ઘરમાંથી પોર્ન સ્ટારનો મૃતદેહ મળ્યો:27 વર્ષીય ડકોટા સ્કાય સોશિયલ મીડિયા પર ટોપલેસ ફોટો શેર કરી વિવાદોમાં ઘેરાઈ હતી, યુઝર્સે મારી નાખવાની ધમકી આપી હતી

4 મહિનો પહેલા
ડકોટા કેલિફોર્નિયાની રહેવાસી હતી
  • મૃત્યુનું સાચું કારણ હજુ ખબર પડી નથી
  • પોલીસ આ મામલે તપાસ કરી રહી છે

હાલમાં જ ટોપલેસ ફોટો શેર કરીને સોશિયલ મીડિયા યુઝર્સનાં નિશાને આવેલી પોર્ન સ્ટાર ડકોટા સ્કાયનું નિધન થયું છે. બુધવારે લોસ એન્જલસ સ્થિત તેના મોટરહોમમાં મૃતદેહ મળ્યો. 27 વર્ષની ડકોટાનું રિયલ નામ લોરેન સ્કાઈ સ્કોટ હતું. તેના મૃત્યુનું સાચું કારણ હજુ ખબર પડી નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ડકોટા કેલિફોર્નિયાની રહેવાસી હતી
આશરે એક મહિના પહેલાં 4 મેના રોજ તેણે સોશિયલ મીડિયા પર પોતાનો ટોપલેસ ફોટો શેર કર્યો હતો. એ પછી તેને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. ફોટોમાં તેણે ગયા વર્ષે અમેરિકન પોલીસ દ્વારા હત્યા કરાયેલા જ્યોર્જ ફ્લોઈડના ફોટો સામે ટોપલેસ પોઝ આપતી દેખાઈ હતી. તેના આ કામથી નાખુશ સોશિયલ મીડિયા યુઝર્સ મારવાની ધમકી આપતા હતા.

પર્સનલ લાઈફથી તકલીફમાં હતી
રિપોર્ટ પ્રમાણે, ડકોટાનાં મૃત્યુની જાણકારી તેના પતિએ પોલીસને આપી. તેની પર્સનલ લાઈફમાં ઘણા પ્રોબ્લેમ હતા. તેના પતિએ સોશિયલ મીડિયા ટ્રોલિંગ વિરુદ્ધ ગુસ્સો ઉતાર્યો હતો. વિવાદ વધી જતા ડકોટાએ ટોપલેસ ફોટો ડિલીટ કરી દીધો હતો.

આ ફોટો પોસ્ટ કર્યા પછી વિવાદ ચાલુ થયો હતો
આ ફોટો પોસ્ટ કર્યા પછી વિવાદ ચાલુ થયો હતો
અન્ય સમાચારો પણ છે...