72 વર્ષનાં અકબર અને 47 વર્ષની જોધા:25 વર્ષ નાની યુવતી સાથે કામ કરવા પર નસરુદ્દીન બોલ્યા, ‘તેમણે મારી પુત્રીની ભૂમિકા ભજવવી જોઈએ’

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

નસરુદ્દીન શાહે સીરિઝ ‘તાજ ડિવાઈડેડ બાય બ્લડ’માં અકબરનું પાત્ર ભજવ્યુ હતું અને તેના ઓપોઝિટ જોધાના રોલ માટે સંધ્યા મૃદુલની પસંદગી કરવામાં આવી હતી. નસરુદ્દીન શાહે સંધ્યાની સાથે રોમાન્ટિક સીન પર વાત કરી કે, ‘સંધ્યા ઉંમરમાં એટલી નાની છે કે, તે મારી દીકરીનું પાત્ર પણ ભજવી શકતી હતી.’ તો બીજી તરફ સંધ્યાનું કહેવુ એવુ છે કે, તે નસીર સાહેબની સાથે રોમાન્ટિક સીન કરવામાં કમ્ફોર્ટેબલ હતી. સંધ્યાએ કહ્યું કે, રોમાન્ટિક સીન દરમિયાન નસીર સાહેબ ખૂબ જ હાસ્ય-મજાક કરતા હતા, જેથી શૂટિંગ દરમિયાન માહોલને હળવો બનાવી શકાય.

નસીર સરે ક્યારેય પણ અનકમ્ફોર્ટેબલ થવા દીધી નહોતી
સંધ્યાએ મીડિયા સાથે નસરુદ્દીન શાહ સાથેનાં કામનાં અનુભવ વિશે જણાવ્યું હતુ કે, ‘નસીર સર સ્ક્રિન પર હંમેશા મજાક કરતા રહેતા હતા. તેઓએ મને ક્યારેય પણ અનકમ્ફર્ટેબલ મહેસૂસ કરવા દીધુ નથી. તે મને હંમેશા એમ કહેતા કે, આ યુવતી કેટલી નાની છે. ભગવાનનો આભાર કે, મારે તેની સાથે વધારે પડતા રોમાન્ટિક સીન્સ કરવા પડ્યા નથી.

અમારી ઉંમરનાં ગેપને લઈને એક મજાક બનાવવામાં આવ્યું
સંધ્યાએ આગળ કહ્યું કે, ‘નસીર સરનું ‘સેન્સ ઓફ હ્યુમર’ ખૂબ જ સારુ છે. જો કોઈ સીન શૂટ કરવામાં થોડી પ્રોબ્લેમ થતી હોય એવું લાગે તો તે મજાક કરવા લાગે. તે એવુ કહેતા કે, આના વાળ તો સફેદ કરી દેતા. તે તો મારી દીકરીનો રોલ ભજવી શકે છે. સંધ્યાનું કહેવુ છે કે, તેની અને નસરુદ્દીનની ઉંમરનાં ગેપને લઈને ઘણુ મજાક બન્યુ હતુ પણ તે તેની સાથે કામ કરીને ખૂબ જ ખુશ થઈ હતી. નસરુદ્દીન જ્યાં 72 વર્ષનાં છે તો બીજી તરફ સંધ્યાની ઉંમર 47 વર્ષ છે.’

સ્ક્રિન પર દેખાશે જોધા-અકબરનો સારો તાલમેલ બની શકે
સંધ્યાથી જ્યારે શો માં અકબર અને જોધાની વચ્ચેનાં સંબંધો પર પ્રશ્નો કર્યા તો તેઓએ કહ્યું કે, ‘અકબર અને જોધાની વચ્ચે સારો તાલમેલ છે. અકબર જોધા સાથે પ્રેમ કરે છે અને સમય-સમય પર તેની સલાહ પણ માગે છે. જો કે, હુ તેના વિશે પૂરી રીતે તો જણાવી શકીશ નહી પરંતુ, એટલુ જરુર કહી શકીશ કે, દર્શકોને જોધા અને અકબર વચ્ચે એક સારુ એવુ બોન્ડિંગ જોવા મળી શકે છે.’

શું છે તાજ ડિવાઈડેડ બાય બ્લડની સ્ટોરી?
તાજ ડિવાઇડેડ બાય બ્લડ 3 માર્ચ, 2023 થી ZEE5 પર સ્ટ્રીમિંગ શરૂ કરશે. આ સીરીઝની વાર્તા મુઘલ શાસનની છે, જ્યારે અકબર પોતાના વારસા માટે યોગ્ય ઉત્તરાધિકારીની પસંદગી કરી રહ્યો હતો. આ સીરિઝમાં અકબરનાં શાસનની કળા, કવિતા, ક્રૂરતા અને સ્થાપત્ય વિશે જણાવવામાં આવશે.

તાજ ડિવાઈડેડ બાય બ્લડ 3 માર્ચ , 2023થી ZEE5 પર સ્ટ્રીમ શરુ કરશે. આ સીરિઝમાં અકબરનાં બાળકોમાં તાજની લડાઈ દેખાડવામાં આવશે. નસરુદ્દીન શાહ તેમાં અકબરની ભૂમિકામાં છે
તાજ ડિવાઈડેડ બાય બ્લડ 3 માર્ચ , 2023થી ZEE5 પર સ્ટ્રીમ શરુ કરશે. આ સીરિઝમાં અકબરનાં બાળકોમાં તાજની લડાઈ દેખાડવામાં આવશે. નસરુદ્દીન શાહ તેમાં અકબરની ભૂમિકામાં છે

જો કે, આ પહેલા પણ ઘણી ફિલ્મોમાં અકબરના રાજની સ્ટોરી બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ અકબરની ભૂમિકામાં છે. આ સિરીઝમાં નસીરુદ્દીન ઉપરાંત ધર્મેન્દ્ર, અદિતિ રાવ હૈદરી, આશિમા ગુલાટી, તાહા શાહ, સંધ્યા મૃદુલ અને શુભમ કુમાર મહેરા પણ મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે.