તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Rahul Vohra’s Wife Jyoti Tiwari Shares His Video From Hospital, Blames Medical Negligence For His Death And Sought Justice For Him

હોસ્પિટલની બેદરકારીએ જીવ લીધો:યુટ્યુબર રાહુલ વોહરાની પત્નીએ લાસ્ટ વીડિયો શેર કરી કહ્યું, ‘આશા છે કે મારા પતિને ન્યાય મળશે અને વધુ એક રાહુલે દુનિયા ના છોડવી પડે’

3 મહિનો પહેલા
  • રાહુલે લેખિકા જ્યોતિ તિવારી સાથે લગ્ન કર્યા હતા
  • તે દિલ્હીની રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ હતો

35 વર્ષીય યુટ્યુબર રાહુલ વોહરાનું કોરોનાને કારણે અવસાન થયું છે. મોતના એક દિવસ પહેલાં તે સતત સરકાર પાસેથી મદદ માગતો હતો. તેની પત્ની જ્યોતિ તિવારીએ રાહુલના મૃત્યુ માટે સારવાર દરમિયાન થયેલી લાપરવાહીને જવાબદાર ગણાવી છે. તેણે રાહુલનો લાસ્ટ વીડિયો શેર કરીને લખ્યું, દરેક રાહુલને ન્યાય મળે. મારો રાહુલ તો જતો રહ્યો, આ બધાને ખબર છે પણ કેમ ગયો એ કોઈને ખબર નથી. રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, દિલ્હી. અહીં આવી સારવાર થાય છે. આશા છે કે મારા પતિને ન્યાય મળે અને વધુ એક રાહુલે દુનિયા ના છોડવી પડે.

વીડિયોમાં રાહુલ ઘણો વીક દેખાઈ રહ્યો છે, તે ઓક્સિજન માસ્ક દેખાડી બોલી રહ્યો છે, આજના સમયે આની બહુ કિંમત છે. આના વગર દર્દી વલખાં મારવાં લાગે છે. એ પછી તેણે માસ્ક કાઢીને કહ્યું, આમાં કંઈ આવતું નથી. અટેન્ડન્ટને બૂમ પાડીએ તો તે દોઢ-દોઢ કલાક પછી આવે છે. માસ્કમાં ઓક્સિજન ના આવતાં મેં મદદ માટે અટેન્ડન્ટને કહ્યું તો તે એક મિનિટનું કહીને ગાયબ થઇ જાય છે.

ઈમોશનલ ગુડબાય
રવિવારે રાતે જ્યોતિએ સોશિયલ મીડિયા પર સ્ટોરી મૂકી લખ્યું, પ્રેમ અધૂરો મૂકીને જતા રહ્યા ને. બીજી સ્લાઈડમાં તેણે લખ્યું, આજે બધા ભ્રમ તૂટી ગયા.

મૃત્યુ પહેલાં મદદ માગી હતી
શનિવાર, 8 મેના રોજ રાહુલે સો.મીડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ટૅગ કરીને પોતાની લાચારી વ્યક્ત કરતાં કહ્યું હતું કે જો તેને સારી રીતે સારવાર મળે તો તે બચી શકે છે. રાહુલે એમ પણ કહ્યું હતું કે તે હવે હિંમત હારી ચૂક્યો છે. તે જલદીથી બીજો જન્મ લેશે અને સારું કામ કરશે. રાહુલના કોમેડી તથા મોટિવેશનલ વીડિયો સો.મીડિયામાં બહુ વાઈરલ થતા હતા.

પત્નીએ કહ્યું હતું, ટૂંક સમયમાં ઠીક થઈ જશે
શનિવાર, 8 મેના રોજ અનેક સો.મીડિયા પેજમાં રાહુલના અવસાનની અફવા વાઈરલ થઈ હતી. આ તમામ વાતોનું ખંડન કરીને રાહુલની પત્ની જ્યોતિ તિવારીએ કહ્યું હતું કે તેના પતિ અંગે ખોટી વાતો ચાલી રહી છે. તે ટૂંક સમયમાં ઠીક થઈને ઘરે પરત આવશે.

નેટફ્લિક્સ પર જોવા મળ્યો હતો
ઉલ્લેખનીય છે કે રાહુલ વોહરા ઉત્તરાખંડના ડિજિટલ પ્લેટફોર્મ પર લોકપ્રિય હતો. તે નેટફ્લિક્સની સિરીઝ 'અનફ્રીડમ'માં જોવા મળ્યો હતો. રાહુલે લેખિકા જ્યોતિ તિવારી સાથે લગ્ન કર્યા હતા.