પોપ સિંગર લકવાગ્રસ્ત:પોપ સિંગર જસ્ટિન બીબરને ફેશિયલ પેરાલિસિસ થયો, કહ્યું- હું સ્માઈલ પણ નથી કરી શકતો

18 દિવસ પહેલા
  • અનુપમ ખેર પણ આ બીમારીનો ભોગ બની ચૂક્યા છે

હોલિવૂડ પોપ સિંગર જસ્ટિન બીબર ફેશિયલ પેરાલિસિસનો ભોગ બન્યો છે. આ વાતની જાણકારી સિંગરે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી આપી છે. જસ્ટિને જણાવ્યું કે, તેણે 'રામસે હંટ સિન્ડ્રોમ' નામની બીમારી થઈ ગઈ છે. જેના કારણે તેના ચહેરાની એક સાઈડ પેરેલાઈઝ્ડ થઈ ગઈ છે.

સિંગરે વીડિયો શેર કર્યો
જસ્ટિને ટોરન્ટો અને વોશિંગ્ટન ડીસીમાં યોજાનાર શો કેન્સલ કર્યા પછી આ વીડિયો શેર કર્યો. વીડિયોમાં તેણે બતાવ્યું કે તે પોતાના ફેસની એક સાઈડ મુશ્કેલીથી મૂવ કરી રહ્યો છે. તેણે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું, ‘પ્લીઝ, જુઓ આ જરૂરી છે. હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું અને મને તમારી પ્રાર્થનાની જરૂર છે.’

જસ્ટિને પોતાના શો કેન્સલ કરવા માટે માફી માગી
જસ્ટિને વીડિયોમાં કહ્યું, ‘આ તે લોકો માટે છે જે મારા અપકમિંગ શોના કેન્સલેશનથી ફ્રસ્ટ્રેટ છે, હું ફિઝિકલી રીતે મારા શો કરવામાં સક્ષમ નથી. મારા શરીરને થોડા આરામની જરૂર છે. મને લાગે છે કે તમે લોકો આ વાત સમજશો.’

જસ્ટિનની ફેસની એક સાઈડ પેરાલિસિસગ્રસ્ત
તેણે પોતાનો ફેસ બતાવ્યો કે કેવી રીતે તેની એક આંખ ઝપકી નથી રહીં. સિંગરે કહ્યું, હું મારા ચહેરાની આ બાજુથી સ્માઈલ પણ નથી કરી શકતો. મારું આ તરફનું નાક પણ નથી હલી રહ્યું. મારા ફેસની આ સાઈડ સંપૂર્ણ રીતે લકવાગ્રસ્ત છે.

ટૂંક સમયમાં પૂરી એનર્જીથી પરત ફરશે સિંગર
જસ્ટિને કહ્યું કે, તે નથી જાણતો કે તેને રિકવર થવામાં કેટલો સમય લાગશે. જો કે, તેણે કહ્યું કે, તેને વિશ્વાસ છે કે આરામ અને થેરપીથી તે સંપૂર્ણ રીતે સાજો થઈ જશે. સાથે જ સિંગર તેના માટે ફેશિયલ એક્સર્સાઈઝ પણ કરી રહ્યો છે. જસ્ટિને કહ્યું, ‘હું આ સમયે આરામ કરવા માગું છું અને હું એનર્જીથી પાછો ફરીશ. જેથી હું તે કરી શકું જે કરવા માટે હું જન્મ્યો છું.’

13 વર્ષની ઉંમરે સફળતા મળી ગઈ હતી
જસ્ટિને 13 વર્ષની ઉંમરે જ ખ્યાતિ મેળવી હતી. તેની માતાએ ટીનેજર જસ્ટિનના સિંગિંગનો હોમ વીડિયો યુટ્યુબ પર અપલોડ કર્યો હતો. તેણે 'બેબી' અને 'બિલીવ' જેવા હિટ ચાર્ટબસ્ટર સોંગ્સ આપ્યાં છે. જસ્ટિને 22 નોમિનેશનમાંથી બે ગ્રેમી એવોર્ડ જીત્યા છે. માર્ચમાં જસ્ટિનની પત્ની હેલી બીબરને બ્રેનમાં બ્લડ ક્લોટિંગ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

અનુપમ ખેર પણ આ બીમારીનો ભોગ બની ચૂક્યા છે
અનુપમ ખેરે પોતાની એક્ટિંગ કરિયરમાં ઘણા સંઘર્ષનો સામનો કર્યો છે. જ્યારે તેમની કરિયર સફળતાના શીખરે હતી ત્યારે તેમને ફેશિયલ પેરાલિસિસ થઈ ગયો હતો. તેનો ખુલાસો ખુદ એક્ટરે કર્યો હતો. ‘હમ આપકે હૈ કૌન’ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમને ફેશિયલ પેરાલિસિસ થયો હતો, પરંતુ તેમને હાર ન માની અને આ બીમારીનો સામનો કર્યો. અનુપમ ખેરે ડૉક્ટરના કહેવા છતાં પણ શૂટિંગ કેન્સલ નહોતું કર્યું.

અન્ય સમાચારો પણ છે...