વિદેશમાં ‘દેશી ગર્લ’ ઘાયલ:પ્રિયંકા ચોપરા વેબ સિરીઝ ‘સિટડેલ’ના સેટ પર એક્શન સીનના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ, કપાળ પર લોહીની ધાર વહેતી દેખાઈ

3 મહિનો પહેલા
છેલ્લા ઘણા સમયથી આ સિરીઝનું શૂટિંગ લંડનમાં થઈ રહ્યું છે
  • અમેઝોન પ્રાઇમ પર રિલીઝ થનારી ‘સિટડેલ’થી પ્રિયંકા વેબ સિરીઝમાં ડેબ્યુ કરી રહી થે
  • એક્ટ્રેસ છેલ્લે હિંદી ફિલ્મ 'સ્કાઇ ઈઝ પિંક'માં જોવા મળી હતી

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હાલ લંડનમાં અમેરિકન ડ્રામા સિરીઝ ‘સિટડેલ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. એક્શન સીનના શૂટિંગ દરમિયાન એક્ટ્રેસને કપાળ પર વાગ્યું છે. આ વાતની જાણકારી તેણે સોશિયલ મીડિયા પર શેર કરી.

પ્રિયંકાએ ઘવાયેલા ચહેરાનો એક ફોટો પોસ્ટ કરીને ચાહકોને પૂછ્યું, ‘આ રિયલ લાગે છે કે ખોટું?’ એ પછી યુઝર્સે મિક્સ રિસ્પોન્સ આપવાનું શરૂ કર્યું હતું. થોડા કલાક પછી એક્ટ્રેસે અન્ય એક ફોટો પોસ્ટ કરી એરોની નિશાનીથી સમજાવી કહ્યું, ‘કપાળ પર થયેલી ઈજા અસલી છે અને આંખ નીચે ગાલ પરના નિશાન ફેક છે. ફાઈટ સીનમાં પ્રિયંકાને વાગી જતાં તેના કપાળમાંથી લોહી નીકળવાનું શરૂ થઈ ગયું હતું.

‘સિટડેલ’ સિરીઝમાં એક્ટ્રેસ ‘ગેમ ઓફ થ્રોન્સ’ ફેમ રિચર્ડ મેડન અને પેડ્રો લેન્ડ્રો સાથે સ્ક્રીન શેર કરી રહી છે. આ સિરીઝમાં પ્રિયંકા સ્પાય કેરેક્ટર પ્લે કરશે. છેલ્લા ઘણા સમયથી આ સિરીઝનું શૂટિંગ લંડનમાં થઈ રહ્યું છે. એક્ટ્રેસ સેટ પરથી ઘણીવાર ફોટો શેર કરતી રહે છે. આ સિરીઝ પહેલાં તેણે ઈન્ટરનેશનલ ફિલ્મ ‘નેક્સ્ટ ફોર યુ’નું શૂટિંગ પૂરું કર્યું છે.

વેબ સિરીઝમાં ડેબ્યુ
અમેઝોન પ્રાઈમ પર રિલીઝ થનારી સિટડેલથી પ્રિયંકા વેબ સિરીઝમાં ડેબ્યુ કરી રહી છે. સિટડેલ વેબ સિરીઝના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર એવેંજર્સ એન્ડગેમ ફેમ રૂસો બ્રધર્સ છે.

‘સિટડેલ’ વેબ સિરીઝ ઉપરાંત એક્ટ્રેસ પાસે ઘણા બોલિવૂડ અને હોલિવૂડ પ્રોજેક્ટ છે. હોલિવૂડ સ્ટાર કીનુ રીવ્સ સાથે ‘મેટ્રિક્સ 4’,મિન્ડી કેલિંગ સાથે એક રોમેન્ટિક કોમેડી, વેડિંગ થીમ રિયાલિટી શો, મા આનંદ શીલાની બાયોપિકમાં કામ કરશે. પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ તથા કેટરીના કૈફ ત્રણેય ફરહાન અખ્તરની ફિલ્મ 'જી લે ઝરા'માં સાથે જોવા મળશે. ફરહાન અખ્તર 'ડોન 2' બાદ આ ફિલ્મથી ડિરેક્શનમાં કમબેક કરી રહ્યો છે. પ્રિયંકા ચોપરા છેલ્લે હિંદી ફિલ્મ 'સ્કાઇ ઈઝ પિંક'માં જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...