તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Rahul Dev, Who Is Dating 14 year old Mugdha Godse, Said On The Question Of Marriage I Want To Stay Away From This Pressure.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઈન્ટરવ્યૂ:14 વર્ષ નાની મુગ્ધા ગોડસેને ડેટ કરી રહ્યો છે રાહુલ દેવ, લગ્નના સવાલ પર કહ્યું- હું આ પ્રેશરથી દૂર રહેવા માગુ છું

19 દિવસ પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક

તાજેતરમાં દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન એક્ટર રાહુલ દેવે કહ્યું હતું, તે પોતાના અને મુગ્ધા ગોડસે સાથેના તેમના સંબંધો પર અત્યારે લગ્નની મહોર લગાવવા નથી માગતા. રાહુલના આ નિર્ણયની પાછળ એક રસપ્રદ કારણ છે. રાહુલનું માનવું છે કે, લગ્નના પ્લાનિંગમાં ઘણું પ્રેશર હોય છે, જેનાથી તેઓ અત્યારે દૂર રહેવા માગે છે. રાહુલ પોતાનાથી 14 વર્ષ નાની મુગ્ધા ગોડસેને લગભગ 7 વર્ષથી ડેટ કરી રહ્યો છે.

રાહુલ દેવે મુગ્ધા સાથેના લગ્ન અંગે કહ્યું
રાહુલ દેવના જણાવ્યા પ્રમાણે, ‘મુગ્ધાની સાથે હું 7 વર્ષથી રિલેશનશિપમાં છું અને મારા હિસાબથી લગ્નથી કોઈ ફરક નથી પડતો. લગ્ન માત્ર સોસાયટી માટે હોય છે. મને લાગે છે કે, લગ્નનું પ્લાનિંગ છોકરા અને છોકરીના પરિવાર માટે મોટું પ્રેશર હોય છે. લગ્નમાં કયા કપડાં પહેરવા, કોને બોલાવવાના છે, કોને નહીં, લગ્નની થીમ વગેરે નક્કી કરવાનું હોય છે. ઘણી વખત છોકરીવાળાને પ્રેશર હોય છે. લગ્નમાં રસગુલ્લા સારા નહોતા, કોઈને રસમલાઈ સારી ન સારી લાગી, કોઈ કહી રહ્યું છે કે જલેબી થોડી ગળી હોવી જોઈતી હતી, કોઈને બટર ચિકન પસંદ ન આવ્યું. આપણે લગ્ન દરમિયાન ઘણા જેન્ટલમેન્ટ થઈ જઈ છીએ. મને લાગે છે કે એક સાથે હોવું જરૂરી છે, ના કે લગ્ન કરવા. બંનેની વચ્ચે ઉંમરમાં અંતર વિશે રાહુલ જણાવે છે કે, કોઈ એજ-ગેપ મહત્ત્વનું નથી. બે લોકો જ્યારે મેન્ટલી, ઈમોશનલી, સ્પિરિચ્યુઅલી અને ફિઝિકલી એક બીજા સાથે કનેક્ટ હોય છે તો તે સંબંધને આગળ લઈ જઈ શકાય છે. આવી એજ-ગેપ જેવી વાતો સંબંધોમાં ટકરાવવી ન જોઈએ. ’

એકતા કપૂરની વેબ સિરીઝમાં રાહુલ જોવા મળશે
રાહુલ ટૂંક સમયમાં એકતા કપૂરની આગામી વેબ સિરીઝ 'લવ, સ્કેન્ડલ અને કોલેજ'માં ડીનની ભૂમિકા નિભાવતો જોવા મળશે. પોતાની ભૂમિકા વિશે રાહુલ જણાવે છે કે, ‘સિરીઝ એક હોસ્પિટલની કહાની પર છે, જેમાં 5 ઈન્ટર્ન્સ આવે છે અને તેમની વચ્ચેના સંબંધો ઓડિયન્સને જોવા મળશે. હું તે હોસ્પિટલની ડીનની ભૂમિકા નિભાવી રહ્યો છું. કોમ્પીટીશનથી લઈને થ્રિલર સુધી, દર્શકોને મલ્ટી-લેયર ઈમોશન જોવા મળશે.’

રાહુલનો ભાઈ પિતાની ઓટોબાયોગ્રાફી બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે
રાહુલે ખુલાસો કર્યો કે ભાઈ મુકુલ દેવ તેમના પિતા હરી દેવ પર ફિલ્મ બનાવવાના પ્લાનિંગમાં વ્યસ્ત છે. આ અંગે તે જણાવે છે કે, ‘મારા મગજમાં કોઈની ઓટોબાયોગ્રાફી કરવાનું નથી પરંતુ મારા પિતાની કહાની ઘણી રસપ્રદ રહી છે. તેઓ એક પોલીસ ઓફિસર હતા જેમને બે ગેલેન્ટ્રી અવોર્ડથી સન્માતિ કરવામાં આવ્યા હતા. કમનસીબે બે વર્ષ પહેલા તેમનું નિધન થઈ ગયું. મારો ભાઈ તેમની કહાની પર કામ કરી રહ્યો છે. હું તે ફિલ્મમાં કામ નહીં કરું કેમ કે હું ઈચ્છું છું કે કોઈ યોગ્ય કલાકાર મારા પિતાનો રોલ નિભાવે. અત્યારે મગજમાં તેમની ભૂમિકા માટે વિક્કી કૌશલનું નામ છે. રાહુલ 'લવ, સ્કેન્ડલ અને કોલેજ' ઉપરાંત 5 બીજા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે, જેમાંથી કેટલીક વેબ સિરીઝ છે અને અમુક ફિલ્મો.’

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

    વધુ વાંચો