છોકરીની ભૂમિકા ભજવવાની હતી તો બીજી તરફ તે જ સમયે એણે ભૂત બનવાનું હતું. રૂહીને અમે બંને જુદી રીતે જોતા અને રિએક્ટ કરતા હતા. તેમજ અફઝાને જુદી રીતે જોતા હતા.

અફઝાવાળા રોલમાં હેવી VFX
વરૂણે કહ્યું, ખાસ કરીને અફઝાના સીનમાં ઘણા VFX હતા. અફઝા પ્લે કરવાનો સમય આવતો હતો, ત્યારે સેટ પર VFXવાળા લોકો ભેગા થઈ જતા હતા. બોડી પર માર્ક્સ હતા. આસપાસ ગ્રીન સ્ક્રીન હતી. ચહેરા પર નિશાન હતા. આવી સ્થિતિમાં જાહન્વીને અફઝા માટે ઈમેજીન કરવી પડી હતી કે તેમણે પોતાની મૂવમેન્ટ કંટ્રોલમાં રાખવી પડતી હતી. જેથી પોસ્ટ પ્રોડક્શન બાદ જ્યારે ફાઇનલ પ્રોડક્ટ બને તો તેમાં અફઝાનો સુપરનેચરલ પાવર કન્વિંસિંગ લાગે.

અન્ય સમાચારો પણ છે...