અભિનેતા અને સિંગર પીયૂષ મિશ્રાએ હાલમાં જ આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાની ઓટોબાયોગ્રાફી ‘તુમ્હારી ઓકાત ક્યા હે પીયૂષ મિશ્રા’ વિશે વાત કરી. આ વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું કે, જયારે તે 7માં ધોરણમાં હતા ત્યારે તેમની એક સંબંધી મહિલાએ તેનું યોન ઉત્પીડન કર્યું હતું.
પીયૂષ કહે છે કે, અંદાજે 50 વર્ષ પહેલા બનેલી આ ઘટનાની અસર તેમના જીવન પર ખૂબ જ ખરાબ પડી હતી. તે આજે પણ જ્યારે આ ઘટનાને યાદ કરે છે તો તેમનાં શરીરમાં ધ્રૂજારી આવી જાય છે.
પીયૂષે મહિલાની ઓળખ છૂપાવી
આ ઘટના વિશે વાત કરતા પીયૂષે ન્યૂઝ એજન્સી PTIને જણાવ્યુ હતુ કે, તેઓએ પોતાની બાયોગ્રાફીમાં યોન ઉત્પીડનનાં કિસ્સાનો ઉલ્લેખ જરુર કર્યો હતો પણ આ મહિલાનું નામ અને તેની ઓળખ છુપાવીને રાખી હતી કારણ કે, તે કોઈપણ સાથે બદલો લેવાની ઈચ્છા રાખતો ન હતો. પીયૂષે કહ્યું કે, ‘7માં ધોરણમાં બનેલી આ ઘટનાના કારણે તે શોકમાં ચાલ્યો ગયો હતો.’
તે યોન ઉત્પીડને મને આજીવન તકલીફ આપી - પીયૂષ
પીયૂષે આગળ કહ્યું - ‘શારીરિક સંબંધ એક એવી વસ્તુ છે, જેમાં તમારી પહેલી મુલાકાત હંમેશા યાદગાર રહેવી જોઈએ નહીતર તે જીવનભર તમને ડરાવી શકે છે. તે યોન ઉત્પીડને મને જીંદગીભરની તકલીફ આપી છે અને તેમાંથી બહાર નીકળવા માટે મારે એક લાંબો સમય અને અનેક સાથીઓની જરુર પડી. આ ઘટનામાંથી બહાર આવવામાં મારી અંદરની કળાએ ખૂબ જ મદદ કરી.’
મારી ઈચ્છા કોઈ સાથે બદલો લેવાની જરાપણ નથી - પીયૂષ મિશ્રા
વાતચીત દરમિયાન પીયૂષ બોલ્યા - ‘હું આ લોકોની ઓળખ આપવા ઈચ્છતો નથી. આ લોકોમાંથી અનેક મહિલાઓ અને પુરુષો અત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવી ચૂક્યા છે. હું તેમની સાથે કોઈ જ પ્રકારનો બદલો લેવા ઈચ્છતો નથી.’
હું જે પ્રકારની વાત કરુ છુ, યુવા મારી સાથે વધુ કનેક્ટ થઈ રહ્યા છે- પીયૂષ
યૂથ સાથેનાં કનેક્શન વિશે વાત કરતા પીયૂષે કહ્યુ - ‘શક્ય બની શકે કે, હુ જે પ્રકારની વાત કરી રહ્યો છુ તેના કારણે યુવા મારી સાથે કનેક્ટ થઈ શકે અથવા તો યુવા લોકોને એવો અનુભવ થઈ રહ્યો છે કે, કોઈ એવો કલાકાર છે કે જે વધુ પડતા ભારે શબ્દોનો ઉપયોગ કરતા નથી. હું મારી અંદર કોઈપણ પ્રકારની મોટાઈ રાખવા ઈચ્છતો નથી અને જેટલા યુવાઓ સાથે હુ જોડાઈ શકીશ તેટલુ જ કલાકાર તરીકે મારા માટે સારુ રહેશે.’
પીયૂષે બુકનાં માધ્યમથી પોતાની યાત્રા શેર કરી
પીયૂષ મિશ્રાની ઓટોબાયોગ્રાફી તેની યાત્રા વિશે જણાવે છે. આખરે કેવી રીતે તે ગ્વાલિયર ગલીઓમાંથી બહાર નીકળીને દિલ્હીનાં મંડી હાઉસ સુધી પહોંચ્યા અને પછી ત્યાથી મુંબઈ સુધીની યાત્રા કેવી રીતે નક્કી થઈ? બુકમાં તેમનું નામ સંતાપ ત્રિવેદી અથવા હેમલેટ છે કારણ કે, NSDમાં તેમને આ જ નામથી ઓળખવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.