તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્ટરવ્યૂ:રિલેશનશિપ સ્ટેટસ પર ‘મૈં હીરો બોલ રહા હૂં’ ફેમ પાર્થ સમ્થાને કહ્યું-સિંગલ છું અને ખુશ છું, પણ પ્રેમની શોધમાં છું

2 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક
પાર્થ ટૂંક સમયમાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મથી 
બોલિવૂડ ડેબ્યુ કરવાનો છે - Divya Bhaskar
પાર્થ ટૂંક સમયમાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યુ કરવાનો છે
  • પાર્થને ચોકલેટી ઇમેજ તોડવી હતી, ચેલેન્જ લેવા આ સિરીઝ માટે હા પાડી
  • કેરેક્ટરને ન્યાય આપવા પાર્થે 8 મહિનાથી વાળ કપાવ્યા નહોતા

પાર્થ સમ્થાન હાલમાં જ એકતા કપૂર બેનરની વેબસિરીઝ ‘મૈં હીરો બોલ રહા હૂં’થી ડિજિટલ ડેબ્યુ કર્યું છે. શો માટે એક્ટરે ઘણા ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન પણ કર્યા. દિવ્ય ભાસ્કર સાથે વાતચીત દરમિયાન પાર્થે સિરીઝ સાથે જોડાયેલી અમુક ખાસ વાતો શેર કરી. આ દરમિયાન તેણે પોતાના રિલેશનશિપ સ્ટેટસ વિશે પણ ચોખવટ કરી. તેણે કહ્યું, હું સિંગલ અને ખુશ છું. હાલ માત્ર મારા કામ પર ધ્યાન આપવા માગું છું. એવું નથી કે મને કોઈની શોધ નથી. હા, હું પણ મારી જિંદગીમાં પ્રેમ શોધી રહ્યો છું. પ્યારની શોધમાં છું. આશા છે કે જલ્દી કોઈ એવી વ્યક્તિ સાથે ભેટો થઇ જાય અને પ્રેમ થઇ જાય. પાર્થ સમથાન સાથે થયેલી વાતચીત...

‘ચેલેન્જ લેવા આ સિરીઝ માટે હા પાડી હતી’
સિરીઝમાં ગેંગસ્ટરના રોલ વિશે પાર્થે કહ્યું, મને લાગે છે કે આ મારા કરિયરમાં એક અચિવમેન્ટ સાબિત થશે. જો હું આગળ પણ તેને નિભાવી રાખીશ તો જર્ની ઈન્ટરેસ્ટિંગ બનશે. હું મારી ચોકલેટી ઈમેજ તોડવા ઈચ્છતો હતો. આથી ચેલેન્જ તરીકે મેં આ શો માટે હા પાડી હતી. શરુઆતમાં થોડી તકલીફ થઈ કારણકે હું એકબાજુ અનુરાગ બાસુ(કસોટી ઝિંદગી કે 2)નો રોલ પ્લે કરી રહ્યો હતો અને બીજી તરફ ગેંગસ્ટરનો. બંનેની ભાષા ઘણી અલગ હતી. કોવિડ પછી હું માત્ર સિરીઝનું જ કામ કરી રહ્યો હતો, તેને લીધે મને ઘણી સરળતા થઇ ગઈ. ટ્રેલર જોઇને મારા પેરેન્ટ્સ, ફેમિલી મેમ્બર્સ અને મિત્રો ઘણા ખુશ હતા. આ મારા માટે એક અચિવમેન્ટની જેમ છે.

‘હેર એક્સટેન્શન યુઝ કરી શકતો હતો, પણ તેવું ના કર્યું’
કેરેક્ટરને ન્યાય આપવા પાર્થે 8 મહિનાથી વાળ કપાવ્યા નહોતા. આ વિશે તેણે કહ્યું, હું કંટાળી ગયો હતો. વાળ ઓળતા મને ઓછામાં ઓછો એક કલાક લાગતો હતો. હું હેર એક્સટેન્શન વાપરી શકું તેમ હતો પણ તેમ ના કર્યું.

‘રોલ માટે ઘણી ફિલ્મ જોઈ’
પાર્થે ગેંગસ્ટરના રોલ માટે ઘણી બોલિવૂડ ફિલ્મ્સ જોઈ અને ઘણા એક્ટરમાંથી પ્રેરણા પણ લીધી. તેણે કહ્યું, બોલિવૂડમાં ગેંગસ્ટર રોલમાં ‘સત્યા’માં મનોજ બાજપેયી, ‘વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ’માં અજય દેવગણ અને ‘વાસ્તવ’માં સંજય દત્ત મારા ફેવરિટ છે. રોલ માટે મેં આ બધી ફિલ્મ્સ જોઈ અને ઘણી બુક્સ પણ વાંચી.

‘બાળપણથી મોટી સ્ક્રીન પર દેખાવાનું સપનું જોતો હતો’
પાર્થ ટૂંક સમયમાં બોલિવૂડ ડેબ્યુ કરવાનો છે. તે ઈચ્છે છે કે તેની ફિલ્મ મોટા પડદે રિલીઝ થાય, પણ OTT પ્લેટફોર્મથી પણ ખુશ છે. આ વિશે તેણે કહ્યું, બાળપણથી મને લાગતું હતું કે જો કંઇક મોટું કરવું હોય તો મોટી સ્ક્રીન પર આવવું પડે. આ સપના પર કામ કરવાનું શરુ કર્યું. જો કે, હાલ ડિજિટલ પ્લેટફોર્મ પણ મોટા છે. હવે વેબની દુનિયાથી ઘણા લોકોને કામ પણ મળી રહ્યું છે. આ બધામાં ફિલ્મનું પોતાનું આગવું મહત્ત્વ છે.

અન્ય સમાચારો પણ છે...