શાહરુખ ખાનની ફિલ્મ પઠાન બુધવારે દેશભરમાં 5 હજાર 200 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. ક્યાંક આ ફિલ્મને સમર્થન મળી રહ્યું છે તો ક્યાંક તેનો વિરોધ થઈ રહ્યો છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં હિન્દુ સંગઠનોના વિરોધને કારણે પહેલો શો રદ કરવામાં આવ્યો હતો. બિહાર અને યુપીમાં ઘણી જગ્યાએ પઠાનનાં પોસ્ટરો ફાડવામાં આવ્યાં હતાં.
આ વિરોધ છતાં પહેલા શોમાં 300 સ્ક્રીન્સ વધારવી પડી હતી, એટલે કે હવે આ ફિલ્મ દેશમાં 5 હજાર 500 સ્ક્રીન પર બતાવવામાં આવી રહી છે.
પઠાન તેની થિયેટર રિલીઝના એક દિવસ પહેલાં ઓનલાઈન લીક થઈ ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મની પાઇરેટેડ કોપી Filmyzilla અને Filmy4wap પર ઉપલબ્ધ છે. ફિલ્મ મેકર્સે ચાહકોને સિનેમાઘરોમાં ફિલ્મ જોવાની અપીલ કરી છે. એમ પણ કહ્યું કે થિયેટરોમાં ન તો ફિલ્મની વીડિયોગ્રાફી કરવી અને ન તો તેને કોઈની સાથે શેર કરવી.
25 સિંગલ સ્ક્રીન બીજીવાર શરૂ, શાહરુખે કહ્યું- તમને બધાને અને મને સફળતા મળે
પઠાનની સાથે, 25 સિંગલ સ્ક્રીન સિનેમાહોલ પણ ફરી શરૂ થયા છે, જે કોવિડ દરમિયાન કોઈ કારણસર બંધ થઈ ગયા હતા. આ અંગે ખુશી વ્યક્ત કરતાં શાહરુખે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને તે તમામ સિંગલ સ્ક્રીન માલિકોને અભિનંદન પાઠવ્યા હતા.
SRKએ લખ્યું, 'નાનપણમાં મેં બધી ફિલ્મો સિંગલ સ્ક્રીન પર જ જોઈ છે. તેની પોતાની મજા છે. હું તમને અને મને સફળતા મળે એવી દુઆ, પ્રાર્થના અને પ્રેયર કરું છું. રિ-ઓપનિંગ માટે અભિનંદન.
પઠાન માટે પાગલ બનેલા ફેન્સને જુઓ
શાહરુખના ચાહકોએ હૈદરાબાદના સિનેમાહોલની બહાર ફિલ્મની રિલીઝની ઉજવણી કરી હતી. અહીં લોકો ઢોલના તાલે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો ફરતા થયા છે, જેમાં લોકો પઠાણની રિલિઝની ઉજવણી કરી રહ્યા છે.
ચાહકોએ થિયેટરમાં સ્ક્રીન પાસે જઈને ડાન્સ કર્યો હતો
મધ્યપ્રદેશ: હિન્દુ સંગઠનોએ સિનેમાહોલમાંથી સ્ટાફને બહાર કાઢ્યો
ઈન્દોરમાં પઠાનના ફર્સ્ટ શો પહેલાં જ હિંદુત્વવાદી સંગઠનોએ થિયેટરોની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સિનેમાઘરોમાં પ્રથમ શો રદ કરવામાં આવ્યો છે. કાર્યકર્તાઓ થિયેટરોની અંદર ગયા અને સ્ટાફને બળજબરીથી બહાર કાઢ્યો. પઠાન ફિલ્મ ન ચલાવવા ચેતવણી આપી. જો કે કમિશનરે દાવો કર્યો હતો કે કાયદો અને વ્યવસ્થા બગડશે નહીં. થિયેટરોની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રતલામમાં પણ હિન્દુવાદી સંગઠનોએ ફિલ્મનો વિરોધ કર્યો છે.
ઉત્તર પ્રદેશ: અનેક થિયેટરની બહાર પોલીસ તૈનાત
આગ્રામાં બુધવારે ફિલ્મ પઠાણની રિલીઝ પહેલાં હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો હતો. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બાગપતમાં પણ હંગામો થયો હતો અને પોસ્ટરો સળગાવવામાં આવ્યાં હતાં. થિયેટરના માલિકોએ સુરક્ષાની માંગ કરી હતી. આ પછી હોલની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ફિલ્મના 80%થી વધુ શો મેરઠ અને કાનપુરમાં બુક થયા છે. મેરઠમાં ચાહકોએ કેક કાપીને ફિલ્મની ઉજવણી કરી હતી.
બિહાર: ભાગલપુરમાં પોસ્ટરો સળગાવ્યાં, વિરોધ ચાલુ
ભાગલપુરમાં પઠાન ફિલ્મનાં પોસ્ટરો સળગાવવામાં આવ્યાં હતાં. હિંદુ સંગઠનો આ રિલીઝનો વિરોધ કરી રહ્યા છે. બુધવારે સવારે, કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા - ફિલ્મ ચાલશે તો થિયેટર સળગશે. કાર્યકર્તાઓએ કહ્યું કે ફિલ્મમાં સનાતન ધર્મ વિરુદ્ધનાં દૃશ્યો છે. સનાતન ધર્મનું અધઃપતન થયું છે. જોકે, પોલીસ-પ્રશાસને કહ્યું કે ફિલ્મ રિલીઝ થશે અને સુરક્ષા પૂરી પાડવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.