ઓસ્કર અવૉર્ડ્સ 2021:પ્રિયંકા ચોપરાની ‘વ્હાઈટ ટાઇગર’ ફિલ્મને અવોર્ડ ના મળ્યો, ‘નોમેડલેન્ડ’ને બેસ્ટ પિક્ચર સહિત ત્રણ અવોર્ડ મળ્યા, 73 વર્ષીય યુહ-જુંગ-યુને ઈતિહાસ રચ્યો

6 મહિનો પહેલા
ફિલ્મ ‘ધ વ્હાઈટ ટાઈગર’ બેસ્ટ અડોપ્ટેડ સ્ક્રીનપ્લે કેટેગરીમાં નોમિનેટ થઇ હતી
  • બેસ્ટ એક્ટરનો અવૉર્ડ એન્થની હોપકિન્સે ફિલ્મ ‘ફાધર’ માટે જીત્યો
  • નોમિનેશન સેરેમની પ્રિયંકા ચોપરા અને નિક જોનસે હોસ્ટ કરી હતી
  • ઓસ્કર અવૉર્ડ્સ સેરેમની 225 દેશમાં ટેલિકાસ્ટ થઈ હતી

93મા ઓસ્કર અવોર્ડ સેરેમનીમાં પ્રિયંકા ચોપરાને નિરાશ થવાનો વારો આવ્યો છે. તેની ફિલ્મ ‘ધ વ્હાઈટ ટાઈગર’ બેસ્ટ અડોપ્ટેડ સ્ક્રીનપ્લે કેટેગરીમાં નોમિનેટ થઇ હતી, પરંતુ આ કેટેગરીમાં આ અવોર્ડ ‘ધ ફાધર’ને નામ રહ્યો. હોલિવૂડના ડોલ્બી થિયેટરમાં 93મા ઓસ્કર અવોર્ડ્સ જાહેર કરવામાં આવ્યા. સેરેમનીમાં નોમાડલેન્ડની બોલબાલા રહી. ફિલ્મે બેસ્ટ પિક્ચર, બેસ્ટ એક્ટ્રેસ(ફ્રાન્સિસ મેકડોરમેંડ) અને બેસ્ટ ડિરેક્શન(ક્લો ઝાઓ) એમ ત્રણ અવોર્ડ પોતાને નામે કર્યા.

એન્થની હોપકિન્સને બીજીવાર ઓસ્કર અવોર્ડ મળ્યો
એન્થની હોપકિન્સને બીજીવાર ઓસ્કર અવોર્ડ મળ્યો

એન્થની સૌથી ઉંમરલાયર બેસ્ટ એક્ટર
બેસ્ટ એક્ટરનો અવોર્ડ એન્થની હોપકિન્સે ફિલ્મ ફાધર માટે જીત્યો. 73 વર્ષીય સાઉથ કોરિયન એક્ટ્રેસ યુહ-જુંગ યુને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો અવોર્ડ જીતી ઈતિહાસ રચ્યો. આ અવોર્ડ જીતનારા તે સાઉથ કોરિયાની પ્રથમ અને એશિયાની બીજી એક્ટ્રેસ છે. એશિયામાં પ્રથમ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર અવોર્ડ જાપાની-અમેરિકન એક્ટ્રેસ અને સિંગર મિયોશી ઉમેકીએ 1958માં ફિલ્મ સાયોનારા માટે મળ્યો હતો.

73 વર્ષીય સાઉથ કોરિયન એક્ટ્રેસ યુહ-જુંગ યુને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો અવૉર્ડ જીતી ઈતિહાસ રચ્યો
73 વર્ષીય સાઉથ કોરિયન એક્ટ્રેસ યુહ-જુંગ યુને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો અવૉર્ડ જીતી ઈતિહાસ રચ્યો

હોલિવૂડના ડોલ્બી થિયેટરમાં 93મા ઓસ્કર અવૉર્ડ્સ ​​​​​​ જાહેર કરવામાં આવ્યા. સેરેમનીમાં નોમેડલેન્ડની બોલબાલા રહી. ફિલ્મે બેસ્ટ પિક્ચર, બેસ્ટ એક્ટ્રેસ(ફ્રાન્સિસ મેકડોરમેંડ) અને બેસ્ટ ડિરેક્શન(ક્લો ઝાઓ) એમ ત્રણ અવૉર્ડ પોતાને નામે કર્યા. બેસ્ટ એક્ટરનો અવૉર્ડ એન્થની હોપકિન્સે ફિલ્મ ફાધર માટે જીત્યો. 73 વર્ષીય સાઉથ કોરિયન એક્ટ્રેસ યુહ-જુંગ યુને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો અવૉર્ડ જીતી ઈતિહાસ રચ્યો. આ અવૉર્ડ જીતનારા તે સાઉથ કોરિયાની પ્રથમ અને એશિયાની બીજી એક્ટ્રેસ છે. એશિયામાં પ્રથમ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર અવૉર્ડ જાપાની-અમેરિકન એક્ટ્રેસ અને સિંગર મિયોશી ઉમેકીએ 1958માં ફિલ્મ સાયોનારા માટે મળ્યો હતો.

વિનર્સનું લિસ્ટ

કેટેગરીવિજેતાફિલ્મ
બેસ્ટ એક્ટર (લીડિંગ રોલ)એન્થની હોપકિન્સધ ફાધર
બેસ્ટ એક્ટ્રેસ (લીડિંગ રોલ)ફ્રાન્સિસ મેકડોરમેંડનોમેડલેન્ડ
બેસ્ટ પિક્ચરનોમેડલેન્ડ
બેસ્ટ ઓરિજીનલ સોંગફાઈટ ફોર યુજુડાસ એન્ડ બ્લેક મસીહ
બેસ્ટ ફિલ્મ એડિટિંગમિક્કેલ ઈ જી નિએલ્સનસાઉન્ડ ઓફ મેટલ
બેસ્ટ સિનેમેટોગ્રાફીErik Messerschmidtમેંક
બેસ્ટ એક્ટ્રેસ સપોર્ટિંગયુહ-જુંગ-યુનમિનારી
બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટડેવિડ લી, સ્કોટ ફિશરટેનેટ
બેસ્ટ ડોક્યુમેન્ટરી(ફીચર)માય ઓક્ટોપસ ટીચર
બેસ્ટ ડોક્યુમેન્ટરી (શોર્ટ સબ્જેક્ટ)કોલેટ
બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મસોલ
બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મઇફ એનિથિંગ હેપન્સ આઈ લવ યુ
બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મટુ ડિસ્ટન્સ સ્ટ્રેન્જર્સ
બેસ્ટ સાઉન્ડસાઉન્ડ ઓફ મેટલ
બેસ્ટ ડિરેક્શનક્લો ઝાઓનોમેડલેન્ડ
બેસ્ટ કોસ્ચ્યૂમ-ડિઝાઈનમા રેનિઝ બ્લેક બોટલ
બેસ્ટ મેકઅપ એન્ડ હેરસ્ટાઈલમા રેનિઝ બ્લેક બોટલ
બેસ્ટ એક્ટર સપોર્ટિંગ રોલડેનિયલ કાલુયા
બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મઅનધર રાઉન્ડ
બેસ્ટ અડોપ્ટેડ સ્ક્રીનપ્લેધ ફાધર
બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેએમરેલ્ડ ફેનપ્રોમિસિંગ યંગ વીમેન

જોવાની વાત એ છે કે આ વર્ષે ઓસ્કર વિજેતા અને ધ બ્રિટિશ એકેડમી ઑફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ (BAFTA) અવૉર્ડ્સ 2021ના બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ એક્ટર અને બેસ્ટ પિક્ચરના વિજેતા સરખા છે.

BAFTA અવૉર્ડ 2021ના વિજેતા:‘નોમાડલેન્ડ’ ફિલ્મે સૌથી વધારે ચાર અવૉર્ડ જીત્યા
હોલિવૂડ ડ્રામા ફિલ્મ નોમાડલેન્ડએ સૌથી વધારે ચાર અવૉર્ડ જીત્યા છે. ફિલ્મની લીડ એક્ટ્રેસ ફ્રાન્સિસ મેકડોરમેંડને બેસ્ટ એક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો છે, જ્યારે ફિલ્મના નિર્દેશક ક્લો ઝાઓને બેસ્ટ ડિરેક્ટરનો અવૉર્ડ મળ્યો. બેસ્ટ સિનેમેટોગ્રાફી કેટેગરીનો અવૉર્ડ પણ નોમાડલેન્ડને મળ્યો. એન્થની હોપકિન્સને ધ ફાધર માટે બેસ્ટ એક્ટરનો અવૉર્ડ મળ્યો.

કોરોના દરમિયાન નો માસ્ક પોલિસી
કોરોના મહામારીને લીધે આ વર્ષે સેરેમની નાની રાખવામાં આવી હતી. 225 દેશોમાં ટેલિકાસ્ટ થયું હતું. સેરેમનીમાં નો માસ્ક પોલિસી હતી. જોકે એક્ટર અને બીજા સેલેબ્સ ત્યારે જ માસ્ક દૂર કરી શકે, જ્યારે તેઓ કેમેરા સામે ના હોય અને કેમેરા ચાલુ ના હોય.

આ 5 ફિલ્મને સૌથી વધારે 5 નોમિનેશન
નોમિનેશન સેરેમનીમાં માંકને 10, ધ ફાધરને 6, જૂડાસ એન્ડ ધ બ્લેક મસીહને 6, મિનારીને 6, નોમેડલેન્ડને 6, સાઉન્ડ ઓફ મેટલને 6, ધ ટ્રાયલ ઓફ ધ શિકાગોને 6, મા રેનિઝ બ્લેક બોટમને 5, પ્રોમિસિંગ યંગ વુમનને 5 નોમિનેશન મળ્યા હતા. નોમિનેશન સેરેમની પ્રિયંકા ચોપરા અને નિક જોનસે હોસ્ટ કરી હતી. જોકે મેન ઇવેન્ટમાં આ વર્ષે કોઈ હોસ્ટ નહોતું.