• Gujarati News
  • Entertainment
  • Rajinikanth Returns To India From US After Health Checkup, Doctor Advises Not To Do Stunt Scenes And Not To Work Overtime

રજનીકાંત હેલ્થ અપડેટ:રજનીકાંત હેલ્થ ચેકઅપ કરાવીને અમેરિકાથી ભારત પરત ફર્યા, સ્ટંટ સીન ન કરવા અને વધારે કામ ન કરવાની ડૉક્ટરે સલાહ આપી

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એરપોર્ટ પર રિસીવ કરવા માટે દીકરી એશ્વર્યા અને જમાઈ ધનુષ પહોંચ્યા હતા
  • તેઓ પોતાની અપકમિંગ ફિલ્મ 'અન્નાથે'માં વ્યસ્ત છે, જેનું માત્ર 15 દિવસનું શૂટિંગ બાકી છે

અમેરિકામાં હેલ્થ ચેકઅપ માટે ગયેલા રજનીકાંત 9 જુલાઈએ ભારત પરત ફર્યા હતા. તેઓ ચેન્નઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા. આ દરમિયાન એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે ફેન્સની ભીડ એકઠી થઈ ગઈ હતી. રજનીકાંતની સાથે તેમની પત્ની લતા પણ અમેરિકા ગઈ હતી. બંનેને એરપોર્ટ પર રિસીવ કરવા માટે દીકરી એશ્વર્યા અને જમાઈ ધનુષ પહોંચ્યા હતા.

18 જૂનના રોજ અમેરિકા ગયા હતા
રજનીકાંત દર વર્ષે રેગ્યુલર હેલ્થ ચેકઅપ માટે એક વખત અમેરિકા જરૂર જાય છે. આ વખતે તેઓ 18 જૂનના રોજ અમેરિકા રવાના થયા હતા અને ત્યાં ત્રણ સપ્તાહ રોકાયા હતા. તેમને પહેલા જ ચેકઅપ માટે અમેરિકા જવાનું હતું પરંતુ કોવિડ લોકડાઉન અને ફિલ્મોના શૂટિંગના કારણે જઈ શક્યા નહીં. રજનીકાંતની 2016માં અમેરિકામાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ હતી.

અત્યારે શૂટિંગ નહીં કરે
સૂત્રોના અનુસાર, અમેરિકાથી પરત ફર્યા બાદ રજની અત્યારે એકમદ સ્વસ્થ છે પરંતુ ડૉક્ટર્સે તેમને સાવધાની રાખવાની સલાહ આપી છે. તેમને સ્ટ્રિક્ટ ડાયટ અને પૂરતી ઊંઘ લેવા માટે કહેવામાં આવ્યું છે. તેમનો પરિવાર નથી ઇચ્છતો કે તેઓ કામને લઈને સ્ટ્રેસ લે. હાલના સમયમાં તેઓ પોતાની અપકમિંગ ફિલ્મ 'અન્નાથે'માં વ્યસ્ત છે, જેનું માત્ર 15 દિવસનું શૂટિંગ બાકી છે. મેકર્સ શૂટિંગ પૂરું કરવાને લઈને રજનીકાંત પર કોઈ દબાણ નથી કરી રહ્યા. ફિલ્મના સ્ટંટ સીન્સથી રજનીને અલગ રાખવામાં આવ્યા અને તેમના બોડી ડબલ પાસે સ્ટંટ કરાવવામાં આવશે. ડૉક્ટર્સ પણ તેમને સ્ટંટ સીન વગેરે ન કરવાની સલાહ આપી છે.

દિવાળી પર 'અન્નાથે' રિલીઝ થવાની છે
અન્નાથેમાં રજનીકાંત સિવાય કીર્તિ સુરેશ, મીના, ખુશબુ, પ્રકાશ રાજ અને સૂરી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં બોલિવૂડના જૈકી શ્રોફની પણ મુખ્ય ભૂમિકા હશે. ફિલ્મનું ડાયરેક્શન શિવા કરી રહ્યા છે અને અગાઉ એપ્રિલ 2021માં રિલીઝ માટે શિડ્યુલ કરવામાં આવી હતી પરંતુ રજનીકાંતની લથડતી તબિયત અને લોકડાઉનના કારણે ફિલ્મનું શૂટિંગ પૂરું ન થઈ શક્યું. હવે તેનું શૂટિંગ પૂરું થતાં તેને આ વર્ષે દિવાળી પર રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. રજનીકાંતની વાત કરીએ તો, તેઓ છેલ્લે 'દરબાર'માં જોવા મળ્યા હતા.

સ્વાસ્થના કારણે રાજકારણથી પણ દૂર રહ્યા
ગત વર્ષે ડિસેમ્બરમાં રજનીકાંતની તબિયત લથડી હતી જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. 70 વર્ષના રંજનીને બ્લડ પ્રેશરમાં વધઘટ અને થાકની ફરિયાદ હતી. ખરાબ સ્વાસ્થ્યને કારણે તેમને ગત વર્ષે રાજકારણમાંથી એન્ટ્રી લેવાનો નિર્ણય ટાળી દીધો હતો. તેઓ પોંગલ પર પોતાની પાર્ટી લોન્ચ કરવાના હતા પરંતુ આવું થઈ શક્યું નહીં.

અન્ય સમાચારો પણ છે...