• Gujarati News
  • Entertainment
  • Palak Tiwari Reveals That His Mother Shweta Tiwari Doesn't Mind Doing Intimate Scenes, Saying She Never Controls Me

રિએક્શન:પલક તિવારીએ ખુલાસો કર્યો કે ઈન્ટિમેટ સીન કરવા પર તેની માતા શ્વેતા તિવારીને કોઈ વાંધો નથી, કહ્યું કે- તે મને ક્યારેય કંટ્રોલ નથી કરતી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પલકે કહ્યું કે, ફિલ્મોમાં બોલ્ડ અને ઈન્ટિમેટ સીન કરવા પર તેની માતા શ્વેતા તિવારીને કોઈપણ પ્રકારનો વાંધો નથી
  • 'રોઝીઃ ધ કેસર ચેપ્ટર'માં જોવા મળશે પલક તિવારી

અપકમિંગ એક્ટ્રેસ પલક તિવારીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ફિલ્મોમાં બોલ્ડ અને ઈન્ટિમેટ સીન કરવા પર તેની માતા શ્વેતા તિવારીને કોઈપણ પ્રકારનો વાંધો નથી. તે ઉપરાંત તેને પોતાની ડેબ્યુ ફિલ્મને લઈને પોતાની ખુશી વ્યક્ત કરી. તેને જણાવ્યું કે, ફિલ્મોમાં બોલ્ડ અને ઈન્ટિમેટ સીનને લઈને માતા શ્વેતા તિવારી કહે છે કે તે તારું કરિયર અને તારા નિર્ણયો છે. વાતચીત દરમિયાન પલકે શ્વેતા સાથે સરખામણી કરવા અંગે ખુલીને વાત પણ કરી હતી. તેને કહ્યું કે તે તુલનાની સાથે 'ઘણી સહજ' મહેસૂસ કરે છે.

શ્વેતા દીકરી પલકને કાબૂમાં નથી રાખતી
પલક તિવારીએ કહ્યું, તેઓ (શ્વેતા તિવારી) તેને કંટ્રોલ નથી કરતી. મને મારી માતા વિશે એક વાત ગમે છે કે તે મને કહેતી રહે છે કે તે તારી કરિયર છે, તારો નિર્ણય છે. મને લાગે છે કે તે મારા પર વિશ્વાસ કરે છે. એટલા માટે મને કહેતી રહે છે કે તારી કરિયર છે અને તું તારા નિર્ણય લેવા માટે ઘણી સ્માર્ટ છે.

પલક પોતાની જાતને ક્યારેય તેની માતા કરતાં વધુ સારી ન માની શકે
શ્વેતા સાથેની તુલના વિશે પૂછવા પર પલકે કહ્યું, આ વાતને નકારી શકાય નહીં કે લોકો મારી તુલના મારી માતા શ્વેતા તિવારી સાથે કરશે. મને એ વાતનો જરાય ડર નથી કેમ કે હું આવું કંઈ સાબિત કરવા નથી માગતી. હું એક અલગ પર્સનાલિટી છું અને ઈચ્છું છું કે લોકો મને અને મારા કામને સમજે અને પસંદ કરે. હું મારી જાતને મારી માતા કરતાં વધુ સારી રીતે ક્યારેય માની શકતી નથી. હું મારી પોતાની ઓળખ બનાવવા માંગુ છું જેના માટે હું સખત મહેનત કરું છું.

'રોઝીઃ ધ કેસર ચેપ્ટર'માં જોવા મળશે પલક તિવારી
શ્વેતાએ જ્યાં ટેલિવિઝનમાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી, ત્યારે પલક ફિલ્મ 'રોઝીઃધ કેસર ચેપ્ટર'થી એક્ટિંગની શરૂઆત કરશે. વિશાલ મિશ્રા દ્વારા નિર્દેશિત આ હોરર થ્રિલર ફિલ્મ સત્ય ઘટનાથી પ્રેરિત છે. ફિલ્મમાં અરબાઝ ખાન, મલ્લિકા શેરાવત અને વિવેક ઓબેરોય પણ છે.

અન્ય સમાચારો પણ છે...