તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Rajinikanth's 'Shivaji The Boss' Actor Vivek Passes Away In Chennai Hospital At The Age Of 59 After Cardiac Arrest

દુખદ:રજનીકાંતની ‘શિવાજી ધ બોસ’ ફિલ્મનાં એક્ટર વિવેકનું 59 વર્ષની ઉંમરે હાર્ટ અટેકથી નિધન, બે દિવસ પહેલાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
તેઓ છેલ્લે 2020માં રિલીઝ થયેલી ‘ધરલા પ્રભુ’માં દેખાયા હતા - Divya Bhaskar
તેઓ છેલ્લે 2020માં રિલીઝ થયેલી ‘ધરલા પ્રભુ’માં દેખાયા હતા
  • વિવેકને ઘરે જ અટેક આવ્યો હતો, તે પછી તેઓ ICUમાં ડૉક્ટર્સની દેખરેખ હેઠળ હતા
  • ડૉક્ટરે જણાવ્યું કે, વિવેકની તબિયત સારી ના હોવાનું કારણ વેક્સિન નહોતું, કોરોનરી બ્લડ વેસલમાં 100% બ્લોકેજ હતું

તમિળનાં પોપ્યુલર એક્ટર વિવેકનું શનિવારે સવારે 59 વર્ષની ઉંમર નિધન થયું છે. હાર્ટ અટેક આવ્યા પછી તેમને શુક્રવારે ચેન્નાઈની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ પ્રમાણે, વિવેકે સવારે 4.35 વાગ્યે હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. વિવેકનું અવસાન થયા પછી તમિળ ઇન્ડસ્ટ્રીમાં દુઃખનું મોજું ફરી વળ્યું છે. તેમના ઘણા ફેન્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

રિપોર્ટ પ્રમાણે, વિવેકને ઘરે જ અટેક આવ્યો હતો. તે પછી તેમને તત્કાલ વાડાપલાનીની SIMS હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેમના મેડિકલ ચેકઅપમાં ખબર પડી હતી કે, હાર્ટ સુધી રક્ત પહોંચાડનારી બ્લડ વેસલ બ્લોક થઇ ગઈ હતી. તેમની ECMO ટ્રીટમેન્ટ ચાલુ હતી. ICUમાં ડૉક્ટર્સની દેખરેખ હેઠળ હતા.

બે દિવસ પહેલાં વેક્સિન લીધી હતી
ડૉક્ટરનાં જણાવ્યા પ્રમાણે, છાતીમાં દુખાવાની ફરિયાદ પછી તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તેઓ ઘરે બેહોશ થઈને પડી ગયા હતા. હાર્ટ અટેકનું કારણ લેફ્ટ કોરોનરી બ્લડ વેસલમાં 100% બ્લોકેજ હતું. વિવેકે બે દિવસ પહેલાં ગુરુવારે સરકારી હોસ્પિટલમાં કોવિડ-19 વેકિસનનો પ્રથમ ડોઝ લીધો હતો. એ પછીથી લોકોએ અફવા ફેલાવાનું ચાલુ કરી દીધું કે વેક્સિનને લીધે તેમને હાર્ટ અટેક આવ્યો છે. જો કે, ડૉક્ટરે જણાવ્યું કે, વિવેકની તબિયત સારી ના હોવાનું કારણ વેક્સિન નથી કે તેઓ કોરોના સંક્રમિત પણ નહોતા.

લોકોને વેક્સિન લેવા આજીજી કરી હતી
વિવેકે પ્રથમ ડોઝ લીધા પછી સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને લોકોને વેક્સિન લેવા માટે વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું, વેક્સિન એકદમ સેફ છે અને હોસ્પિટલમાં જઈને લઇ શકો છો. વિવેકે પ્રાઈવેટ હોસ્પિટલને બદલે સરકારી હોસ્પિટલમાં વેક્સિન લીધી હતી અને અન્ય લોકોને પણ આમ કરવા કહ્યું હતું. એવું ના વિચારો કે વેક્સિન લઈશું તો આપણે બીમાર નહિ પડીએ, ધ્યાન તો તેમ છતાં રાખવાનું છે. વેક્સિન લેવાથી કોરોનાનું જોખમ ઓછું કરી શકીશું.

200થી વધારે ફિલ્મમાં કામ કર્યું
વિવેક ફિલ્મમાં તેમની કોમેડી માટે ઓળખાતા હતા. તેમણે 200થી વધારે ફિલ્મમાં કામ કર્યું હતું. રજનીકાંત, કમલ હસન, અજિત, વિજય, માધવન, વિક્રમ, ધનુષ જેવા ઘણા સુપરસ્ટાર સાથે વિવેકે ફિલ્મ કરી છે. માધવનની ફિલ્મ રન તેના માટે મોટો બ્રેક સાબિત થઇ હતી. 2007માં રિલીઝ થયેલી રજનીકાંતની ‘શિવાજી ધ બોસ’માં પણ તેમણે જોરદાર એક્ટિંગ કરી હતી. આ ફિલ્મ પછી તેઓ આખા દેશમાં પોપ્યુલર બની ગયા હતા.

તેઓ છેલ્લે 2020માં રિલીઝ થયેલી ‘ધરલા પ્રભુ’માં દેખાયા હતા
તેઓ છેલ્લે 2020માં રિલીઝ થયેલી ‘ધરલા પ્રભુ’માં દેખાયા હતા

2009માં પદ્મશ્રી અવોર્ડ મળ્યો હતો
સિનેમામાં તેમના યોગદાન માટે સરકારે તેમને 2009માં પદ્મશ્રી અવોર્ડ આપ્યો હતો. તેમણે 1987માં ‘મનથિલ ઉરુધિ વેન્દુમ’થી ડેબ્યુ કર્યું હતું. વિવેક તેમની પત્ની અરુલસેલવી અને બે સંતાનોને એકલા મૂકીને ચાલ્યા ગયા.