• Gujarati News
  • Entertainment
  • Police Complaint Against Allu Arjun, Accused Of Giving Misleading Information In Educational Institute Ad

લીગલ ટ્રબલમાં 'પુષ્પરાજ':અલ્લુ અર્જુન વિરુદ્ધ પોલીસ ફરિયાદ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટની એડમાં ગેરમાર્ગે દોરતી જાણકારી આપવાનો આરોપ

18 દિવસ પહેલા
  • એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂશનની સ્પેશિયલ એડમાં અલ્લુ અર્જુને ભ્રામક અને ખોટી જાણકારી આપી

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન પોતાની અપકમિંગ ફિલ્મ 'પુષ્પાઃ ધ રૂલ'ને કારણે ચર્ચામાં છે. સમાચાર આવી રહ્યા છે કે 'પુષ્પા ધ રાઈઝ'થી દુનિયાભરમાં લોકપ્રિય બનેલો અલ્લુ અર્જુન હવે કાયદાકીય મુશ્કેલીમાં છે. રિપોર્ટના અનુસાર, અલ્લુ અર્જુન વિરુદ્ધ એક સોશિયલ એક્ટિવિસ્ટે FIR નોંધાવી છે, જેમાં એક્ટિવિસ્ટે દાવો કર્યો છે કે એક એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂશનની સ્પેશિયલ એડમાં અલ્લુ અર્જુને ભ્રામક અને ખોટી જાણકારી આપી છે.

રિપોર્ટ્સના અનુસાર, સોશિયલ એક્ટિવિસ્ટ કોઠા ઉપેન્દ્ર રેડ્ડીએ અંબરપેટ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે, જેમાં એક્ટિવિસ્ટે આવી ભ્રામક જાહેરાતો વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે. એક્ટિવિસ્ટે અલ્લુ અર્જુનની વિરુદ્ધ એડ કરવા અને શ્રી ચૈતન્ય એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂશન વિરુદ્ધ ખોટી જાણકારી આપવા માટે ફરિયાદ દાખલ કરી છે. કોઠા ઉપેન્દ્ર રેડ્ડીએ વિનંતી કરી કે લોકોને છેતરવા માટે અલ્લુ અર્જુન અને એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂશન પર વહેલી તકે કાર્યવાહી થવી જોઈએ.

અલ્લુએ 6 જૂનના રોજ ઈન્સ્ટિટ્યૂશનની એડને પ્રમોટ કરી હતી
હકીકતમાં અલ્લુ અર્જુને 6 જૂનના રોજ IIT અને NITના રેંકર્સ વિશે જાણકારી આપતા શ્રી ચૈતન્ય એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂશનની એક એડને પ્રમોટ કરી હતી. હવે તેના પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ એડ ભ્રામક છે અને સમાજને ખોટી જાણકારી આપે છે. આ એડના કારણે અલ્લુ અર્જુન ટ્રોલિંગનો ભોગ બન્યો છે.

અલ્લુએ પહેલાં પણ એડના કારણે ટીકાઓનો સામનો કર્યો છે
આ પહેલી વખત નથી કે જ્યારે અલ્લુ અર્જુન કોઈ એડને કારણે ટ્રોલિંગનો ભોગ બન્યો હોય. આ પહેલાં અલ્લુને એક ફૂડ ડિલિવરી એપના માર્કેટિંગ માટે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં, અલ્લુને ગવર્નમેન્ટ ટ્રાન્ઝિટ સર્વિસીઝને ખોટી રીતે રજૂ કરીને બાઈક એપને પ્રમોટ કરવાના મામલે ચેતવણી પણ આપવામાં આવી હતી.

'પુષ્પાઃ ધ રાઈઝ'ના હિન્દી વર્ઝને 110 કરોડ રૂપિયાની કમાણી કરી
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અલ્લુ છેલ્લે 'પુષ્પા ધ રાઈઝ'માં જોવા મળ્યો હતો. સુકુમારના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મને ગયા વર્ષે 17 ડિસેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મમાં અલ્લુ એટલે 'પુષ્પરાજ' સિવાય રશ્મિકા મંદાના, સુનીલ, સમાંથા રૂથ પ્રભુ, ફહાદ ફાસિલ, પ્રકાશ રાજ, અજય ઘોષ સહિત ઘણા સ્ટાર્સ લીડ રોલમાં જોવા મળ્યાં હતાં.

ફિલ્મને હિન્દી, તમિળ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મના હિન્દી વર્ઝને લગભગ 110 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. હવે ફેન્સ ફિલ્મના બીજા પાર્ટ 'પુષ્પાઃ ધ રૂલ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અલ્લુ અર્જુન ટૂંક સમયમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...