'પાન સિંહ તોમર'ના રાઇટર સંજય ચૌહાણનું નિધન:મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ, પત્રકાર તરીકે કરિયરની શરૂઆત કરી

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈરફાન ખાનની એવોર્ડ વિનિંગ ફિલ્મ 'પાન સિંહ તોમર'ના રાઇટર સંજય ચૌહાણે દુનિયાને અલવિદા કહી દીધું છે. સંજય ચૌહાણ છેલ્લા ઘણાં સમયથી લીવરની બીમારીથી પીડિત હોય મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગુરૂવારે અંતિમ શ્વાસ લીધા હતાં. સંજયના નિધનના સમાચારથી લોકો શોકમાં ગરકાવ થઇ ગયા છે. સોશિયલ મીડિયા પર દરેક લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

આ ફિલ્મ માટે મળ્યા છે એવોર્ડ
સંજયના પરિવાર વિશે વાત કરવામાં આવે તો પત્ની સરિતા અને પુત્રી સારા ચૌહાણ છે. સંજય માત્ર 'પાન સિંહ તોમર' માટે જ નહીં પરંતુ 'મૈંને ગાંધી કો નહીં મારા', 'ધૂપ', 'સાહેબ બીવી ગેંગસ્ટર' અને 'આઈ એમ કલામ' જેવી ફિલ્મો માટે પણ જાણીતા છે. સંજયને 'આઈ એમ કલામ' માટે શ્રેષ્ઠ વાર્તાનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. તો તિગ્માંશુ ધુલિયા સાથે 'સાહેબ બીવી ગેંગસ્ટર' જેવી ઘણી ફિલ્મો પણ લખી છે. ચૌહાણ લેખન બંધુત્વના અધિકારોમાં સક્રિયપણે ભાગ લેવા માટે પણ જાણીતા છે.

પત્રકાર તરીકે કરિયરની શરૂઆત કરી હતી
સંજય ચૌહાણ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલનો રહેવાસી હતા. તેમના પિતા રેલ્વેમાં નોકરી કરતા હતા અને માતા શાળામાં શિક્ષક હતા. સંજયે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને દિલ્હીમાંપત્રકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. આ પછી તેણે વર્ષ 1990માં સોની ટેલિવિઝન માટે ક્રાઇમ આધારિત ટીવી શ્રેણી 'ભંવર' લખી હતી. જેની ખૂબ જ ચર્ચા થઈ.આ પછી જ તે મુંબઈ આવ્યા હતા. સંજય સુધીર મિશ્રાની 2003માં આવેલી ફિલ્મ હઝારોં ખ્વાશીં ઐસીના સંવાદો માટે પણ જાણીતા છે.

સંજયનીવિદાય હિન્દી સિનેમા માટે મોટી ખોટ છે
સંજય ચૌહાણ, જેમણે પોતાના સ્પષ્ટવક્તા અને કલાત્મક લેખનથી સ્ક્રીન પર અનેક જાદુઈ વાર્તાઓ અને સંવાદો સર્જ્યા હતા, તે હિન્દી સિનેમા જગત માટે મોટી ખોટ છે.તેમણે આ રીતે દુનિયા છોડી દીધા બાદ ઈન્ડસ્ટ્રીમાં તેના મિત્રો અને સ્નેહીજનો તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.તેમના પરિવારમાં તેમની પત્ની સરિતા અને પુત્રી સારા છે.